પારા નં:- 01| (02. સૂરહ બકરહ)
આયત નં:- 55-59
================
وَاِذۡ قُلۡتُمۡ يٰمُوۡسٰى لَنۡ نُّؤۡمِنَ لَـكَ حَتّٰى نَرَى اللّٰهَ جَهۡرَةً فَاَخَذَتۡكُمُ الصّٰعِقَةُ وَاَنۡتُمۡ تَنۡظُرُوۡنَ (55)
•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•
ثُمَّ بَعَثۡنٰكُمۡ مِّنۡۢ بَعۡدِ مَوۡتِكُمۡ لَعَلَّکُمۡ تَشۡكُرُوۡنَ (56)
================
આયત નં : 55
================
અને જ્યારે = وَاِذۡ
તમે લોકોએ કહ્યું = قُلۡتُمۡ
હે મુસા ! = يٰمُوۡسٰى
કદાપિ નહીં = لَنۡ
અમે ઈમાન લાવીશું = نُّؤۡمِنَ
તારા પર = لَـكَ
ત્યાં સુધી કે = حَتّٰى
અમે જોઈ લઈએ = نَرَى
અલ્લાહને = اللّٰهَ
જાહેરમાં = جَهۡرَةً
તો તમને પકડી લીધા = فَاَخَذَتۡكُمُ
(વીજળીના) કડાકાએ = الصّٰعِقَةُ
અને તમે જોઈ રહ્યા હતાં = وَاَنۡتُمۡ تَنۡظُرُوۡنَ
================
આયત નં : 56
================
પછી = ثُمَّ
અમે તમને જીવિત કર્યા = بَعَثۡنٰكُمۡ
તમારા મુત્યુ પછી = مِّنۡۢ بَعۡدِ مَوۡتِكُمۡ
જેથી તમે = لَعَلَّکُمۡ
બધા શુક્ર ગુજાર બની જાઓ = تَشۡكُرُوۡنَ
•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•
(૫૫) અને (તમે તે પણ યાદ કરો) જ્યારે તમે મૂસાને કહ્યું કે અમે તમારા પર કદાપી ઈમાન નહિ લાવીએ જ્યાં સુધી (પોતાની આંખોથી) અલ્લાહને જાહેરમાં ન જોઇ લઈએ, અને તે જ વખતે તમારાં જોતાં એક ભયંકર વિજળી કડાકા સાથે તમારી ઉપર પડી.
•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•
(૫૬) પછી તમે નિર્જીવ થઈને પડી ગયા હતા પરંતુ પછી અમે તમને જીવિત કર્યા, કે કદાચ (આ ઉપકાર પછી) તમે આભારી બની જાઓ.
•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•
તફસીર(સમજૂતી)
•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•
હઝરત મુસા(અ.સ.) 70 વ્યક્તિઓને તૂર પહાડ પર તૌરાત લેવા માટે સાથે લઈ ગયા, જ્યારે મુસા(અ.સ.) પાછા ફર્યા તો તેઓએ કહ્યું જ્યાં સુધી અમે અલ્લાહને પોતાની આંખોથી જોઈ ન લઈએ ત્યાં સુધી અમે તારી વાત પર યકીન કરવા તૈયાર નથી, જેના લીધે તેમના પર વિજળી પડી અને તેઓ મુત્યુ પામ્યા.
હવે મુસા(અ.સ.) પરેશાન થયા કે કૌમને હું શું જવાબ આપીશ અને દુઆ કરવા લાગ્યા, જેના લીધે અલ્લાહે દુઆ કબૂલ કરીને તેઓને ફરીથી જીવિત કરી દીધાં.
"તમારા જોતા એક ભયંકર વીજળીએ પકડી લીધા" એટલે કે શરૂઆતમાં જેમના પર વીજળી પડી પછીના લોકો તેને જોઈ રહ્યા હતાં છેવટે બધા લોકો મુત્યુ પામ્યા.
