પારા નં:- 01| (02. સૂરહ બકરહ)
આયત નં:- 31-33
==================
وَعَلَّمَ اٰدَمَ الۡاَسۡمَآءَ كُلَّهَا ثُمَّ عَرَضَهُمۡ عَلَى الۡمَلٰٓئِكَةِ فَقَالَ اَنۡۢبِـئُوۡنِىۡ بِاَسۡمَآءِ هٰٓؤُلَآءِ اِنۡ كُنۡتُمۡ صٰدِقِيۡنَ (31)
قَالُوۡا سُبۡحٰنَكَ لَا عِلۡمَ لَنَآ اِلَّا مَا عَلَّمۡتَنَا ؕ اِنَّكَ اَنۡتَ الۡعَلِيۡمُ الۡحَكِيۡمُ (32)
قَالَ يٰٓـاٰدَمُ اَنۡۢبِئۡهُمۡ بِاَسۡمَآئِهِمۡۚ فَلَمَّآ اَنۡۢبَاَهُمۡ بِاَسۡمَآئِهِمۡۙ قَالَ اَلَمۡ اَقُل لَّـكُمۡ اِنِّىۡٓ اَعۡلَمُ غَيۡبَ السَّمٰوٰتِ وَالۡاَرۡضِۙ وَاَعۡلَمُ مَا تُبۡدُوۡنَ وَمَا كُنۡتُمۡ تَكۡتُمُوۡنَ (33)
•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•
આયત નં 31
==========
અને તેણે શીખવાડ્યું = وَعَلَّمَ
આદમને = اٰدَمَ
નામ = الۡاَسۡمَآءَ
તે બધા = كُلَّهَا
પછી તેને રજૂ કરી = ثُمَّ عَرَضَهُمۡ
ફરિશ્તાઓ પર = عَلَى الۡمَلٰٓئِكَةِ
પછી તેણે કહ્યું = فَقَالَ
બતાવો તમે બધા = اَنۡۢبِـئُوۡنِىۡ
આના નામ = بِاَسۡمَآءِ هٰٓؤُلَآءِ
જો તમે સાચા છો = اِنۡ كُنۡتُمۡ صٰدِقِيۡنَ
•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•
આયત નં:- 32
===========
તેઓએ કહ્યું = قَالُوۡا
તું પાક છું = سُبۡحٰنَكَ
નથી કોઈ જ્ઞાન અમને = لَا عِلۡمَ لَنَآ
પરંતુ જે = اِلَّا مَا
તે અમને શીખવ્યું = عَلَّمۡتَنَا ؕ
બેશક = اِنَّكَ
તું જ સંપૂર્ણ જાણકાર છું = اَنۡتَ الۡعَلِيۡمُ الۡحَكِيۡمُ
•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•
આયત નં:- 33
===========
તેણે કહ્યું = قَالَ
હે આદમ = يٰٓـاٰدَمُ
તેમને બતાવો = اَنۡۢبِئۡهُمۡ
એના નામ = بِاَسۡمَآئِهِمۡۚ
તો જ્યારે = فَلَمَّآ
(આદમે) તેમને બતાવી દીધા = اَنۡۢبَاَهُمۡ
તે બધાના નામ = بِاَسۡمَآئِهِمۡۙ
તેણે(અલ્લાહે)કહ્યું = قَالَ
શું નહોતું! = اَلَمۡ
મૈં કહ્યું હતું તમને = اَقُل لَّـكُمۡ
બેશક હું જાણું છું = اِنِّىۡٓ اَعۡلَمُ
પરોક્ષ જ્ઞાન = غَيۡبَ
આકાશો અને જમીનનું = السَّمٰوٰتِ وَالۡاَرۡضِۙ
અને હું જાણું છું = وَاَعۡلَمُ
જે તમે જાહેર કરો છો = مَا تُبۡدُوۡنَ
અને જે = وَمَا
તમે છુપાવો છો = كُنۡتُمۡ تَكۡتُمُوۡنَ
•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•
(31). અને અલ્લાહ તઆલાએ આદમને દરેકના નામ શીખવાડીને તે વસ્તુઓને ફરિશ્તાઓના સામે હાજર કરીને ફરમાવ્યું, જો તમે સાચા છો તો આ વસ્તુઓના નામ બતાવો.
(32). તે બધાએ કહ્યું અય અલ્લાહ! તારી જાત પાક છે અમને તો ફક્ત એટલું જ જ્ઞાન છે જેટલું તે અમને શીખવાડ્યું છે, સંપૂર્ણ જ્ઞાન અને હિકમતવાળો તો તુ જ છું.
(33). અલ્લાહ તઆલાએ આદમ(અ.સ.)ને ફરમાવ્યું કે તમે આના નામ બતાવો, જ્યારે તેમણે (એટલે કે આદમ અ.સ. એ) બતાવી દીધા તો (અલ્લાહે) ફરમાવ્યું મેં તમને (પહેલાં જ) ન કહ્યું હતું કે જમીન અને આકાશનું પરોક્ષ જ્ઞાન હું જ જાણું છું અને મારા જ્ઞાનમાં છે જે તમે જાહેર કરો અને જે છુપાવો છો.
•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•
તફસીર(સમજૂતી)
•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•
આયત નં 31 માં શબ્દ بِاَسۡمَآئِهِمۡۙ
અલ્લાહે આદમને દરેકના નામ શીખવાડીને...
