Tuesday, December 19, 2023

2: 34 સન્માનિત સિજદો...

 પારા નં:- 01| (02. સૂરહ બકરહ)

આયત નં:- 34

==================


وَاِذۡ قُلۡنَا لِلۡمَلٰٓئِكَةِ اسۡجُدُوۡا لِاٰدَمَ فَسَجَدُوۡٓا اِلَّاۤ اِبۡلِيۡسَؕ اَبٰى وَاسۡتَكۡبَرَ وَكَانَ مِنَ الۡكٰفِرِيۡنَ (34)

•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•

અને જ્યારે = وَاِذۡ

 

અમે કહ્યું = قُلۡنَا

 

ફરિશ્તાઓને = لِلۡمَلٰٓئِكَةِ

 

તમે બધા સિજદો કરો = اسۡجُدُوۡا

 

આદમને = لِاٰدَمَ

 

તો દરેકે સિજદો કર્યો = فَسَجَدُوۡٓا

 

સિવાય ઈબલીસે = اِلَّاۤ اِبۡلِيۡسَؕ

 

તેણે ઈનકાર કર્યો = اَبٰى

 

અને ઘમંડ કર્યું = وَاسۡتَكۡبَرَ

 

અને તે થઈ ગયો = وَكَانَ

 

કાફિરોમાં = مِنَ الۡكٰفِرِيۡنَ

•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•

(34). અને જ્યારે અમે ફરિશ્તાઓને  કહ્યું કે આદમને સિજદો કરો, તો ઈબલીસના‌ સિવાય બધાએ સિજદો કર્યો. તેણે ઈન્કાર કર્યો, અને ઘમંડ કર્યું અને તે કાફિરો માં (શામિલ) થઈ ગયો.

•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•

 તફસીર(સમજૂતી)

•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•


"આદમને સિજદો કરો..."

ઈલ્મ(જ્ઞાન) ફઝીલત આપ્યાં પછી હઝરત આદમ અ.સ. નું આ બીજું સન્માન હતું.


સિજદો એટલે જમીન પર‌ પેશાની ટેકવી...

આવો સિજદો ઈસ્લામિક શરિયત(કાનૂન)માં અલ્લાહ તઆલા સિવાય કોઈના માટે માન્ય નથી... 

ફરિશ્તાઓએ અલ્લાહના હુકમથી‌ આદમને સિજદો કર્યો જેથી તેમનુ સન્માન અને ફઝીલત સ્પષ્ટ થઈ જાય, કારણકે આ સિજદો સન્માન અને આદરના સ્વરૂપે હતો ન કે ઈબાદત માટે...

હવે તો સન્માન માટે પણ કોઈને સિજદો કરવો માન્ય નથી...(અહસનુલ બયાન)


અબ્દુલ્લાહ બિન અબી ઉફી રઝી. વર્ણન કરે છે કે જ્યારે મુઆઝ રઝી. સીરિયાથી પાછા ફર્યા, ત્યારે તેમણે નબી(ﷺ)ને સિજદો કર્યો, નબી ﷺ એ ફરમાવ્યું: "મુઆઝ આ શું છે?"

તેમણે કહ્યું હું શામ(સિરયા) ગયો તો મેં જોયું કે (ત્યાંના લોકો) પોતાના પાદરીઓને અને મોટા આગેવાનોને સિજદો કરે છે, તો મેં દિલમાં ચાહ્યું કે અમે પણ આપની સાથે આવી રીતે કરીએ,

તો નબી ﷺ એ ફરમાવ્યું: તમે આવું કામ ન કરો કારણ કે જો હું કોઈને સિજદો કરવાનો હુકમ આપતો તો ઔરતને હુકમ આપતો કે તે પોતાના પતિને સિજદો કરે" (ઈબ્ને માજા, 1853) 

પરંતુ અફસોસ કે જાહીલ મુસલમાનો પોતાના પીરો, બાબાઓ અને મજારો પર હાજરી આપે છે તો તેમને સિજદો કરે છે અને તેઓ પણ ખામોશ રહીને લોકોને આવા કરતૂતો કરવામાં પ્રેરિત કરે છે


"ઈબલીસના‌ સિવાય બધાએ સિજદો કર્યો"

ઈબલીસે સિજદો કરવાથી ઈન્કાર કર્યો, ઈબલીસ જીન્નોમાંથી હતો પરંતુ અલ્લાહે તેને ફરિશ્તાઓ સાથે સામેલ કરી રાખ્યો હતો એટલા માટે અલ્લાહનો હુકમ તેના‌ માટે પણ જરૂરી હતો કે તે સિજદો કરે અને તેણે હસદ અને ઘમંડના કારણે ઈન્કાર કર્યો, હસદ‌ અને ઘમંડ જેવા ગુનાહની શરૂઆત સૌથી પહેલાં ઈબલીસે કરી.


અબ્દુલ્લાહ બિન મસઉદ રઝી. બયાન કરે છે કે રસૂલુલ્લાહ ﷺ એ ફરમાવ્યું: "તે વ્યક્તિ જન્નતમાં નહીં જાય જેના દિલમાં ઝર્રા બરાબર પણ તકબ્બૂર(ઘમંડ) હશે. (સહીહ મુસ્લિમ, ૨૬૬)


No comments:

Post a Comment