પારા નં:- 01| (02. સૂરહ બકરહ)
આયત નં:- 35-36
==================
وَقُلۡنَا يٰٓـاٰدَمُ اسۡكُنۡ اَنۡتَ وَزَوۡجُكَ الۡجَـنَّةَ وَكُلَا مِنۡهَا رَغَدًا حَيۡثُ شِئۡتُمَا وَلَا تَقۡرَبَا هٰذِهِ الشَّجَرَةَ فَتَكُوۡنَا مِنَ الظّٰلِمِيۡنَ (35)
•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•
فَاَزَلَّهُمَا الشَّيۡطٰنُ عَنۡهَا فَاَخۡرَجَهُمَا مِمَّا كَانَا فِيۡهِ وَقُلۡنَا اهۡبِطُوۡا بَعۡضُكُمۡ لِبَعۡضٍ عَدُوٌّ ۚ وَلَـكُمۡ فِى الۡاَرۡضِ مُسۡتَقَرٌّ وَّمَتَاعٌ اِلٰى حِيۡنٍ (36)
•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•
અને અમે કહ્યું = وَقُلۡنَا
હે આદમ = يٰٓـاٰدَمُ
તમે રહો = اسۡكُنۡ اَنۡتَ
અને તમારી પત્ની = وَزَوۡجُكَ
જન્નતમાં = الۡجَـنَّةَ
અને તમે બન્ને ખાઓ-પીઓ આમાં = وَكُلَا مِنۡهَا
સુકુન થી = رَغَدًا
જ્યાંથી તમે ચાહો = حَيۡثُ شِئۡتُمَا
અને ન તમે નજીક જશો = وَلَا تَقۡرَبَا
આ ઝાડની = هٰذِهِ الشَّجَرَةَ
તો પછી તમે થઈ જશો = فَتَكُوۡنَا
જાલિમોમાંથી = مِنَ الظّٰلِمِيۡنَ
•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•
આયત : 36
•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•
બસ ફોસલાવી દીધાં બન્નેને = فَاَزَلَّهُمَا
શયતાને = الشَّيۡطٰنُ
આનાથી = عَنۡهَا
બસ કઢાવી દીધાં બન્નેને = فَاَخۡرَجَهُمَا
એમાંથી જેમાં બન્ને હતાં = مِمَّا كَانَا فِيۡهِ
અને અમે કહ્યું = وَقُلۡنَا
તમે બધા ઉતરો = اهۡبِطُوۡا
તમે એકબીજાના = بَعۡضُكُمۡ لِبَعۡضٍ
દુશ્મન છો = عَدُوٌّ
અને તમારા માટે = وَلَـكُمۡ
ધરતી પર રોકાવવાનુ છે = فِى الۡاَرۡضِ مُسۡتَقَرٌّ
ફાયદો ઉઠાવવાનો છે = وَّمَتَاعٌ
નિર્ધારિત સમય સુધી = اِلٰى حِيۡنٍ
•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•
(35). અને અમે કહી દીધું, હે આદમ! તમે અને તમારી પત્ની જન્નતમાં રહો અને જ્યાંથી ઈચ્છો પેટ ભરીને ખાઓ- પીઓ, પરંતુ આ ઝાડ નજીક પણ ન જશો, નહિંતર જાલિમ થઈ જશો.
(36). પરંતુ શયતાને તેમને ફોસલાવીને ત્યાંથી કઢાવી જ દીધા, અને અમે કહી દીધું કે "ઉતરો" તમે એકબીજાના દુશ્મન છો, અને એક નિર્ધારિત સમય સુધી ધરતી પર રોકાવવાનુ અને ફાયદો ઉઠાવવાનો છે.
•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•
તફસીર(સમજૂતી)
•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•
"તમે અને તમારી પત્ની જન્નતમાં રહો"
આ હઝરત આદમ અ.સ. ની ત્રીજી ફઝીલત છે કે જન્નતને તેમના માટે નિવાસ્થાન બનાવ્યું.
"પરંતુ આ ઝાડ નજીક પણ ન જશો"
આ ઝાડ શેનું હતું? તે વિષે કુરઆન કે હદીસમાં કોઈ સ્પષ્ટતા નથી કરી અને ઝાડ વિષે જાણવાની કોઈ જરૂર કે ફાયદો પણ નથી.
(અહસનુલ બયાન)
"શયતાને તેમને ફોસલાવીને ત્યાંથી કઢાવી જ દીધા..."
શયતાન જન્નતમાં દાખલ થઈને રૂબરૂ તેમને ફોસલાવી દીધાં કે પછી વસવસાથી તે બાબતમાં કોઈ સ્પષ્ટતા નથી.
પરંતુ આ સ્પષ્ટ છે કે જેમ સિજદાના આદેશ સમયે તેણે અલ્લાહના આદેશના વિરોધમાં અનુમાનથી કામ કરીને સિજદાનો ઈન્કાર કર્યો તેવી જ રીતે આ મૌકા પર અલ્લાહ તઆલાનો આદેશ (وَلَا تَقْرَبَا એટલે કે આ ઝાડ નજીક ન જશો) નું અર્થઘટન કરીને હઝરત આદમને બહકાવવામા સફળ થઈ ગયો.
જેની તફસીર સૂરહ આરાફમાં આવશે અને અલ્લાહના આદેશના વિરોધમાં અનુમાન તથા અર્થઘટન પણ સૌથી પહેલાં શેતાને કર્યું.
"તમે એકબીજાના દુશ્મન છો"
આશય આદમ અ.સ. અને શેતાન છે જે એકબીજાના દુશ્મન છે... (અહસનુલ બયાન)
તથા આદમ અ.સ. ની તમામ સંતાનો... (સૂરહ કહફ :50)
اِلٰى حِيْنٍ:
"નિર્ધારિત સમય સુધી" એટલે કે મૌત સુધી
No comments:
Post a Comment