Monday, September 25, 2023

2:25 ઈમાનવાળાઓ માટે ખુશખબરી...

 પારા નં:- 01| (02. સૂરહ બકરહ)

આયત નં:- 25

==================


وَبَشِّرِ الَّذِيۡنَ اٰمَنُوۡا وَ عَمِلُوا الصّٰلِحٰتِ اَنَّ لَهُمۡ جَنّٰتٍ تَجۡرِىۡ مِنۡ تَحۡتِهَا الۡاَنۡهٰرُ‌ؕ ڪُلَّمَا رُزِقُوۡا مِنۡهَا مِنۡ ثَمَرَةٍ رِّزۡقًا ‌ۙ قَالُوۡا هٰذَا الَّذِىۡ رُزِقۡنَا مِنۡ قَبۡلُ وَاُتُوۡا بِهٖ مُتَشَابِهًا ‌ؕ وَلَهُمۡ فِيۡهَآ اَزۡوَاجٌ مُّطَهَّرَةٌ ‌ۙ وَّهُمۡ فِيۡهَا خٰلِدُوۡنَ (25)

•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•

અને ખુશખબરી આપો = وَبَشِّرِ

એ લોકોને જેઓ = الَّذِيۡنَ

ઈમાન લાવ્યા = اٰمَنُوۡا

અને તેઓએ કાર્ય કર્યા = وَ عَمِلُوا

નેક = الصّٰلِحٰتِ

કે બેશક = اَنَّ

તેમના માટે જન્નત = لَهُمۡ جَنّٰتٍ

વહે છે = تَجۡرِىۡ

તેની‌ નીચેથી નહેરો = مِنۡ تَحۡتِهَا الۡاَنۡهٰرُ‌ؕ 

જ્યારે તેઓને આપવામાં આવશે=ڪُلَّمَا رُزِقُوۡا 

એનાથી = مِنۡهَا

કોઈ ફળોથી = مِنۡ ثَمَرَةٍ 

રોજી = رِّزۡقًا ‌ۙ 

(તો)તેઓ કહેશે = قَالُوۡا

આ(તો તે જ છે) જે = هٰذَا الَّذِىۡ 

અમને રોજી આપેલી = رُزِقۡنَا

આનાથી પહેલાં (દુનિયામાં) = مِنۡ قَبۡلُ

અને તેઓને આપવામાં આવશે = وَاُتُوۡا

એનાથી = بِهٖ

મલતા-જુલતા =  ‌مُتَشَابِهًا

અને તેમના માટે = وَلَهُمۡ

તેમાં = فِيۡهَآ

પવિત્ર પત્નીઓ = اَزۡوَاجٌ مُّطَهَّرَةٌ ‌ۙ 

અને તેઓ = وَّهُمۡ

તેમાં હંમેશા માટે રહેશે = فِيۡهَا خٰلِدُوۡنَ

•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•

(25). અને ઈમાનવાળાઓ તથા નેક કામ કરનારાઓને તે જન્નતની ખુશખબરી આપો જેની નીચે નહેરો વહે છે. જ્યારે પણ તેમને તે ફળો ખાવા માટે આપવામાં આવશે જે (દુનિયાના ફળોથી) મલતા-જૂલતા હશે તો કહેશે આ તે જ (વસ્તુ) છે જે અમને આના પહેલાં(દુનિયામાં) આપ્યાં હતાં, અને તેમના માટે પવિત્ર પત્નીઓ હશે અને તેઓ તેમાં હંમેશા રહેશે.

•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•

 તફસીર(સમજૂતી)

•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•

وَبَشِّرِ الَّذِيۡنَ اٰمَنُوۡا وَ عَمِلُوا الصّٰلِحٰتِ

ખુશખબરી આપો...

પણ કોને...? જેઓ ઈમાન લાવ્યા તથા નેક અમલ કર્યા તેમને...

કુરઆન કરીમ માં દરેક જગ્યાએ ઈમાનની સાથે નેક અમલ (એટલે કે સારા કાર્ય) નું વર્ણન કરીને એ વાતને સ્પષ્ટ કરી દેવામાં આવી છે કે ઈમાન અને નેક અમલ એકબીજાના પર્યાય છે...


નેક અમલ(સારા કાર્યો) વિના ઈમાનનું ફળ મળી શકતું નથી અને ઈમાન વિના સારા કાર્યોની અલ્લાહની નજરમાં કોઈ કિંમત નથી...


અને તેવા નેક અમલ(સદાચારી કાર્યો) કરો, જે સુન્નત મુજબ હોય અને ફક્ત અલ્લાહની ખુશી અને શુદ્ધ ઈરાદાથી કરવામાં આવે...


અને સુન્નત વિરુદ્ધ કરવામાં આવેલા નેક અમલ પણ અસ્વીકાર્ય છે અને રિયાકારી(એટલે કે દેખાડો કરવા માટે) અને દંભ માટે કરવામાં આવેલા કાર્યો પણ મરદૂદ(મુર્દા) અને નકારવામાં આવે છે...


શબ્દ " مُتَشَابِهًا"  નો મતલબ કાં તો જન્નતના‌ તમામ ફળોનું એકબીજાને મલતા-જુલતા હોવું અથવા દુનિયાના ફળો જેવો દેખાવ હોવો...


પરંતુ આ મલતા જુલતા ફક્ત દેખાવા‌ પુરતા કે નામ પ્રમાણેની હદ સુધી જ છે નહીંતર જન્નતના ફળોનો સ્વાદ અને મજા તો દુનિયાના ફળોની સામે કોઈ સરખામણી જ નથી. જન્નતની નેઅમતોની બાબતમાં હદીસમાં આવે છે કે ન કોઈ આંખે જોઈ કે ન કોઈ કાને સાંભળી પરંતુ કોઈ મનુષ્યએ તો દિલમાં પણ ખયાલ નહીં કર્યો હોય.

 اَزۡوَاجٌ مُّطَهَّرَةٌ ‌ۙ 

એટલે કે માસિક સ્રાવ અને અન્ય પેશાબ-પાખના‌ જેવી હાજતથી મુક્ત હશે.


શબ્દ "خٰلِدُوۡنَ" નો અર્થ હંમેશા માટે છે...

જન્નતવાળાઓ હંમેશા જન્નતમાં રહેશે અને ખુશ રહેશે, અને જહન્નમવાળાઓ હંમેશા જહન્નમમાં રહેશે અને પીડા જ ભોગવશે.  હદીસમાં છે કે લોકો સ્વર્ગ અને નરકમાં ગયા પછી એક ફરિશ્તો એલાન કરશે કે હે નરકવાળાઓ!  હવે કોઈ મૃત્યુ નથી, હે જન્નતવાળાઓ, જે લોકો જેવી હાલતમાં છે હવે તેવી જ હાલતમાં હંમેશા રહેશે. (સહીહ મુસ્લિમ)


No comments:

Post a Comment