પારા નં:- 01| સૂરહ બકરહ, આયત નં:- 01
==================
સૂરહ બકરહ મદની સૂરહ છે જેમાં ૨૮૬ આયતો અને ૪૦ રુકૂઅ છે.
أَعُوذُ بِاللَّهِ مِنَ الشَّيْطَانِ الرَّجِيمِ
بِسْمِ اللّٰهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ
الٓمّٓۚ (01)
(01). અલીફ લામ મીમ
•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•
તફસીર(સમજૂતી)
•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•
આ સૂરહ માં ગાય વિષે વર્ણન કરવામાં આવ્યું છે એટલે આને સૂરહ બકરહ કહેવાય છે બકરહ એટલે ગાય (ગાયની ઘટનાનું વર્ણન કરતી સૂરહ) હદીસમાં આ સૂરહની ખાસ ફઝીલત બયાન કરવામાં આવી છે કે જેના ઘરમાં આ સૂરહ પઢવામાં આવે તેના ઘરથી શૈતાન ભાગી જાય છે નબી(ﷺ) એ ફરમાવ્યું: પોતાના ઘરોને કબ્રસ્તાન ન બનાવો, જેના ઘરમાં સૂરહ બકરહ પઢવામાં આવે તે ઘરથી શૈતાન ભાગી જાય છે" (સહીહ મુસ્લિમ:- 212, 780)
અલીફ લામ મીમ આને હુરુફે મુકત્તઆત કહેવાય છે એટલે કે અલગ અલગ પઢવામાં આવતાં હુરુફ(અક્ષર). આના અર્થ શું તે માટે કોઈ અસલ રિવાયત મોજૂદ નથી આનો અર્થ ફકત અલ્લાહ જ જાણે છે.
No comments:
Post a Comment