પારા નં:- 01| (02. સૂરહ બકરહ)
આયત નં:- 21-22
==================
يٰۤاَيُّهَا النَّاسُ اعۡبُدُوۡا رَبَّكُمُ الَّذِىۡ خَلَقَكُمۡ وَالَّذِيۡنَ مِنۡ قَبۡلِكُمۡ لَعَلَّكُمۡ تَتَّقُوۡنَ ۙ (21)
•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•
હે લોકો = يٰۤاَيُّهَا النَّاسُ
ઈબાદત કરો = اعۡبُدُوۡا
પોતાના રબની = رَبَّكُمُ
જેણે = الَّذِىۡ
તમને પૈદા કર્યા = خَلَقَكُمۡ
અને (તે લોકોને પણ જે) = وَالَّذِيۡنَ
તમારાથી પહેલાં હતાં = مِنۡ قَبۡلِكُمۡ
જેથી તમે = لَعَلَّكُمۡ
(તમે અઝાબથી) બચી જાવ = تَتَّقُوۡنَ ۙ
•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•
(21). હે લોકો પોતાના તે રબની ઈબાદત કરો જેણે તમને અને તમારાથી પહેલાંના લોકોને પૈદા કર્યા, આમાં જ તમારો બચાવ છે.
•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•
તફસીર(સમજૂતી)
•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•
હિદાયત(એટલે માર્ગદર્શન) ઝલાલત (એટલે પદભ્રષ્ટતા)ના અનુસાર મનુષ્યોના ત્રણ જૂથોના વર્ણન પછી અલ્લાહ તઆલાની વહદાનિયત(એક હોવું) અને ફક્ત તેની જ ઈબાદતનું આમત્રણ(દાવત) તમામ મનુષ્યોને આપવામાં આવે છે...(અહસનુલ બયાન)
હવે, તમામ લોકોને સંબોધન સાથે, મુખ્ય વાત રજૂ કરવામાં આવી રહી છે, જે આ કિતાબની દાવતનો ખાસ હેતુ છે, જેના માટે કિતાબો પ્રગટ થઈ હતી અને પયગંબરોને મોકલવામાં આવ્યા હતા, અને તે છે તૌહીદની દાવત... એટલે કે અલ્લાહને એક માનવું અને તેની ઈબાદત અને દુઆમાં કોઈને શામેલ કરવું નહીં...
તૌહીદ માટેની પ્રથમ દલીલમાં જણાવ્યું છે કે હું તમારો રબ છું અને તમારું પાલનપોષણ કરું છું અને તમારી દરેક જરૂરિયાત પૂરી કરું છું.
બીજી દલીલ તેની એ નેમત ની છે જે રબ હોવા પહેલાની છે અને તે છે તેણે તમારું સર્જન કર્યું તેના પછી બીજી બધી નેમત છે,
કુરઆન આ દલીલ પર ખૂબજ જોર આપે છે અને તેને અનેકવાર બયાન કરે છે એટલા માટે કે કાફિરો પણ માનતાં હતાં કે અલ્લાહ તઆલા જ ખાલિક (એટલે કે સર્જનહાર) છે
સૂરહ ઝુખરુફ આયત નં 87 માં છે કે "
અને ખરેખર જો તમે એમને પૂછો કે તમને કોણે પેદા કર્યા છે તો તેઓ પોતે કહેશે કે અલ્લાહે"
تَتَّقُوْنَ:
"તમારો બચાવ છે"...એટલે કે અલ્લાહની પકડથી અને જહન્નમથી બચી જાવ (તફસીર અલ કુરઆન)
==================
આયત નં:- 22
==================
الَّذِىۡ جَعَلَ لَـكُمُ الۡاَرۡضَ فِرَاشًا وَّالسَّمَآءَ بِنَآءً وَّاَنۡزَلَ مِنَ السَّمَآءِ مَآءً فَاَخۡرَجَ بِهٖ مِنَ الثَّمَرٰتِ رِزۡقًا لَّـكُمۡۚ فَلَا تَجۡعَلُوۡا لِلّٰهِ اَنۡدَادًا وَّاَنۡـتُمۡ تَعۡلَمُوۡنَ (22)
•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•
જેણે બનાવ્યું = الَّذِىۡ جَعَلَ
તમારા માટે જમીનને = لَـكُمُ الۡاَرۡضَ
પાથરણું = فِرَاشًا
અને આકાશને છત = وَّالسَّمَآءَ بِنَآءً
અને ઉતાર્યું = وَّاَنۡزَلَ
આકાશથી = مِنَ السَّمَآءِ
પાણી = مَآءً
પછી કાઢ્યું = فَاَخۡرَجَ
તેના વડે = بِهٖ
ફળોથી = مِنَ الثَّمَرٰتِ
તમારી જીવિક = رِزۡقًا لَّـكُمۡۚ
પછી ના બનાવો તમે = فَلَا تَجۡعَلُوۡا
અલ્લાહના ભાગીદાર = لِلّٰهِ اَنۡدَادًا
જો કે તમે = وَّاَنۡـتُمۡ
(આ બધું) જાણો છો = تَعۡلَمُوۡنَ
•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•
(22). જેણે તમારા માટે ઘરતીને પાથરણું અને આકાશને છત બનાવી અને આકાશથી પાણી વરસાવીને તેનાથી ફળો પૈદા કરીને તમને જીવિકા આપી, ખબરદાર પછી આ જાણીને અલ્લાહના ભાગીદાર ન ઠેરવો.
•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•
તફસીર(સમજૂતી)
•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•
એટલે કે તમને અને તમારા બાપ-દાદાઓને પૈદા કર્યા પછી તમારા લોકોની જરૂરિયાત પૂરી કરવા માટે તમને કોઈ બીજી હસ્તીના હવાલે નથી કર્યા પરંતુ તમારા માટે દરેક વસ્તુનો બંદોબસ્ત પણ કરી આપ્યો જેમકે જમીનને તમારા માટે પાથરણાં સમાન બનાવી જેથી જમીન સમતલ રહે અને તમે હરીફરી શકો, આકાશને છત રૂપે બનાવીને પછી આકાશથી પાણી વરસાવ્યું અને તે પાણીથી જમીનમાંથી અલગ અલગ પૈદાવાર અને ફળો ઉત્ત્પન્ન કરીને તમને જીવિકા પ્રદાન કરી જ્યારે તમે આ બધું જ જાણો છો તો તમારા માટે જરૂરી છે કે અલ્લાહના માટે કોઈને પણ ભાગીદાર ન બનાવો અને જો એવું જ હોય તો અલ્લાહની જમીનથી નીકળીને પોતાના ઘડેલ દાતાઓની જમીન પર જતાં રહો તે દાતાઓના આકાશ નીચે રહો અને તે દાતાઓએ બનાવેલ જીવિકા ખાઓ... (તફસીર અલ કુરઆન)
No comments:
Post a Comment