Monday, September 25, 2023

2:23-24 મુહમ્મદ ﷺ ની સદાકત અને કુરઆનનો ચેલેન્જ...

 પારા નં:- 01| (02. સૂરહ બકરહ)

આયત નં:- 23-24

==================


وَاِنۡ کُنۡتُمۡ فِىۡ رَيۡبٍ مِّمَّا نَزَّلۡنَا عَلٰى عَبۡدِنَا فَاۡتُوۡا بِسُوۡرَةٍ مِّنۡ مِّثۡلِهٖ  وَادۡعُوۡا شُهَدَآءَكُمۡ مِّنۡ دُوۡنِ اللّٰهِ اِنۡ كُنۡتُمۡ صٰدِقِيۡنَ‏ (23)

•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•

અને જો = وَاِنۡ 

તમે છો = کُنۡتُمۡ 

શંકામાં = فِىۡ رَيۡبٍ 

(એના) થી જે = مِّمَّا 

અમે જે ઉતાર્યું છે = نَزَّلۡنَا 

પોતાના બંદા પર = عَلٰى عَبۡدِنَا 

બસ તમે બધા બનાવી 

       લાવો કોઈ સૂરહ =  فَاۡتُوۡا بِسُوۡرَةٍ 

એના જેવી = مِّنۡ مِّثۡلِهٖ  

અને તમે બોલાવી લાવો = وَادۡعُوۡا 

પોતાના મદદગારોને = شُهَدَآءَكُمۡ 

અલ્લાહના સિવાય = مِّنۡ دُوۡنِ اللّٰهِ 

જો તમે હોય = اِنۡ كُنۡتُمۡ 

બધા સાચા = صٰدِقِيۡنَ‏ 

•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•

(23). અને અમે પોતાના બંદા પર જે કંઈ ઉતાર્યું (અર્થાત્ અવતરિત કર્યું) છે તેમાં જો તમને શંકા હોય અને તમે સાચા હોય તો આના જેવી એક સૂરહ તો બનાવી લાવો, તમને છૂટ છે કે અલ્લાહ સિવાય પોતાના તમામ મદદગારોને પણ બોલાવી લો.

•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•

 તફસીર(સમજૂતી)

•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•

સૂરહની‌ શરૂઆતમાં અલ્લાહ તઆલાએ  આ કિતાબને ”لَا رَيْبَ فِيْهِ“ કહીને ફરમાવ્યું કે (આમાં કોઈ શંકા નથી) છતાંય જો તમે  શંકાના‌ શિકાર થયાં છો તો આના જેવી એક સૂરહ બનાવી લાવો


પાછલી આયતોમાં શિર્કને હરામ અને તૌહીદની દાવત(આમંત્રણ) છે અને આ આયતમા પયગંબર મુહમ્મદ(ﷺ) ની રિસાલત(પ્રબોધક) પર ઈમાન લાવવાની દાવત(આમંત્રણ છે)


  عَبْدِنَا: 

 અમારા બંદાથી આશય ખાસ બંદા એટલે કે પયગંબર મુહમ્મદ(ﷺ)

(તફસીર અલ કુરઆન)



તૌહીદ પછી‌‌ હવે રિસાલત(પ્રબોધક)ની પુષ્ટિ કરવામાં આવી રહી છે. અમે પોતાના બંદા પર જે કિતાબ અવતરિત કરી છે તેને અલ્લાહનું અવતરણ હોવામાં જો તમને શંકા હોય તો પોતાના તમામ મદદગારોનો સાથ લઈને આના જેવી એક જ સૂરહ બનાવીને બતાવો

અને જો આવું નથી કરી શકતાં તો સમજી લેવું જોઇએ કે આ કલામ કોઈ મનુષ્યનું નહીં પરંતુ અલ્લાહનું જ કલામ છે. (અહસનુલ બયાન)

==================

આયત નં:- 24

==================


فَاِنۡ لَّمۡ تَفۡعَلُوۡا وَلَنۡ تَفۡعَلُوۡا فَاتَّقُوۡا النَّارَ الَّتِىۡ وَقُوۡدُهَا النَّاسُ وَالۡحِجَارَةُ  ۖۚ اُعِدَّتۡ لِلۡكٰفِرِيۡنَ (24)

•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•

પછી જો = فَاِنۡ 

ન = لَّمۡ 

તમે બધા કરી શકો = تَفۡعَلُوۡا 

અને કદાપિ નહીં = وَلَنۡ 

તમે બધા કરી શકો = تَفۡعَلُوۡا 

તો તમે બધા ડરો = فَاتَّقُوۡا 

(એ) આગથી જે = النَّارَ الَّتِىۡ 

તેનું ઈંધણ = وَقُوۡدُهَا 

મનુષ્ય અને પથ્થર છે = النَّاسُ وَالۡحِجَارَةُ 

તૈયાર કરવામાં આવી છે = اُعِدَّتۡ 

કાફિરો માટે જ = لِلۡكٰفِرِيۡنَ 

•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•

(24). પછી જો તમે નથી કરી શકતા અને કદાપિ તમે નહીં જ કરી શકો તો (આ અલ્લાહના કલામને સત્ય માનીને) એ આગથી બચો જેનું ઈંધણ મનુષ્ય અને પથ્થર છે જે કાફિરો માટે જ તૈયાર કરવામાં આવી છે.

•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•

 તફસીર(સમજૂતી)

•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•

આ કુરઆનની સત્યતાની‌ વધુ‌ એક સ્પષ્ટ દલીલ છે કે અરબ અને અઝમ(ગૈર અરબી) તમામ કાફિરોને ચેલેન્જ આપી દેવામાં આવી પરંતુ આજ સુધી તેનો જવાબ આપી શક્યા નથી અને બેશક કયામત સુધી જવાબ નહીં આપી શકે.

પથ્થરથી આશય ઈબ્ને અબ્બાસના કથન મુજબ ગંદા પથ્થર તથા અન્ય કેટલાકના મતે તે પથ્થરની મૂર્તિઓ પણ જહન્નમનું ઈંધણ હશે જેની લોકો દુનિયામાં પુજા કરતાં રહ્યાં જેમકે કુરઆનમાં અન્ય જગ્યાએ બયાન છે

اِنَّكُمْ وَمَا تَعْبُدُوْنَ مِنْ دُوْنِ اللّٰهِ حَصَبُ جَهَنَّمَ ۭ اَنْتُمْ لَهَا وٰرِدُوْنَ 

તમે અને જેમની તમે પુજા કરો છો (તે ઉપાસ્યો) જહન્નમનું ઈંધણ હશે. (સૂરહ અંબિયા:- 98)

(અહસનુલ બયાન)

اُعِدَّتْ لِلْكٰفِرِيْنَ: 

આનાથી જાણવા મળે છે કે જહન્નમની આગ કફિરો માટે જ બનાવવામાં આવી છે. (તફસીર અલ કુર‌‌આન)


No comments:

Post a Comment