પારા નં:- 01| (02. સૂરહ બકરહ)
આયત નં:- 63-64
================
وَاِذۡ اَخَذۡنَا مِيۡثَاقَكُمۡ وَرَفَعۡنَا فَوۡقَكُمُ الطُّوۡرَؕ خُذُوۡا مَآ اٰتَيۡنٰكُمۡ بِقُوَّةٍ وَّ اذۡكُرُوۡا مَا فِيۡهِ لَعَلَّكُمۡ تَتَّقُوۡنَ (63)
•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•
અને જ્યારે અમે લીધું = وَاِذۡ اَخَذۡنَا
તમારાથી વચન = مِيۡثَاقَكُمۡ
અને અમે ઉઠાવ્યો = وَرَفَعۡنَا
તમારા ઉપર = فَوۡقَكُمُ
તૂર (નામી પહાડ) = الطُّوۡرَؕ
બધા પકડી લો = خُذُوۡا
એને જે અમે તમને આપ્યું = مَآ اٰتَيۡنٰكُمۡ
મજબૂતીથી = بِقُوَّةٍ
અને તમે યાદ કરો = وَّ اذۡكُرُوۡا
જે એમાં છે = مَا فِيۡهِ
જેથી તમે = لَعَلَّكُمۡ
બધા બચી જાઓ = تَتَّقُوۡنَ
•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•
(63). અને જ્યારે અમે તમારાથી વચન લીધું અને તમારા પર તૂર પહાડ ઉઠાવી દીધો અને કહ્યું જે અમે તમને આપ્યું તેને મજબૂતીથી પકડી રહો અને જે કંઈ તેમાં છે તેને યાદ કરી લો, જેથી તમે બચી જાઓ.
•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•
તફસીર(સમજૂતી)
•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•
જ્યારે તૌરાતના આદેશોના વિષે યહૂદીઓએ પોતાની શરારત અને બદમાશીથી કહ્યું અમે તો આ આદેશોનુ પાલન નહીં કરી શકીએ તો અલ્લાહ તઆલાએ તૂર પહાડને છતની જેમ તેમના પર ઉઠાવી દીધો જેનાથી તેઓએ ડરીને આદેશોનું પાલન કરવાનો વાયદો કર્યો. (અહસનુલ બયાન)
وَ اِذْ نَتَقْنَا الْجَبَلَ
એટલે કે તેમના પર ઝૂકી ગયો અને છતની જેમ તેમના પર પડછાયો પાડ્યો, ત્યાં સુધી કે તેઓને ખાતરી થઈ જાય કે તે તેમના પર પડવાનો છે... વધુ જુઓ સુરહ અઅરાફ, આયત નં : 171
આ દસમી નેમત છે, કારણ કે આ વાયદો પણ તેમના લાભ માટે જ હતો.
શબ્દ ”مَاۤ اٰتَيْنٰكُمْ“ ની સમજૂતી અહીં આવી નથી, પણ તેનો અન્ય જગ્યાએ ઉલ્લેખ છે કે તેનાથી આશય કિતાબ છે, ઉદાહરણ તરીકે: [સૂરહ અલ-મુઅમેનૂન : 49] "અને ચોક્કસપણે અમે મૂસાને કિતાબ આપી, જેથી તે (લોકો) માર્ગદર્શન પ્રાપ્ત કરે.
શબ્દ ”بِقُوَّةٍ“ (બળથી પકડવું) નો અર્થ છે તેના પર અમલ કરવું.
(તફસીર અલ કુરઆન)
=====================
આયત નં : 64
=====================
ثُمَّ تَوَلَّيۡتُمۡ مِّنۡۢ بَعۡدِ ذٰلِكَۚ فَلَوۡلَا فَضۡلُ اللّٰهِ عَلَيۡكُمۡ وَرَحۡمَتُهٗ لَـكُنۡتُمۡ مِّنَ الۡخٰسِرِيۡنَ (64)
•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•
પછી = ثُمَّ
તમે ફરી ગયા = تَوَلَّيۡتُمۡ
તેના પછી = مِّنۡۢ بَعۡدِ ذٰلِكَۚ
બસ ન હોત = فَلَوۡلَا
અલ્લાહની દયા = فَضۡلُ اللّٰهِ
તમારા પર = عَلَيۡكُمۡ
અને તેની કૃપા = وَرَحۡمَتُهٗ
નહીંતર તમે થઈ જતાં = لَـكُنۡتُمۡ
બધા નુકસાન ઉઠાવનારાઓ = مِّنَ الۡخٰسِرِيۡنَ
•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•
(64). પરંતુ તમે લોકો એના પછી પણ ફરી ગયા, પછી જો અલ્લાહ તઆલાની દયા અને તેની રહમત(અર્થાત્ કૃપા) તમારા પર ન હોત, તો તમે નુકસાન ઉઠાવનારા થઈ જતાં.
•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•
તફસીર(સમજૂતી)
•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•
આ પાક્કો વાયદો કર્યા પછી પણ તેઓએ તૌરાતની ઘણી બાબતોને છોડી દીધી, અને તોરાતમા ઘણી એવી બાબતોને ફેરફાર કરવા લાગ્યા, તેની આયતોને છુપાવી, પયગંબરોની આજ્ઞાઓનો અનાદર કર્યો, તેમાંથી કેટલાકને નકાર્યા અને કેટલાકને કતલ કરી નાખ્યા,
لَكُنْتُمْ مِّنَ الْخٰسِرِيْنَ
એટલે કે આટલી બધી નાફરમાનીઓ કરી હોવા છતાંય, તેઓને તરત જ અઝાબથી પકડવાને બદલે, તેમને તૌબા કરવાનો સમય આપવામાં આવ્યો.
No comments:
Post a Comment