Tuesday, March 5, 2024

2:40 ઈસરાઈલની સંતાનોને સંબોધન...

 પારા નં:- 01| (02. સૂરહ બકરહ)

આયત નં:- 40

================


يٰبَنِىۡٓ اِسۡرَآءِيۡلَ اذۡكُرُوۡا نِعۡمَتِىَ الَّتِىۡٓ اَنۡعَمۡتُ عَلَيۡكُمۡ وَاَوۡفُوۡا بِعَهۡدِىۡٓ اُوۡفِ بِعَهۡدِكُمۡۚ وَاِيَّاىَ فَارۡهَبُوۡنِ (40)

•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•


હે ઈસરાઈલની સંતાનો = يٰبَنِىۡٓ اِسۡرَآءِيۡلَ


 તમે યાદ કરો = اذۡكُرُوۡا


 મારી નેઅમતને = نِعۡمَتِىَ


 જે = الَّتِىۡٓ


 મેં ઈનામ કરી = اَنۡعَمۡتُ

 

તમારા પર = عَلَيۡكُمۡ

 

અને તમે બધા પુરું કરો = وَاَوۡفُوۡا

 

મારા વચનને = بِعَهۡدِىۡٓ

 

હું પુરું કરીશ = اُوۡفِ

 

તમને કરેલ વચનને = بِعَهۡدِكُمۡۚ

 

અને ફક્ત મારાથી જ  = وَاِيَّاىَ

 

તમે ડરો = فَارۡهَبُوۡنِ

•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•


(40). હે ઈસરાઈલની સંતાનો! મારી તે નેઅમતને યાદ કરો જે મેં તમારા પર ઈનામ કરી અને મારાથી કરેલ વચનને પુરું કરો, હું તમને કરેલ વચનને પુરું કરીશ, અને ફક્ત મારાથી જ ડરો.

•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•

 તફસીર(સમજૂતી)

•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•

હવે અહીંથી ઈસરાઈલની સંતાનોને સંબોધન કરવામાં આવે છે...


ઈસરાઈલ(એટલે કે અલ્લાહનો બંદો) હઝરત યાકુબ અ.સ. નો આ લકબ હતો, યહુદીઓને બની ઈસરાઈલ કહેવામાં આવે છે એટલે કે યાકુબ અ.સ. ની‌ ઔલાદ, કારણ કે હઝરત યાકુબ અ.સ. ના 12 પુત્રો હતાં જેમાંથી યહુદીઓના 12 કબીલા બન્યા અને તેમના માંથી સૌથી વધુ પયગંબરો અને રસૂલો આવ્યાં.

યહુદીઓને અરબમાં પોતાના ઈતિહાસ તથા ધર્મના લીધે અને જ્ઞાની હોવાને કારણે એક ખાસ દરજ્જો હતો એટલા માટે તેમને ભૂતકાળમાં આપેલ અલ્લાહના આ ઈનામો યાદ કરાવવામાં આવે છે.

કે તમે મારું વચન પુરું કરો જે તમને આખરી નબી ની નબૂવ્વત અને તેના પર ઈમાન લાવવાની બાબતમાં લેવામાં આવ્યું હતું, જો તમે આ વચનને પુરું કરશો તો હું મારા વચનને પુરું કરીશ કે તમારા પરથી તે ભાર ઉતારી દેવામાં આવશે જે તમારી ભુલો અને ગુનાહોને લીધે સજા રૂપે લાદવામાં આવ્યો હતો અને તમને બીજીવાર ઉચ્ચ પદવી આપવામાં આવશે, અને મારાથી ડરો કે હું તમને લગાતાર આ અપમાનતામાં રાખી શકું છું જેમાં તમે પણ છો અને તમારા બાપ-દાદાઓ પણ હતાં...


No comments:

Post a Comment