પારા નં:- 01| (02. સૂરહ બકરહ)
આયત નં:- 45-46
================
وَاسۡتَعِيۡنُوۡا بِالصَّبۡرِ وَالصَّلٰوةِ ؕ وَاِنَّهَا لَكَبِيۡرَةٌ اِلَّا عَلَى الۡخٰشِعِيۡنَۙ (45)
الَّذِيۡنَ يَظُنُّوۡنَ اَنَّهُمۡ مُّلٰقُوۡا رَبِّهِمۡ وَاَنَّهُمۡ اِلَيۡهِ رٰجِعُوۡنَ (46)
•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•
અને તમે મદદ પ્રાપ્ત કરો = وَاسۡتَعِيۡنُوۡا
સબ્રથી = بِالصَّبۡرِ
અને નમાઝથી = وَالصَّلٰوةِ
અને બેશક તે = وَاِنَّهَا
જોકે મોટું(ભારે)છે = لَكَبِيۡرَةٌ
પરંતુ = اِلَّا
ડર રાખનારાઓ પર(નહીં) = عَلَى الۡخٰشِعِيۡنَۙ
•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•
આયત નં:- 46
•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•
જે લોકો = الَّذِيۡنَ
ગુમાન કરે છે = يَظُنُّوۡنَ
કે બેશક તેઓ મળવાનાં છે = اَنَّهُمۡ مُّلٰقُوۡا
પોતાના રબને = رَبِّهِمۡ
અને બેશક તેઓ = وَاَنَّهُمۡ
તેની તરફ = اِلَيۡهِ
પાછા ફરવાના છે = رٰجِعُوۡنَ
•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•
(45). અને સબ્ર અને નમાઝથી મદદ પ્રાપ્ત કરો, અને આ વસ્તુ ભારે છે, પરંતુ અલ્લાહથી ડર રાખનારાઓ માટે નહીં .
(46). જે લોકો જાણે છે કે બેશક તેઓને પોતાના રબને મળવાનું છે અને તેના જ તરફ પાછા ફરવાનું છે.
•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•
તફસીર(સમજૂતી)
•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•
"સબ્ર અને નમાઝથી મદદ પ્રાપ્ત કરો"
અલ્લાહના દરેક ઉપાસક(બંદગી કરનાર) માટે સબ્ર(ધીરજ) અને નમાઝ એ બે મહાન શસ્ત્રો છે. નમાઝ દ્વારા, એક મોમિનને અલ્લાહ સાથે જોડાણ અને સંબંધ સ્થાપિત થાય છે. જેના દ્વારા તેને અલ્લાહ તઆલાનો સાથ અને ટેકો મળે છે. ધીરજથી ચારિત્ર્યની પરિપક્વતા અને દિન(ધર્મ)માં અડગતા પ્રાપ્ત થાય છે. હદીસમાં ઉલ્લેખ છે કે જ્યારે પણ પયગંબર ﷺ સાથે કોઈ મહત્વની બાબત આવે, ત્યારે તેઓ તરત જ નમાઝ પઢતા (ફત્હુલ કદીર)
"અને આ વસ્તુ ભારે છે"
એટલે કે મુશ્કેલ છે, "પરંતુ અલ્લાહથી ડર રાખનારાઓ માટે નહીં"
નમાઝની પાબંદી કરવી સામાન્ય લોકો માટે મુશ્કેલ છે, પરંતુ ખુસુઅ અને ખુઝુઅ (ધ્યાનમગ્ન અને વિનમ્રી) લોકો માટે તે સરળ અને સુકૂન અને રાહતનો સ્ત્રોત છે. આ લોકો કોણ છે? તેઓ જ છે જે આખિરતમા સંપૂર્ણ વિશ્વાસ રાખે છે. અને છે એવું કે કયામતના દિવસ પરની શ્રદ્ધા સારા કાર્યો કરાવે છે અને પરલોક પ્રત્યેની બેદરકારી વ્યક્તિને નિષ્ક્રિય અને દુષ્ટ બનાવે છે.
આયત નંબર 46 માં "જે લોકો જાણે છે કે બેશક તેઓને પોતાના રબને મળવાનું છે અને તેના જ તરફ પાછા ફરવાનું છે"
એટલે કે, જે લોકો મૃત્યુ પછી પોતાના પરવરદિગારને મળવા અને તેને જવાબ (એટલે કે હિસાબ-કિતાબ) આપવાનું માનતા હોય છે. તેમના માટે નમાજની પાબંદી કરવી ક્યારેય મુશ્કેલ નથી હોતી, પરંતુ જો કોઈ નમાઝ ચૂકી જાય અથવા નમાજ પઢવામાં વિલંબ થાય તો તેઓ બેચૈન થઈ જાય છે અને જ્યાં સુધી તેઓ નમાજ અદા ન કરે ત્યાં સુધી તેઓને ચૈન પડતું નથી. અને જેઓ આખિરતના દિવસ પર સંપૂર્ણ યકીન નથી રાખતાં તેમના માટે નમાઝ પઢવી મુશ્કેલ અને બિનજરૂરી થઈ જાય છે. (તયસીરુલ કુરઆન)
No comments:
Post a Comment