Tuesday, September 10, 2024

2 : 60-61 બાર ઝરણાંઓ ફુટી નીકળ્યા અને શ્રેષ્ઠ ખોરાક પર સબર ન કરી

 પારા નં:- 01| (02. સૂરહ બકરહ)

આયત નં:- 60-61

================


وَاِذِ اسۡتَسۡقَىٰ مُوۡسٰى لِقَوۡمِهٖ فَقُلۡنَا اضۡرِب بِّعَصَاكَ الۡحَجَرَ‌ؕ فَانۡفَجَرَتۡ مِنۡهُ اثۡنَتَا عَشۡرَةَ عَيۡنًا‌ؕ قَدۡ عَلِمَ کُلُّ اُنَاسٍ مَّشۡرَبَهُمۡ‌ؕ کُلُوۡا وَاشۡرَبُوۡا مِنۡ رِّزۡقِ اللّٰهِ وَلَا تَعۡثَوۡا فِىۡ الۡاَرۡضِ مُفۡسِدِيۡنَ (60)

•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•

 અને જ્યારે = وَاِذِ

 પાણી માંગ્યું = اسۡتَسۡقَىٰ

 મૂસાએ = مُوۡسٰى

 પોતાની કોમ માટે = لِقَوۡمِهٖ

 તો અમે કહ્યું = فَقُلۡنَا

તો મારો = اضۡرِب

  પોતાની લાઠીને = بِّعَصَاكَ

 પથ્થર પર = الۡحَجَرَ‌ؕ

 તો ફુટી પડ્યા = فَانۡفَجَرَتۡ

 તેનાથી = مِنۡهُ

 બાર = اثۡنَتَا عَشۡرَةَ

ચશ્માઓ = عَيۡنًا‌ؕ

 તો જાણી લીધાં = قَدۡ عَلِمَ 

દરેક લોકોએ = کُلُّ اُنَاسٍ 

 પોતાના ઘાટ = مَّشۡرَبَهُمۡ‌ؕ

 તમે બધા ખાઓ = کُلُوۡا

 અને પીઓ = وَاشۡرَبُوۡا

 અલ્લાહે આપેલ રોઝી = مِنۡ رِّزۡقِ اللّٰهِ

 અને ન = وَلَا

 ફરો = تَعۡثَوۡا

જમીન પર = فِىۡ الۡاَرۡضِ

  ફસાદ કરતાં = مُفۡسِدِيۡنَ

•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•

(60). અને જ્યારે મુસા અ.સ. એ પોતાની કોમ માટે પાણી માંગ્યું તો અમે કહ્યું પોતાની લાઠી પથ્થર પર મારો જેથી બાર ઝરણાં ફુટી નીકળ્યા, અને દરેક જૂથે પોતાનું ઝરણું ઓળખી લીધું. (અને અમે કહ્યું કે) અલ્લાહ તઆલાની રોઝી ખાઉં પીઓ અને જમીન પર ફસાદ ન કરતાં ફરો.

•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•

 તફસીર(સમજૂતી)

•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•


આ ઘટના‌ તીહના સ્થાને તો કેટલાકના મતે સિનાઈના મેદાનમાં ઘટી ત્યાં પાણીની તલબ થઈ તો અલ્લાહ તઆલાએ મૂસા અ.સ. ને કહ્યું પોતાની લાઠી પથ્થર પર મારો જેથી પથ્થર માંથી બાર ઝરણાંઓ ફુટી નીકળ્યા, અને તેઓના કબીલા પણ બાર હતાં દરેક કબીલાએ પોતાનું ઝરણું ઓળખી લીધું, આ પણ એક ચમત્કાર હતો જેને હઝરત મૂસા અ.સ. દ્રારા અલ્લાહે જાહેર કર્યો.

