Thursday, March 14, 2024

2 : 41-42 સત્યની અસત્ય સાથે મિલાવટ ન કરો

 પારા નં:- 01| (02. સૂરહ બકરહ)

આયત નં:- 41-42

================


وَاٰمِنُوۡا بِمَآ اَنۡزَلۡتُ مُصَدِّقًا لِّمَا مَعَكُمۡ وَلَا تَكُوۡنُوۡآ اَوَّلَ كَافِرٍۢ بِهٖ‌ وَلَا تَشۡتَرُوۡا بِاٰيٰتِىۡ ثَمَنًا قَلِيۡلًا وَّاِيَّاىَ فَاتَّقُوۡنِ (41)


وَلَا تَلۡبِسُوا الۡحَـقَّ بِالۡبَاطِلِ وَتَكۡتُمُوا الۡحَـقَّ وَاَنۡتُمۡ تَعۡلَمُوۡنَ (42)

•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•


અને તમે ઈમાન લાવો = وَاٰمِنُوۡا

 

એના પર જે = بِمَآ

 

મેં અવતરણ કર્યું = اَنۡزَلۡتُ

 

પુષ્ટિ કરે છે = مُصَدِّقًا

 

એની જે = لِّمَا

 

તમારી પાસે છે = مَعَكُمۡ


અને ન = وَلَا

 

થઈ જાઓ તમે = تَكُوۡنُوۡآ

 

સૌથી પહેલાં કાફિર = اَوَّلَ كَافِرٍۢ

 

એનાથી = بِهٖ‌

 

અને ન = وَلَا

 

તમે વેચો = تَشۡتَرُوۡا

 

મારી આયતોને = بِاٰيٰتِىۡ

 

થોડીક કિંમતોમાં = ثَمَنًا قَلِيۡلًا

 

અને ફક્ત મારાથી જ = وَّاِيَّاىَ


તમે ડરો = فَاتَّقُوۡنِ

•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•

આયત નં :- 42

============


અને ન = وَلَا


તમે મિલાવટ કરો સત્યને = تَلۡبِسُوا الۡحَـقَّ

  

અસત્ય સાથે = بِالۡبَاطِلِ

 

અને ન છુપાવો સત્યને = وَتَكۡتُمُوا الۡحَـقَّ

 

અને તમે બધા = وَاَنۡتُمۡ

 

જાણો છો = تَعۡلَمُوۡنَ

•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•

(41). અને આ(કિતાબ કુરઆન) પર ઈમાન લાવો જેને મેં ઉતારી છે જે પુષ્ટિ કરે છે એ(કિતાબ)ની જે તમારી પાસે છે, અને તમે જ સૌથી પહેલા ઈન્કાર કરનારા ન બનો, અને મારી આયતોને થોડા મૂલ્ય પર ન વેચો,' અને ફક્ત મારાથી જ ડરો.


(42). અને સત્યની અસત્ય સાથે મિલાવટ ન કરો અને ન સત્યને છુપાઓ, તમને તો પોતાને આનુ જ્ઞાન છે.

•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•

 તફસીર(સમજૂતી)

•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•


આ કિતાબ" શબ્દનો ઈશારો કુરઆન તરફ અથવા મુહમ્મદ ﷺ તરફ છે જો કે બન્ને અર્થ સાચા છે કારણકે બન્ને એકબીજા સાથે જોડાયેલા છે જેણે કુરઆન સાથે કુફ્ર કર્યું (એટલે કે ઈન્કાર કર્યો) તેણે અલ્લાહના પયગંબર મુહમ્મદ ﷺ સાથે કુફ્ર કર્યું, જેણે અલ્લાહના રસૂલ મુહમ્મદ ﷺ સાથે કુફ્ર કર્યું તેણે કુરઆન સાથે કુફ્ર કર્યું (ઈબ્ને કષીર)


અકીદહ, અંબિયાઓની ખબર, અને આખિરતનો અહેવાલ, દરેક આસમાની કિતાબો માં લગભગ એક સરખો હોય છે, ફરક હોય તો અમુક ચુકાદાઓમાં સંજોગોની જરૂરિયાત અનુસાર હોય છે, હવે જ્યારે કુરઆન તૌરાતની પુષ્ટિ કરે છે તો સૌથી પહેલાં ઈન્કાર કરનારા ન બનો...(તયસીરુલ કુરઆન)


પહેલાં કાફિર(એટલે કે ઈન્કાર કરનારા) ન બનો મતલબ કે:-

 એક તો તમારી પાસે જે જ્ઞાન (તૌરાત) છે તેનાથી બીજાઓ વંચિત છે, તેથી તમારી જવાબદારી સૌથી વધારે છે. અને બીજું કે મદીનામાં, યહૂદીઓને જ સૌથી પહેલાં ઈમાન લાવવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું.

નહિંતર, ઘણા લોકોએ હિજરતથી જ પહેલા ઇસ્લામ સ્વીકારી લીધો હોત, તેથી જ તેમને ચેતવણી આપવામાં આવી રહી છે કે તમે યહૂદીઓમાં સૌ પ્રથમ કાફિર ન બનો. જો તમે આમ કરશો, તો બધા જ યહૂદીઓના કુફ્રની વબાલ તમારા પર પડશે.


થોડા મૂલ્ય પર વેચશો નહીં: આનો અર્થ એ નથી કે જો તમને ઊંચી કિંમત મળે, તો અલ્લાહના આદેશોનો સોદો કરો. પરંતુ તેનો અર્થ એ છે કે અલ્લાહના આદેશોની તુલનામાં સાંસારિક હિતોને મહત્વ ન આપવું જોઈએ.


અલ્લાહના આદેશો તો એટલા કિંમતી છે કે આખી દુનિયાની સંપત્તિ તેની સરખામણીમાં બિલકુલ નજીવી છે.  જો કે આયતમાં મૂળ સંબોધનકર્તા બની ઈસરાયેલ છે, પરંતુ આ હુકમ કયામત સુધી આવનાર લોકો માટે છે, જે પણ આ દુનિયાની ખાતર તેના આદેશો ટાળશે તે આ ચેતવણીમાં સામેલ થશે. (ફત્હુલ કદીર)


No comments:

Post a Comment