પારા નં:- 01| (02. સૂરહ બકરહ)
આયત નં:- 38-39
================
قُلۡنَا اهۡبِطُوۡا مِنۡهَا جَمِيۡعًا ۚ فَاِمَّا يَاۡتِيَنَّكُمۡ مِّنِّىۡ هُدًى فَمَنۡ تَبِعَ هُدَاىَ فَلَا خَوۡفٌ عَلَيۡهِمۡ وَلَا هُمۡ يَحۡزَنُوۡنَ (38)
وَالَّذِيۡنَ كَفَرُوۡا وَكَذَّبُوۡا بِـاٰيٰتِنَآ اُولٰٓئِكَ اَصۡحٰبُ النَّارِۚ هُمۡ فِيۡهَا خٰلِدُوۡنَ (39)
•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•
અમે કહ્યું = قُلۡنَا
તમે બધા ઉતરી જાવ = اهۡبِطُوۡا
અહીંથી = مِنۡهَا
તમે સૌ = جَمِيۡعًا
પછી જ્યારે = فَاِمَّا
આવે તમારી પાસે = يَاۡتِيَنَّكُمۡ
મારા તરફથી માર્ગદર્શન = مِّنِّىۡ هُدًى
તો જેણે = فَمَنۡ
અનુસરણ કર્યુ = تَبِعَ
મારા માર્ગદર્શન ની = هُدَاىَ
પછી ના = فَلَا
કોઈ ખૌફ હશે = خَوۡفٌ
તેના પર = عَلَيۡهِمۡ
અને ના = وَلَا
તેઓ ગમગીન હશે = هُمۡ يَحۡزَنُوۡنَ
•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•
અને જે લોકોએ = وَالَّذِيۡنَ
ઈન્કાર કર્યો = كَفَرُوۡا
અને નકાર્યુ = وَكَذَّبُوۡا
અમારી આયતોને = بِـاٰيٰتِنَآ
તે લોકો = اُولٰٓئِكَ
જહન્નમી છે = اَصۡحٰبُ النَّارِۚ
તેઓ = هُمۡ
તેમાં જ = فِيۡهَا
હંમેશા રહેશે = خٰلِدُوۡنَ
•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•
(38). અમે કહ્યું તમે સૌ અહીંથી જાઓ, પછી જો તમારી પાસે મારા તરફથી માર્ગદર્શન આવે તો તે(માર્ગદર્શન)નું અનુસરણ કરનારા પર કોઈ ખૌફ કે ગમ નહીં હોય.
•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•
(39). અને જે ઈનકાર કરીને અમારી આયતોને નકારશે તે જહન્નમી છે અને હંમેશા તેમાં જ રહેશે.
•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•
તફસીર(સમજૂતી)
•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•
દુઆ કબૂલ કર્યા પછી પણ અલ્લાહ તઆલાએ તેમને બીજીવાર જન્નતમાં રહેવાના બદલે દુનિયામાં જ રહીને જન્નતમાં દાખલો મેળવવા માટેનો નિયમ બતાવ્યો અને હઝરત આદમ અ.સ. ના દ્રારા તમામ આદમની સંતાનોને આ જ રસ્તો બતાવવામાં આવે છે.
કે પયગંબરો દ્રારા મારું માર્ગદર્શન (એટલે કે દુનિયામાં જીવન બસર કરવાના આદેશો) તમારા સુધી પહોંચશે જે તેનું અનુસરણ કરશે તે જ જન્નતના હકદાર નહીંતર અલ્લાહના અઝાબની સજા પામશે.
"કોઈ ખૌફ કે ગમ નહીં હોય" થી આશય આખિરત માં છે....
No comments:
Post a Comment