•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•

આયત નં : 61

•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•


وَاِذۡ قُلۡتُمۡ يٰمُوۡسٰى لَنۡ نَّصۡبِرَ عَلٰى طَعَامٍ وَّاحِدٍ فَادۡعُ لَنَا رَبَّكَ يُخۡرِجۡ لَنَا مِمَّا تُنۡۢبِتُ الۡاَرۡضُ مِنۡۢ بَقۡلِهَا وَقِثَّـآئِهَا وَفُوۡمِهَا وَعَدَسِهَا وَ بَصَلِهَا‌ؕ قَالَ اَتَسۡتَبۡدِلُوۡنَ الَّذِىۡ هُوَ اَدۡنٰى بِالَّذِىۡ هُوَ خَيۡرٌ‌ؕ اِهۡبِطُوۡا مِصۡرًا فَاِنَّ لَـکُمۡ مَّا سَاَلۡتُمۡ‌ؕ وَضُرِبَتۡ عَلَيۡهِمُ الذِّلَّةُ وَالۡمَسۡکَنَةُ وَبَآءُوۡ بِغَضَبٍ مِّنَ اللّٰهِ‌ؕ ذٰلِكَ بِاَنَّهُمۡ كَانُوۡا يَكۡفُرُوۡنَ بِاٰيٰتِ اللّٰهِ وَيَقۡتُلُوۡنَ النَّبِيّٖنَ بِغَيۡرِ الۡحَـقِّ‌ؕ ذٰلِكَ بِمَا عَصَوا وَّڪَانُوۡا يَعۡتَدُوۡنَ  (61)

