પારા નં:- 01| (02. સૂરહ બકરહ)
આયત નં:- 37
==================
فَتَلَقّٰٓى اٰدَمُ مِنۡ رَّبِّهٖ كَلِمٰتٍ فَتَابَ عَلَيۡهِؕ اِنَّهٗ هُوَ التَّوَّابُ الرَّحِيۡمُ (37)
•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•
પછી શીખી લીધાં = فَتَلَقّٰٓى
આદમ અ.સ. એ = اٰدَمُ
પોતાના રબથી = مِنۡ رَّبِّهٖ
કેટલાક કલમા = كَلِمٰتٍ
પછી વ્યસ્ત થઈ ગયા = فَتَابَ
એના પર (એટલે તૌબા કરવામાં) = عَلَيۡهِؕ
બેશક તે જ તૌબા કબુલ = اِنَّهٗ هُوَ التَّوَّابُ
કરવાવાળો છે
ઘણો જ કૃપાળુ છે = الرَّحِيۡمُ
•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•
(37). (હઝરત) આદમ અ.સ. એ પોતાના રબ પાસેથી કેટલાક કલમા શીખીને તૌબા કરી લીધાં, તો અલ્લાહ તઆલાએ તેમની તૌબા કબુલ કરી લીધી, બેશક તે જ તૌબા કબુલ કરવાવાળો ઘણો જ કૃપાળુ છે.
•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•
તફસીર(સમજૂતી)
•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•
જ્યારે હઝરત આદમ (અ.સ.) અફસોસમાં ડુબીને આ દુનિયામાં આવ્યા તો તૌબા અને ઈસ્તિગ્ફાર માં વ્યસ્ત થઈ ગયા અને આવા સમયે પણ અલ્લાહ તઆલાએ માર્ગદર્શન અને મદદ આપી અને તૌબા કરવા માટેના શબ્દો શીખવ્યા જેનું વર્ણન અલ-અરાફમાં કરવામાં આવ્યું છે.
(رَبَّنَا ظَلَمْنَآ اَنْفُسَنَا ۫وَاِنْ لَّمْ تَغْفِرْ لَنَا وَتَرْحَمْنَا لَنَكُوْنَنَّ مِنَ الْخٰسِرِيْنَ )
(સૂરહ આરાફ : 23)
કેટલાક લોકો અહીં મનઘડત અને જૂઠી રિવાયત કરે છે કે, હઝરત આદમ અ.સ. એ અર્શ પર...
لَا اِلٰہ اِلَا اللّٰہ مَحَمَد رَّسُوْلُ اللّٰہ
લખાણ જોયું તો મુહમ્મદ ﷺ ના વસીલાથી દુઆ માંગી તો અલ્લાહએ તેમને માફ કરી દીધા,
આ રિવાયતની કોઈ દલીલ નથી અને કુરઆનના વિરુદ્ધ પણ છે કારણ કે અલ્લાહે બતાવેલ તરીકાથી વિરુધ્ધ છે. તમામ અંબીયા અ.સ. એ હંમેશા અલ્લાહથી જ દુઆ કરી છે, કોઈ નબી, વલી, બુઝર્ગનો વાસ્તો અને વસીલો નથી પકડ્યો એટલા માટે નબી ﷺ સહીત તમામ અંબીયા અ.સ.નો દુઆનો તરીકો એ જ છે કે તેઓ અલ્લાહની બારગાહમાં દુઆ કરે છે.
(અહસનુલ બયાન)
فَتَابَ عَلَيْهِ:
તૌબા કરવા માટે જરૂરી ત્રણ વસ્તુઓ (૧). પોતાના ગુનાહનો એહસાસ, (૨). તેના પર અફસોસ, અને (૩). પછી તે ગુનાહ ન કરવાનો પુખ્ત ઈરાદો...
التَّوَّابُ الرَّحِيْمُ
આનાથી મોટી મહેરબાની શું હોય શકે કે દુઆ શીખવાડી પછી તેને કબૂલ પણ કરી લીધી.
(તફસીર અલ કુરઆન)
No comments:
Post a Comment