"અસ્મા" (એટલે કે નામ)થી આશય (વ્યક્તિઓ અને વસ્તુઓ) ના નામો અને તેની વિશેષતાઓ અને ફાયદાઓનુ જ્ઞાન છે, જે અલ્લાહે હઝરત આદમના દિલમાં ઉતાર્યુ અથવા વહી દ્વારા શીખવ્યું હતું. પછી જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે આદમ (અ.સ.) તેમના નામ જણાવો, તો તેમણે તરત જ તેના નામ જણાવી દીધા જે ફરિશ્તાઓ ન બતાવી શક્યા હતા. આ રીતે, અલ્લાહે ફરિશ્તાઓને આદમને બનાવવાની હિકમત સમજાવી. (અહસનુલ બયાન)
મનુષ્યોને ફરિશ્તાઓ કરતાં જે વધારાનુ વસ્તુ(વિષે જ્ઞાન)તથા અકલ આપી હતી તે જમીનની દરેક વસ્તુઓના નામ તથા તેના ગુણધર્મ અને તેનું મહત્વ અને ઉપયોગનું જ્ઞાન, જેના હોવાના કારણે અજાણતી વાતો કે વસ્તુઓ સુધી પહોંચવા (સંશોધન અથવા અનુમાન) કરવાની શક્તિ કે ક્ષમતા, જમીન પર ખિલાફતની વ્યવસ્થાને કાયમ કરવા માટે આ ક્ષમતા ખૂબ જરૂરી હતી જે ફરિશ્તાઓમાં ન હતી.(તયસુરુલ કુરઆન)
બીજું કે દુનિયાની સીસ્ટમ (વ્યવસ્થા)ને ચલાવવા માટે જ્ઞાનનું મહત્વ અને વિશેષતા સમજાવી. જ્યારે આ હિકમત(શાણપણ) અને મહત્વ ફરિશ્તાઓને સ્પષ્ટ થયું ત્યારે તેઓએ પોતાની અજ્ઞાનતાની ભૂલ સ્વીકારી લીધી. ફરિશ્તાઓની આ કબૂલાતથી એ પણ સ્પષ્ટ થઈ ગયું કે ઈલ્મે-ગૈબ(પરોક્ષ જ્ઞાન) માત્ર અલ્લાહને જ ખબર છે અને અલ્લાહના નેક બદાઓને પણ એટલું જ જ્ઞાન હોય છે જેટલું અલ્લાહે તેમને આપ્યું હોય.
(નોંધ:- અલ્લાહના નેક બદાઓથી આશય રસૂલો અને પયગંબરો) (અહસનુલ બયાન)
જ્યારે ફરિશ્તાઓને આદમના જ્ઞાન વિશે ખબર પડી અને તેઓએ પોતાની અજ્ઞાનતાનો સ્વીકાર કર્યો, ત્યારે અલ્લાહે ફરિશ્તાઓને તે કહ્યું જે તેઓ જાણતા ન હતા, અને તે એ હતું કે જો મનુષ્યમાં લાલચ અને દુષ્ટતાનું પાસું હોય, તો ભલાઈ પણ છે અને ભલાઈ પ્રભાવશાળી છે.
એટલા માટે જ તેને ખલીફા બનાવવામાં આવી રહ્યો છે અને તે પોતાની બૌદ્ધિક શ્રેષ્ઠતાને કારણે તેને લાયક છે.
આ વાત પરથી એ સ્પષ્ટ થાય છે કે ઈબાદત કરતાં જ્ઞાન શ્રેષ્ઠ છે. ઈબાદતનો સંબંધ માત્ર મખલૂક(પ્રાણી)થી જ છે. જ્યારે કે જ્ઞાનનો સંબંધ સર્જનહાર અને મખલૂક(પ્રાણી) બંને સાથે છે અને સૌથી મોટો આલીમ(વિદ્વાન) અને જાણનાર માત્ર અલ્લાહ જ છે. બેશક મનુષ્ય ફરિશ્તાઓ જેટલી ઈબાદત કરી શકતો નથી. જો કે, જ્ઞાનના આધારે, તેને ફરિશ્તાઓથી શ્રેષ્ઠ જાહેર કરવામાં આવ્યો અને તેને ખિલાફતનો હકદાર બનાવ્યો. (તયસુરુલ કુરઆન)
રહી એ વાત કે ફરિશ્તાઓને શા માટે આ જ્ઞાન આપવામાં આવ્યું ન હતું અને શા માટે તેમને જમીનની ખિલાફત સોંપવામાં આવી ન હતી, તો આની હિકમત માત્ર અલ્લાહ સર્વશક્તિમાન સારી રીતે જાણે છે. ફરમાવ્યું:
اِنِّيْۤ اَعْلَمُ مَا لَا تَعْلَمُوْنَ
"બેશક જે હું જાણું છું તે તમે નથી જાણતા"
આના પરથી જાણવા મળે છે કે ફરિશ્તાઓને પણ ઈલ્મે-ગૈબ(પરોક્ષજ્ઞાન) ન હતું...
આયશા રઝી. એ કહ્યું: "જે કોઈ તમને કહે કે નબી ﷺ ઈલ્મે-ગૈબ જાણતા હતા, તો તેણે નિઃશંકપણે જૂઠું કહ્યું છે. અલ્લાહ, સર્વોચ્ચ, કહે છે કે તેના સિવાય કોઈ ઈલ્મે-ગૈબ જાણતું નથી. " [સહીહ બુખારી, અત્-તૌહીદ, હદીસ નંબર: 7380]
No comments:
Post a Comment