પારા નં:- 01| સૂરહ બકરહ, આયત નં:- 02
==================
ذٰلِكَ الْكِتٰبُ لَا رَيْبَ ۛ فِيْهِ ۛ ھُدًى لِّلْمُتَّقِيْنَ (
02)
•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•
આ = ذٰلِكَ
કિતાબ છે = الْكِتٰبُ
નથી કોઈ શંકા = لَا رَيْبَ ۛ
આમાં = فِيْهِ ۛ
હિદાયત છે = ھُدًى
પરહેઝગારો માટે = لِّلْمُتَّقِيْنَ
(02). આ કિતાબ(ને અલ્લાહની કિતાબ હોવામાં) કોઈ શંકા નથી, પરહેઝગારો માટે માર્ગદર્શન છે.
•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•
તફસીર(સમજૂતી)
•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•
આ કિતાબ(કુરઆન)ને અલ્લાહના તરફથી નાઝીલ થવામાં કોઈ શંકા નથી જેમ કે બીજી જગ્યાએ ફરમાવ્યું છે કે: વગર શંકાએ આ કિતાબ(કુરઆન)નું અવતરણ તમામ જહાનો ના પરવરદિગાર તરફથી છે. (સૂરહ સજદહ:- 02) તથા આમાં જે ઘટનાઓ બયાન કરવામાં આવી છે તેની સચ્ચાઈ માં જે આદેશ અને હલ બયાન કરવામાં આવે છે તેને સત્ય હોવામાં કોઈ શંકા નથી.
પરહેઝગારો માટે માર્ગદર્શન:-
આમ તૌર પર કિતાબે ઈલાહી (એટલે કે કુરઆન) તમામ મનુષ્યો માટે હિદાયત તથા માર્ગદર્શન માટે અવતરિત થઈ છે પરંતુ આ હિદાયતના ફુવારાથી ફક્ત તે લોકો જ સંતુષ્ટ થશે જે લોકો સત્ય જીવનની શોધમાં તથા પોતાના પાલનહારથી ડરતાં હશે, પરંતુ જેઓના દિલોમાં મુત્યુ પછી અલ્લાહની સામે હાજર થઈને પોતાનો હિસાબ આપવાનો એહસાસ અને ફિક્ર જ નથી તથા તેમનામાં હિદાયત મેળવવાની તલબ તથા ગુમરાહીથી બચવાનો ઈરાદો જ ન હોય તો તેઓને હિદાયત કેમ કરીને મળે.
No comments:
Post a Comment