સૂરહ ફાતિહા, આયત નં:- 07
==================
صِرَاطَ الَّذِيۡنَ اَنۡعَمۡتَ عَلَيۡهِمۡ ۙ غَيۡرِ الۡمَغۡضُوۡبِ عَلَيۡهِمۡ وَلَا الضَّآلِّيۡنَ (07)
•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•
માર્ગ = صِرَاطَ
એ લોકોનો = الَّذِيۡنَ
તે ઈનામ કર્યું = اَنۡعَمۡتَ
તેમના પર = عَلَيۡهِمۡ ۙ
ના (એ લોકોનો નહીં) = غَيۡرِ
(તારો) પ્રકોપ થયો = الۡمَغۡضُوۡبِ
તેમના પર = عَلَيۡهِمۡ
અને ના = وَلَا
પથભ્રષ્ટોના = الضَّآلِّيۡنَ
•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•
(07). એ લોકોનો માર્ગ જેમના ઉપર તે કૃપા કરી એમનો નહીં જેમના ઉપર તારો પ્રકોપ થયો અને ન પદભ્રષ્ટોના. (આમીન)
•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•
તફસીર(સમજૂતી)
•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•
અન્ અમ્-ત:- (તે ઈનામ કર્યું) આ ઈનામથી આશય તે સીધો રસ્તો છે જેના પર તે લોકો ચાલશે જેમને તે ઈનામ આપ્યું છે, આ જૂથ નબીયો, શહીદો, સિદ્દીકો અને સાલેહીન(નેક લોકો) નું છે. જેમ કે સૂરહ નિસા ની આયત નં ૬૯ માં છે "અને જે અલ્લાહ અને તેના પયગંબરોની આજ્ઞાનું પાલન કરે છે તેઓ (કયામતના દિવસે) તે લોકોની સાથે હશે જેના પર અલ્લાહ એ ઈનામ કર્યું, એટલે કે નબીયો, શહીદો, સિદ્દીકો અને સાલેહીન(નેક લોકો) માંથી છે અને તેમની નજદીકી (સાથ) ખૂબ સારો છે." (સૂરહ નિસા આયતનં:-69)
આ આયત માં સ્પષ્ટ જણાવી દીધું કે જેના પર અલ્લાહે ઈનામ કર્યું છે તેમનો રસ્તો અલ્લાહ અને તેના રસૂલની ઈતાઅત(અજ્ઞાપાલન)નો જ રસ્તો છે, ન કે બીજો કોઈ રસ્તો.
કેટલીક રિવાયતોથી સાબિત છે કે "મગજૂબિ-અલૈહિમ" (જેના પર અલ્લાહનો ગજબ(ક્રોધ) ઉતર્યો) થી આશય યહૂદી અને "અજ્જાલ્લીન" (ગુમરાહો-ભટકેલાઓ) થી આશય નસારા (ઈસાઈ) છે
એટલા માટે સીધા રસ્તા પર ચાલનારાઓ માટે જરૂરી છે કે તેઓ યહૂદી અને ઈસાઈઓ બંન્નેની ગુમરાહીથી બચીને રહે, યહૂદીઓની મોટી ગુમરાહી એ હતી કે જાણીજોઈને, ઠઠ્ઠા-મશ્કરી કરીને સીધા રસ્તા પર નથી ચાલતાં તથા કુરઆનની આયતોના ઉંધા મતલબ કાઢીને બહાનાઓ બનાવે છે અને હઝરત ઉઝૈરને અલ્લાહનો પુત્ર કહે છે અને પોતાના આલિમો અને બુઝુર્ગોને હરામ - હલાલ ઠેરવવાનો હક આપી રાખ્યો છે.
અને ઈસાઈઓની મોટી ગુમરાહી એ છે કે તેઓએ હઝરત ઈસા(અ.સ.)ને અલ્લાહ નો પુત્ર કહ્યો અને ત્રણ ખુદાઓ માંથી એક જાહેર કરે છે.
અફસોસ ઉમ્મતે મુહમ્મદીયાએ પણ નબી(ﷺ)ની શાન માં હદ વટાવી દીધી જેના કારણે તે રુસવા (બે-આબરુ) થઈ. અલ્લાહ તઆલા આ ગુમરાહીના દલદલ માંથી નીકાળે જેથી જીલ્લત અને પરાજયના પડછાયાથી સુરક્ષિત રહી શકે.
સૂરહ ફાતિહાની સમાપ્તિ પર આમીન કહેવાનું નબી(ﷺ) એ ખાસ જરૂરી અને ફઝીલત બયાન કરી છે, એટલા માટે ઈમામ(નમાજ પઢાવનાર) અને મુકતદી(નમાજ પઢનારાઓ) બંન્નેને જ આમીન કહેવું જોઈએ. નબી(ﷺ) (જેહરી નમાઝમાં:- એટલે કે જેમાં કિરાઅત બુલંદ અવાજથી પઢવામાં આવે) ઉંચી અવાજે આમીન કહેતાં હતાં અને સહાબા(રજી.) પણ , અહીં સુધી કે મસ્જીદ ગૂંજી ઉઠતી. આની દલીલ માટે જુઓ (સહીહ બુખારી, હદીસ નં:- 780,782 સુનન ઈબ્ને માજા, હદીસ નં:- 853, અબૂ દાઉદ:- 934) તેથી જ આમીન જોરથી કહેવું સુન્નત અને સહાબા રજી. નો આના પર અમલ હતો.
આમીન ના ઘણા અર્થ બયાન કરવામાં આવ્યાં છે (૧). આવી રીતે થાય (૨). અમને ના મુરાદ ન કરજે (૩). એ અલ્લાહ! અમારી દુઆ કબૂલ કરી લે
No comments:
Post a Comment