================
આયત નં : 57
================
وَظَلَّلۡنَا عَلَيۡکُمُ الۡغَمَامَ وَاَنۡزَلۡنَا عَلَيۡكُمُ الۡمَنَّ وَالسَّلۡوٰىؕ كُلُوۡا مِنۡ طَيِّبٰتِ مَا رَزَقۡنٰكُمۡؕ وَمَا ظَلَمُوۡنَا وَلٰـكِنۡ كَانُوۡآ اَنۡفُسَهُمۡ يَظۡلِمُوۡنَ (57)
•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•
અને અમે છાયડો કર્યો = وَظَلَّلۡنَا
તમારા પર વાદળોનો = عَلَيۡکُمُ الۡغَمَامَ
અને ઉતાર્યુ = وَاَنۡزَلۡنَا
તમારા પર મન્ન = عَلَيۡكُمُ الۡمَنَّ
અને સલ્વા = وَالسَّلۡوٰىؕ
તમે ખાઓ = كُلُوۡا
જે પવિત્ર(શુધ્ધ) વસ્તુ છે = مِنۡ طَيِّبٰتِ مَا
અમે રોજી આપી તમને = رَزَقۡنٰكُمۡؕ
અને નથી કર્યો તેઓએ = وَمَا ظَلَمُوۡنَا
અમારા પર ઝુલ્મ
પરંતુ = وَلٰـكِنۡ
તેઓ હતાં પોતાની જાત પર = كَانُوۡآ اَنۡفُسَهُمۡ
ઝુલ્મ કરનારાઓ = يَظۡلِمُوۡنَ
•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•
(૫૭) અમે તમારી ઉપર વાદળોનો છાંયડો કર્યો, અને મન્ન અને સલ્વાનો (ખોરાક) ઉતાર્યો અને તમને કહ્યું અમે આપેલ શુધ્ધ અને સ્વચ્છ વસ્તુઓ ખાઓ, અને તેઓએ અમારા પર ઝુલ્મ નથી કર્યો પરંતુ તેમણે જાતે જ પોતાની ઉપર ઝુલ્મ કર્યો.
•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•
તફસીર(સમજૂતી)
•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•
"અમે તમારી ઉપર વાદળોનો છાંયડો કર્યો"
સિનાઈના રણમાં તેમની પાસે ખાવા માટે કંઈ નહોતું અને રણમાં સૂર્યનો તાપ તેમને બાળી નાખતો હતો, તેથી અલ્લાહે તેમને એક ખાસ પ્રકારના વાદળનો પડછાયો આપ્યો.
"મન્ન અને સલ્વાનો (ખોરાક) ઉતાર્યો"
મન્ન એટલે કેટલાકના મતે વૃક્ષો અને ખડકો પર પડતું ઝાકળ જે મધ જેવું મીઠું હોય છે અને ગુંદરની જેમ સુકાઈ જાય છે. કેટલાકના માટે તે મધ અથવા મધુર પાણી છે.
બુખારી અને મુસ્લિમ વગેરેમાં એક હદીસ છે કે મશરૂમ એ મન્નનો પ્રકાર છે જે હઝરત મુસા (અ.સ.) પર અવતરિત થયું હતું, આનો અર્થ એ છે કે જે રીતે બનીઈસરાઈલ તે ખોરાક મહેનત કર્યા વિના મેળવતા હતા, તેવી જ રીતે મશરૂમ પણ વિના મહેનતે ઉત્પન્ન થાય છે, એટલે કે કોઈના વાવ્યા વગર ઉત્પન્ન થાય છે. સલવા એ તીતર અથવા ચકલી જેવું પક્ષી હતું જેને કાપીને ખાઈ જતા હતાં.
================
આયત નં : 58
================
وَاِذۡ قُلۡنَا ادۡخُلُوۡا هٰذِهِ الۡقَرۡيَةَ فَکُلُوۡا مِنۡهَا حَيۡثُ شِئۡتُمۡ رَغَدًا وَّادۡخُلُوا الۡبَابَ سُجَّدًا وَّقُوۡلُوۡا حِطَّةٌ نَّغۡفِرۡ لَـكُمۡ خَطٰيٰكُمۡؕ وَسَنَزِيۡدُ الۡمُحۡسِنِيۡنَ (58)
•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•
અને જ્યારે અમે કહ્યું = وَاِذۡ قُلۡنَا
તમે દાખલ થાઓ = ادۡخُلُوۡا
આ વસ્તીમાં = هٰذِهِ الۡقَرۡيَةَ
પછી તમે કહેજો = فَکُلُوۡا
આમાં = مِنۡهَا
જ્યાં થી = حَيۡثُ
તમે ચાહો = شِئۡتُمۡ
સ્વતંત્રતાથી = رَغَدًا
અને તમે બધા દાખલ થઈ જાઓ = وَّادۡخُلُوا
દરવાજામાં = الۡبَابَ
સિજદો કરતાં = سُجَّدًا
અને તમે કહેજો = وَّقُوۡلُوۡا
માફ કરી દે = حِطَّةٌ
અમે માફ કરી દઈશું તમને = نَّغۡفِرۡ لَـكُمۡ
તમારી ખતાઓ = خَطٰيٰكُمۡؕ
અને ટૂંક સમયમાં જ = وَسَنَزِيۡدُ
અમે વધારે આપીશું
દરેક નેકી કરનારાઓને = الۡمُحۡسِنِيۡنَ
•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•
(૫૮) અને જ્યારે અમે કહ્યું તમે લોકો આ વસ્તી (જે તમારી સમક્ષ છે) તેમાં દાખલ થઈ જાઓ અને જે ઈચ્છો, જ્યાંથી ઈચ્છો તે મુક્તપણે ખાઓ પરંતુ વસ્તીના દરવાજામાં સજદો કરીને દાખલ થજો અને હિત્તતુન હિત્તતુન (અમને માફ કરી દે) કહેતા જજો અમે તમારા ગુનાહ માફ કરી દઈશું અને ટૂંક સમયમાં સદાચારીઓને અમે ખૂબ વધારે આપીશુ.
