Thursday, January 25, 2024

2: 37 આદમ અ.સ. ની તૌબા...

  પારા નં:- 01| (02. સૂરહ બકરહ)

આયત નં:- 37

==================


فَتَلَقّٰٓى اٰدَمُ مِنۡ رَّبِّهٖ كَلِمٰتٍ فَتَابَ عَلَيۡهِ‌ؕ اِنَّهٗ هُوَ التَّوَّابُ الرَّحِيۡمُ‏ (37)

•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•

પછી શીખી લીધાં = فَتَلَقّٰٓى

 

આદમ અ.સ. એ = اٰدَمُ

 

પોતાના રબથી = مِنۡ رَّبِّهٖ

 

કેટલાક કલમા = كَلِمٰتٍ

 

પછી વ્યસ્ત થઈ ગયા = فَتَابَ

 

એના‌ પર (એટલે તૌબા કરવામાં) = عَلَيۡهِ‌ؕ

 

બેશક તે જ તૌબા કબુલ = اِنَّهٗ هُوَ التَّوَّابُ

 કરવાવાળો છે 


ઘણો જ કૃપાળુ છે = الرَّحِيۡمُ‏

•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•

(37). (હઝરત) આદમ અ.સ. એ પોતાના રબ પાસેથી કેટલાક કલમા શીખીને તૌબા કરી લીધાં, તો અલ્લાહ તઆલાએ તેમની તૌબા‌ કબુલ કરી લીધી, બેશક તે જ તૌબા‌ કબુલ કરવાવાળો ઘણો જ કૃપાળુ છે.

•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•

 તફસીર(સમજૂતી)

•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•


જ્યારે હઝરત આદમ (અ.સ.) અફસોસમાં ડુબીને આ દુનિયામાં આવ્યા તો તૌબા અને ઈસ્તિગ્ફાર માં વ્યસ્ત થઈ ગયા અને આવા સમયે પણ અલ્લાહ તઆલાએ માર્ગદર્શન અને મદદ આપી અને તૌબા કરવા માટેના શબ્દો શીખવ્યા જેનું વર્ણન અલ-અરાફમાં કરવામાં આવ્યું છે.

(رَبَّنَا ظَلَمْنَآ اَنْفُسَنَا ۫وَاِنْ لَّمْ تَغْفِرْ لَنَا وَتَرْحَمْنَا لَنَكُوْنَنَّ مِنَ الْخٰسِرِيْنَ ) 

(સૂરહ આરાફ : 23)


કેટલાક લોકો અહીં મનઘડત અને જૂઠી રિવાયત કરે છે કે, હઝરત આદમ અ.સ. એ અર્શ પર...

لَا اِلٰہ اِلَا اللّٰہ مَحَمَد رَّسُوْلُ اللّٰہ

લખાણ જોયું તો મુહમ્મદ ﷺ ના વસીલાથી દુઆ માંગી તો અલ્લાહએ તેમને માફ કરી દીધા,

આ રિવાયતની કોઈ દલીલ નથી અને કુરઆનના વિરુદ્ધ પણ છે કારણ કે અલ્લાહે બતાવેલ તરીકાથી વિરુધ્ધ છે. તમામ અંબીયા અ.સ. એ હંમેશા અલ્લાહથી જ દુઆ કરી છે, કોઈ નબી, વલી, બુઝર્ગનો વાસ્તો અને વસીલો નથી પકડ્યો એટલા માટે નબી ﷺ  સહીત તમામ અંબીયા અ.સ.નો દુઆનો તરીકો એ જ છે કે તેઓ અલ્લાહની બારગાહમાં દુઆ કરે છે.

(અહસનુલ બયાન)

  فَتَابَ عَلَيْهِ:  

તૌબા‌ કરવા માટે જરૂરી ત્રણ વસ્તુઓ (૧). પોતાના ગુનાહનો એહસાસ, (૨). તેના પર અફસોસ, અને (૩). પછી તે ગુનાહ ન કરવાનો પુખ્ત ઈરાદો...

  التَّوَّابُ الرَّحِيْمُ

આનાથી મોટી મહેરબાની શું હોય શકે કે દુઆ શીખવાડી પછી તેને કબૂલ પણ કરી લીધી.

 (તફસીર અલ કુરઆન)

No comments:

Post a Comment