Thursday, March 21, 2024

2 : 43-44 લોકોને નેકીનો હુકમ આપવો અને પોતે અમલ ન કરવું...

 પારા નં:- 01| (02. સૂરહ બકરહ)

આયત નં:- 43-44

================


وَاَقِيۡمُوا الصَّلٰوةَ وَاٰتُوا الزَّكٰوةَ وَارۡكَعُوۡا مَعَ الرّٰكِعِيۡنَ (43)


اَتَاۡمُرُوۡنَ النَّاسَ بِالۡبِرِّ وَتَنۡسَوۡنَ اَنۡفُسَكُمۡ وَاَنۡتُمۡ تَتۡلُوۡنَ الۡكِتٰبَ‌ؕ اَفَلَا تَعۡقِلُوۡنَ‏ (44)

•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•


અને કાયમ કરો = وَاَقِيۡمُوا

 

નમાઝ = الصَّلٰوةَ

 

અને અદા કરો = وَاٰتُوا

 

ઝકાત = الزَّكٰوةَ

 

અને રુકૂઅ કરો = وَارۡكَعُوۡا

 

રુકૂઅ કરનારાઓની સાથે = مَعَ الرّٰكِعِيۡنَ

 •┈┈┈┈••✦✿✦••┈┈┈┈•

આયત નં :- 44

============


શું તમે લોકોને હુકમ આપો છો= اَتَاۡمُرُوۡنَ النَّاسَ

 

નેકીનો = بِالۡبِرِّ

 

અને પોતે ભુલી જાઓ છો = وَتَنۡسَوۡنَ

 

પોતાની જાતને = اَنۡفُسَكُمۡ

 

જ્યારે કે તમે = وَاَنۡتُمۡ

 

પઢો છો = تَتۡلُوۡنَ

 

કિતાબને = الۡكِتٰبَ‌ؕ

 

શું પછી પણ = اَفَلَا

 

સમજ નથી ધરાવતા = تَعۡقِلُوۡنَ‏

•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•


(43). અને નમાઝ કાયમ કરો, અને ઝકાત (ધર્મદાન) આપો, અને રૂકૂઅ કરનારાઓ (ઝુકનારાઓ) સાથે રૂકૂઅ કરો.


(44). શું લોકોને ભલાઈનો હુકમ આપો છો? અને પોતે પોતાની જાતને જ ભૂલી જાઓ છો, જ્યારે કે તમે કિતાબ પઢો છો, શું એટલી પણ તમારામાં બુધ્ધિ નથી?

 

•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•

 તફસીર(સમજૂતી)

•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•


નમાઝ અને ઝકાત દરેક જમાનામાં ઈસ્લામ ધર્મ નું અગત્યનું અરકાન છે પરંતુ યહુદીઓ નમાઝને જમાઅત સાથે પઢતા ન હતાં અને તેમની નમાઝમાં રુકૂઅ પણ નથી હોતો તેનાથી વધીને તેઓએ નમાઝ પઢવાનુ પણ છોડી દીધું હતું, અને ઝકાત અદા કરવાને બદલે વ્યાજ ખાવાનું શરૂ કરી દીધું હતું, આ આયતમા તેઓને ચેતવણી આપવામાં આવી રહી છે કે હવે દરેક અમલમાં આખરી નબી ﷺ ની પેરવી કરવાની છે જો કે આ આયતની સાથે આનાથી અગાઉની આયતોમાં પણ યહુદીઓ અને મુસલમાનો બન્નેને સંબોધન છે.


આપણી શરિઅતમાં નમાઝને જમાઅત સાથે અદા કરવાની ખૂબ જ ફઝીલત છે અને વગર કારણે જમાઅત છોડવી મોટો ગુનોહ છે જેમ કે ઘણી  હદીસોમાં તેનું સ્પષ્ટીકરણ આવે છે


અબ્દુલ્લાહ બિન ઉંમર (રઝી.): કહે છે કે આપ ﷺ એ ફરમાવ્યું: જમાઅત સાથેની નમાઝ એકલા પઢનાર‌ વ્યક્તિની નમાઝથી સત્તાવીસ ગણો વધારે ષવાબ છે. (સહીહ બુખારી, કિતાબુલ અઝાન, બાબ: ફઝલુસલાતુલ જમાઅત) 

(તફસીર તયસીરુલ કુરઆન)


આ આયતના ખુલાસા પ્રમાણે યહુદીઓને પોતાના વાયદા પ્રમાણે નબી ﷺ પર ઈમાન લાવીને આ ત્રણેય કામની પાબંદી કરવાનું કહેવામાં આવે છે તથા આ આયતથી એ પણ સ્પષ્ટ થાય છે કે નમાઝ જમાઅત સાથે પઢવી જરૂરી છે. (તફસીર અલ કુરઆન)


આયત નં 44 માં "શું લોકોને ભલાઈનો હુકમ આપો છો? અને પોતે પોતાની જાતને જ ભૂલી જાઓ છો, જ્યારે કે તમે કિતાબ પઢો છો" અહીં કેટલાક યહુદી આલિમોએ પોતાના ખાસ જેઓ મુસલમાન બની‌ ગયા હતા તેઓને કહેતાં કે આ દિન(એટલે કે ઈસ્લામ) પર કાયમ રહેજો કારણ કે આ દિન સત્ય છે, પરંતુ તેઓ પોતે જ દુનિયાના કેટલાક ફાયદાઓની લાલચમાં મુસલમાન ન થયાં હતાં, ત્યારે તેઓને અનુલક્ષીને આ આયત અવતરિત થઈ હતી અને આ હુકમ દરેક માટે આમ છે. (તયસીરુલ કુરઆન)


તદ્ઉપરાંત લોકોને તૌરાત પર અમલ કરવાનો હુકમ આપો છો અને પોતે જ તૌરાતને ભુલી જાવ છો કે આમાં નબી ﷺ પર ઈમાન લાવવાનો હુકમ પણ છે.

[ઇબ્ને અબી હાતિમ અન્ ઇબ્ને અબ્બાસ : 122/1, હ : 484,485] કતાદહ રહિમહુલ્લાહ એ ફરમાવ્યું : બની ઈસરાઈલ લોકોને અલ્લાહ તઆલાની ઈતાઅત અને નેકીનો હુકમ આપતાં હતાં અને પોતે અમલ ન કરતાં તો અલ્લાહ તઆલાએ તેમને શર્મસાર કર્યા, હવે તો  મુસલમાનોના પણ આવા જ હાલ છે અલ્લાહ રહમ ફરમાવે.

No comments:

Post a Comment