•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•
તફસીર(સમજૂતી)
•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•
મોટા ભાગના મુફસ્સીરિન(ટીકાકારો)ના મતે, આ વસ્તીથી આશય બયતુલ અલ-મુક્કદીસ છે.
કેટલાકે સિજદાનો એ મતલબ લીધો છે કે નમીને દાખલ થવું અને કેટલાકે શુક્રનો સિજદાનો અર્થ લીધો છે. મતલબ એ છે કે અલ્લાહની બારગાહમાં આજીજી અને નમ્રતાથી દાખલ થવું
શબ્દ حِطَّةٌ એટલે અમને માફ કરી દે.
================
આયત નં : 59
================
فَبَدَّلَ الَّذِيۡنَ ظَلَمُوۡا قَوۡلاً غَيۡرَ الَّذِىۡ قِيۡلَ لَهُمۡ فَاَنۡزَلۡنَا عَلَى الَّذِيۡنَ ظَلَمُوۡا رِجۡزًا مِّنَ السَّمَآءِ بِمَا كَانُوۡا يَفۡسُقُوۡنَ (59)
•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•
પછી બદલી નાખી = فَبَدَّلَ
તેઓએ = الَّذِيۡنَ
ઝુલ્મ કર્યો = ظَلَمُوۡا
વાતને = قَوۡلاً
વગર તેના જે = غَيۡرَ الَّذِىۡ
કહેવામાં આવી = قِيۡلَ
તેઓને = لَهُمۡ
પછી અમે ઉતાર્યો = فَاَنۡزَلۡنَا
તેમના પર = عَلَى
જેઓએ ઝુલ્મ કર્યો = الَّذِيۡنَ ظَلَمُوۡا
આકાશ થી અઝાબ = رِجۡزًا مِّنَ السَّمَآءِ
તે કારણે જે = بِمَا
નાફરમાની તેઓ = كَانُوۡا يَفۡسُقُوۡنَ
કરી રહ્યા હતાં
•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•
(૫૯) પરંતુ જે વાત તેમને કેહવામા આવી હતી જાલિમોઓએ તેને બદલી નાખી અમે પણ જાલિમો પર આકાશમાંથી અઝાબ ઉતાર્યો આ સજા હતી એ નાફરમાનીઓની જે તેઓ કરી રહ્યા હતા.
•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•
તફસીર(સમજૂતી)
•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•
આ વાતની સ્પષ્ટતા એક હદીસમાં આવી છે જે સહીહ બુખારી અને સહીહ મુસ્લિમ વગેરેમાં છે. નબી ﷺ ફરમાવ્યું: તેઓને સિજદો કરીને પ્રવેશવાનો આદેશ આપવામાં આવ્યો હતો, પરંતુ તેઓ તેમના માથાને જમીન પર ખેંચીને પ્રવેશ્યા અને હુકમનું પાલન કરવાને બદલે તેઓએ તેમનો ઘમંડ અને બળવો જે તેમનામાં પૈદા થયો હતો, અને તેઓએ કરેલી હુકમે ઈલાહીની ઠેકડી અને મશ્કરીનો આના પરથી અંદાજો કરી શકાય છે, હકીકત એ છે કે જ્યારે કોઈ કૌમ ચારિત્ર્યની દ્રષ્ટિએ પતન પામે છે, ત્યારે તેનો મામલો પછી હુકમે ઈલાહી સાથે આવો જ હોય છે.
આ આસમાની અઝાબ શું હતો?
કેટલાકે અઝાબથી આશય પ્લેગની બિમારી કહી છે. આ વાતનું અર્થઘટન એક હદીસ દ્વારા સમર્થન મળે છે. નબી ﷺ એ ફરમાવ્યું: "આ પ્લેગની બિમારી અઝાબનો એક ભાગ છે જે તમારા પહેલા કેટલાક લોકો પર આવ્યો હતો." જો તમારી હાજરીમાં આ પ્લેગ કોઈપણ જગ્યાએ ફેલાય તો ત્યાંથી ન નીકળશો, અને જો તમને કોઈ અન્ય વિસ્તાર વિશે ખબર મળે કે ત્યાં પ્લેગ છે, તો ત્યાં ન જશો.
No comments:
Post a Comment