પારા નં:- 01| (02. સૂરહ બકરહ)
આયત નં:- 19-20
==================
اَوۡ كَصَيِّبٍ مِّنَ السَّمَآءِ فِيۡهِ ظُلُمٰتٌ وَّرَعۡدٌ وَّبَرۡقٌ ۚ يَجۡعَلُوۡنَ اَصَابِعَهُمۡ فِىۡۤ اٰذَانِهِمۡ مِّنَ الصَّوَاعِقِ حَذَرَ الۡمَوۡتِؕ وَاللّٰهُ مُحِيۡطٌۢ بِالۡكٰفِرِيۡنَ (19)
•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•
અથવા(તેઓનું ઉદાહરણ)
તે વરસાદ જેવું છે = اَوۡ كَصَيِّبٍ
જે આકાશથી વરસે છે = مِّنَ السَّمَآءِ
તેમાં = فِيۡهِ
અંધારું હોય = ظُلُمٰتٌ
અને ગર્જના = وَّرَعۡدٌ
અને(વિજળીના) કડાકા હોય = وَّبَرۡقٌ ۚ
તેઓ નાંખી લે છે = يَجۡعَلُوۡنَ
પોતાની આંગળીઓને = اَصَابِعَهُمۡ
પોતાના કાનો માં = فِىۡۤ اٰذَانِهِمۡ
(વિજળીના) કડાકાથી = مِّنَ الصَّوَاعِقِ
મૌતના ડરથી = حَذَرَ الۡمَوۡتِؕ
અને ઘેરી લેનારો છે = وَاللّٰهُ مُحِيۡطٌۢ
બધા કાફિરોને = بِالۡكٰفِرِيۡنَ
•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•
(19). અથવા પછી (તેઓનું દ્રષ્ટાંત) એમ સમજો કે આકાશમાંથી ધોધમાર વરસાદ વરસી રહયો હોય અને તેની સાથે ઘોર અંધકાર, મેઘગર્જના અને વીજળી પણ હોય, આ લોકો વીજળીના કડાકા સાંભળી મોતના ભયથી કાનમાં આંગળીઓ નાંખી દે છે. અને અલ્લાહ તઆલા કાફિરો (સત્ય નો ઇન્કાર કરનારાઓ) ને દરેક બાજુથી ઘેરાવામાં લઈ લીધા છે.
•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•
તફસીર(સમજૂતી)
•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•
આ તેવા મુનાફિકોનુ ઉદાહરણ છે જે લોકો મુસલમાન તો થયાં પરંતુ કાચા ઈમાનના કારણે હંમેશા શંકામાં અને ખચકાટમાં રહ્યા, રાહત અને આસાનીના સમયે સંતુષ્ટ રહેતાં અને તકલીફ કે આજમાઈસનો સામનો થાય તો શંકામાં પડી જતાં.
જેમકે અલ્લાહ ફરમાવે છે કે:
અને કેટલાક એવા છે જેઓ એક કિનારા પર રહીને અલ્લાહની બંદગી કરે છે પછી તેમને ભલાઈ મળે તો સંતુષ્ટ થઈ જાય છે અને જો કોઈ આફત(આજમાઈસ) આવી જાય તો મોઢું ફેરવીને પાછા ફરી જાય છે તેઓએ જ દુનિયા અને આખિરતનુ નુકસાન ઉઠાવ્યું છે." (સૂરહ હજ, આયત નં:- 11)
આના પછીનું આયતમા તેઓની શંકા અને ખચકાટનું બયાન છે કે રોશની થાય છે તો ચાલી નીકળે છે અને અંધારું થાય છે ઉભા રહે છે. (ઈબ્ને કષીર)
વરસાદથી આશય ઈસ્લામ અને અંધકાર અને ગર્જનાથી આશય તકલીફો અને મુસીબતો છે જે ઈસ્લામના માર્ગ પર ચાલવાથી આવે છે,
ચમકથી આશય મુસલમાનોની મળતી સફળતા અને વિજળીના કડાકાથી આશય જિહાદના અહકામ છે, જેમાં મુનાફિકોને મૌત નજર આવે છે. (તફસીર અલ કુરઆન)
==================
આયત નં:- 20
==================
يَكَادُ الۡبَرۡقُ يَخۡطَفُ اَبۡصَارَهُمۡؕ كُلَّمَاۤ اَضَآءَ لَهُمۡ مَّشَوۡا فِيۡهِ وَاِذَاۤ اَظۡلَمَ عَلَيۡهِمۡ قَامُوۡاؕ وَلَوۡ شَآءَ اللّٰهُ لَذَهَبَ بِسَمۡعِهِمۡ وَاَبۡصَارِهِمۡؕ اِنَّ اللّٰهَ عَلٰى كُلِّ شَىۡءٍ قَدِيۡرٌ (20)
•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•
નજીક છે = يَكَادُ
વીજળી = الۡبَرۡقُ
આચકી લે = يَخۡطَفُ
તેઓની આંખોને = اَبۡصَارَهُمۡؕ
જ્યારે = كُلَّمَاۤ
રોશની થાય છે = اَضَآءَ
તેઓના માટે = لَهُمۡ
તેઓ ચાલવા લાગે છે = مَّشَوۡا
તેમાં = فِيۡهِ
અને જ્યારે = وَاِذَاۤ
અંઘારુ છવાઈ જાય છે = اَظۡلَمَ
તેમના પર = عَلَيