પારા નં:- 01| (02. સૂરહ બકરહ)
આયત નં:- 43-44
================
وَاَقِيۡمُوا الصَّلٰوةَ وَاٰتُوا الزَّكٰوةَ وَارۡكَعُوۡا مَعَ الرّٰكِعِيۡنَ (43)
اَتَاۡمُرُوۡنَ النَّاسَ بِالۡبِرِّ وَتَنۡسَوۡنَ اَنۡفُسَكُمۡ وَاَنۡتُمۡ تَتۡلُوۡنَ الۡكِتٰبَؕ اَفَلَا تَعۡقِلُوۡنَ (44)
•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•
અને કાયમ કરો = وَاَقِيۡمُوا
નમાઝ = الصَّلٰوةَ
અને અદા કરો = وَاٰتُوا
ઝકાત = الزَّكٰوةَ
અને રુકૂઅ કરો = وَارۡكَعُوۡا
રુકૂઅ કરનારાઓની સાથે = مَعَ الرّٰكِعِيۡنَ
•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•
આયત નં :- 44
============
શું તમે લોકોને હુકમ આપો છો= اَتَاۡمُرُوۡنَ النَّاسَ
નેકીનો = بِالۡبِرِّ
અને પોતે ભુલી જાઓ છો = وَتَنۡسَوۡنَ
પોતાની જાતને = اَنۡفُسَكُمۡ
જ્યારે કે તમે = وَاَنۡتُمۡ
પઢો છો = تَتۡلُوۡنَ
કિતાબને = الۡكِتٰبَؕ
શું પછી પણ = اَفَلَا
સમજ નથી ધરાવતા = تَعۡقِلُوۡنَ
•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•
(43). અને નમાઝ કાયમ કરો, અને ઝકાત (ધર્મદાન) આપો, અને રૂકૂઅ કરનારાઓ (ઝુકનારાઓ) સાથે રૂકૂઅ કરો.
(44). શું લોકોને ભલાઈનો હુકમ આપો છો? અને પોતે પોતાની જાતને જ ભૂલી જાઓ છો, જ્યારે કે તમે કિતાબ પઢો છો, શું એટલી પણ તમારામાં બુધ્ધિ નથી?
•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•
તફસીર(સમજૂતી)
•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•
નમાઝ અને ઝકાત દરેક જમાનામાં ઈસ્લામ ધર્મ નું અગત્યનું અરકાન છે પરંતુ યહુદીઓ નમાઝને જમાઅત સાથે પઢતા ન હતાં અને તેમની નમાઝમાં રુકૂઅ પણ નથી હોતો તેનાથી વધીને તેઓએ નમાઝ પઢવાનુ પણ છોડી દીધું હતું, અને ઝકાત અદા કરવાને બદલે વ્યાજ ખાવાનું શરૂ કરી દીધું હતું, આ આયતમા તેઓને ચેતવણી આપવામાં આવી રહી છે કે હવે દરેક અમલમાં આખરી નબી ﷺ ની પેરવી કરવાની છે જો કે આ આયતની સાથે આનાથી અગાઉની આયતોમાં પણ યહુદીઓ અને મુસલમાનો બન્નેને સંબોધન છે.
આપણી શરિઅતમાં નમાઝને જમાઅત સાથે અદા કરવાની ખૂબ જ ફઝીલત છે અને વગર કારણે જમાઅત છોડવી મોટો ગુનોહ છે જેમ કે ઘણી હદીસોમાં તેનું સ્પષ્ટીકરણ આવે છે
અબ્દુલ્લાહ બિન ઉંમર (રઝી.): કહે છે કે આપ ﷺ એ ફરમાવ્યું: જમાઅત સાથેની નમાઝ એકલા પઢનાર વ્યક્તિની નમાઝથી સત્તાવીસ ગણો વધારે ષવાબ છે. (સહીહ બુખારી, કિતાબુલ અઝાન, બાબ: ફઝલુસલાતુલ જમાઅત)
(તફસીર તયસીરુલ કુરઆન)
આ આયતના ખુલાસા પ્રમાણે યહુદીઓને પોતાના વાયદા પ્રમાણે નબી ﷺ પર ઈમાન લાવીને આ ત્રણેય કામની પાબંદી કરવાનું કહેવામાં આવે છે તથા આ આયતથી એ પણ સ્પષ્ટ થાય છે કે નમાઝ જમાઅત સાથે પઢવી જરૂરી છે. (તફસીર અલ કુરઆન)
આયત નં 44 માં "શું લોકોને ભલાઈનો હુકમ આપો છો? અને પોતે પોતાની જાતને જ ભૂલી જાઓ છો, જ્યારે કે તમે કિતાબ પઢો છો" અહીં કેટલાક યહુદી આલિમોએ પોતાના ખાસ જેઓ મુસલમાન બની ગયા હતા તેઓને કહેતાં કે આ દિન(એટલે કે ઈસ્લામ) પર કાયમ રહેજો કારણ કે આ દિન સત્ય છે, પરંતુ તેઓ પોતે જ દુનિયાના કેટલાક ફાયદાઓની લાલચમાં મુસલમાન ન થયાં હતાં, ત્યારે તેઓને અનુલક્ષીને આ આયત અવતરિત થઈ હતી અને આ હુકમ દરેક માટે આમ છે. (તયસીરુલ કુરઆન)
તદ્ઉપરાંત લોકોને તૌરાત પર અમલ કરવાનો હુકમ આપો છો અને પોતે જ તૌરાતને ભુલી જાવ છો કે આમાં નબી ﷺ પર ઈમાન લાવવાનો હુકમ પણ છે.
[ઇબ્ને અબી હાતિમ અન્ ઇબ્ને અબ્બાસ : 122/1, હ : 484,485] કતાદહ રહિમહુલ્લાહ એ ફરમાવ્યું : બની ઈસરાઈલ લોકોને અલ્લાહ તઆલાની ઈતાઅત અને નેકીનો હુકમ આપતાં હતાં અને પોતે અમલ ન કરતાં તો અલ્લાહ તઆલાએ તેમને શર્મસાર કર્યા, હવે તો મુસલમાનોના પણ આવા જ હાલ છે અલ્લાહ રહમ ફરમાવે.
No comments:
Post a Comment