•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•

 અને જ્યારે = وَاِذۡ

 તમે કહ્યું = قُلۡتُمۡ

એ મુસા! = يٰمُوۡسٰى

 બીલકુલ નહીં = لَنۡ

  અમે સબર કરીશું = نَّصۡبِرَ

 ખોરાક પર = عَلٰى طَعَامٍ

 એક = وَّاحِدٍ

 બસ તમે દુઆ કરો = فَادۡعُ

 અમારા માટે = لَنَا

 પોતાના રબથી = رَبَّكَ

તે કાઢે = يُخۡرِجۡ

 અમારા માટે = لَنَا

  એ જે = مِمَّا

 ઉગે છે = تُنۡۢبِتُ

 જમીન (પર) = الۡاَرۡضُ

 પોતાની શાકભાજી = مِنۡۢ بَقۡلِهَا

અને કાકડી = وَقِثَّـآئِهَا

  અને ઘઉં = وَفُوۡمِهَا

 અને મસૂર = وَعَدَسِهَا

અને ડુંગળી = وَ بَصَلِهَا‌ؕ

 તેણે(મૂસાએ) કહ્યું = قَالَ

  શું તમે બદલવા માંગો છો = اَتَسۡتَبۡدِلُوۡنَ

 જો કે = الَّذِىۡ

તે હલકી છે = هُوَ اَدۡنٰى

  તેના બદલે જે = بِالَّذِىۡ

 ઉત્તમ છે = هُوَ خَيۡرٌ‌ؕ

 તમે બધા જાઓ = اِهۡبِطُوۡا

 શહેરમાં = مِصۡرًا

 ભલે બેશક = فَاِنَّ

તમારા માટે છે = لَـکُمۡ

  જે તમે માંગો છો = مَّا سَاَلۡتُمۡ‌ؕ

 અને લાદવામાં આવી = وَضُرِبَتۡ

તેમના પર = عَلَيۡهِمُ

 અપમાનતા = الذِّلَّةُ

અને લાચારી = وَالۡمَسۡکَنَةُ

 અને તેઓ પાછા ફર્યા = وَبَآءُوۡ

ક્રોધ લઈને = بِغَضَبٍ

અલ્લાહનો = مِّنَ اللّٰهِ‌ؕ

તેઓ = ذٰلِكَ

તે કારણે બેશક તેઓ = بِاَنَّهُمۡ

કુફ્ર કરનારા હતાં = كَانُوۡا يَكۡفُرُوۡنَ

અલ્લાહની આયતોથી = بِاٰيٰتِ اللّٰهِ

અને કતલ કરતાં હતાં = وَيَقۡتُلُوۡنَ

 નબીઓના = النَّبِيّٖنَ

 ના હક = بِغَيۡرِ الۡحَـقِّ‌ؕ

 તેઓ = ذٰلِكَ

 તે કારણે = بِمَا

તેઓએ નાફરમાની કરી = عَصَوا

અને તેઓ હતાં = وَّڪَانُوۡا

હદથી વધી જનારા = يَعۡتَدُوۡنَ

•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•


(61). અને જ્યારે તમે કહ્યું, ''હે મૂસા ! અમે એક જ જાતના ખોરાક ઉપર સંતોષ માની શકતા નથી. એટલા માટે તમે પોતાના રબથી દુઆ કરો કે અમારા માટે જમીનમાથી ઉગાડે શાકભાજી, કાકડી, ઘઉં, મસૂર, અને ડુંગળી" મૂસાએ કહ્યું કે શ્રેષ્ઠ વસ્તુઓના બદલામાં હલકી વસ્તુઓ શા માટે માંગો છો? ભલે, શહેરમાં જાઓ, અને ત્યાં તમને તમારી પંસદની બધી જ વસ્તુઓ  મળશે, છેવટે એમના પર અપમાન અને લાચારી નાંખી દેવામાં આવી, અને તેઓ અલ્લાહનો ક્રોધ લઈને પાછા ફર્યા, આ એટલા‌ માટે કે તેઓ અલ્લાહની આયતોને માનતા ન હતાં, અને નબીઓને નાહક કતલ કરતાં હતાં, આ તેમના હદથી વધી જવાનું પરિણામ છે.

•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•

 તફસીર(સમજૂતી)

•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•


આ ઘટના એ જ ક્ષેત્રની છે. જે ઉપરની આયતની તફસીરમા વર્ણન છે. 

મિસ્ર નો અર્થ અહીં ઇજિપ્તનુ મિસ્ર નથી, પરંતુ કોઈ એક શહેર છે.  મતલબ, અહીંથી કોઈપણ શહેરમાં જાઓ અને ત્યાં ખેતી કરો, પોતાની મનપસંદ શાકભાજી, કઠોળ ઉગાડો અને ખાઓ. 

જો કે તેમની આ માંગ અલ્લાહે આપેલ નેમતની નાશુક્રી હતી, જેથી તેમને કહેવામાં આવ્યું કે ત્યાં તમારી માંગણી પ્રમાણેની વસ્તુઓ મળી જશે.


ક્યાં તે નેમતો અને ઉપકારનું વર્ણન (જે ઉપર કરવામાં આવ્યું) ? ક્યાં તે અપમાન અને તિરસ્કૃત જે પાછળથી તેમના પર લાદવામાં આવી અને તેઓ અલ્લાહના ક્રોધનું ઉદાહરણ બની ગયા, ક્રોધ પણ રહમત(દયા)ની જેમ અલ્લાહનો ગુણ છે, જેનું અર્થઘટન કરીને તેનો અર્થ કાઢવો યોગ્ય નથી, અલ્લાહ તઆલા એવી રીતે જ ક્રોધિત થાય છે જે તેની શાનને લાયક છે તેનો કોઈ અર્થ કાઢવો યોગ્ય નથી.


આ અપમાન અને અલ્લાહના ક્રોધનું કારણ બતાવ્યું છે કે તેઓ અલ્લાહની આયતોનો ઈનકાર કરતાં અને અલ્લાહની તરફ બોલાવનાર અંબિયા અ.સ. નું અપમાન અને મજાક ઉડાવતાં આ જ કારણે અલ્લાહના ક્રોધના તેઓ હકદાર બન્યા, જેમ યહુદીઓએ આવું કૃત્ય કરીને અલ્લાહના ક્રોધના હકદાર થયાં,

 તો પછી આજના સમયમાં પણ જો કોઈ આ પ્રમાણે કરશે તો કેવી રીતે તેઓ અલ્લાહના ક્રોધથી બચશે? ચાહે તે કોઈપણ કોમનો હોય કે કોઈ પણ જગ્યાએથી હોય...

 

આ અપમાનતા અને તિરસ્કૃતનું બીજું કારણ નાફરમાની પણ છે એટલે કે જે કામથી તેમને રોકવામાં આવે તે કામ કરે છે. ફરમાબરદારી તે છે કે જેવી રીતે આદેશ આપવામાં આવ્યો હોય તે પ્રમાણે કરે પોતાના તરફથી ન કોઈ કમી કરે અને ન વધારો કરે, જે અલ્લાહને સખત નાપસંદ છે.

No comments:

Post a Comment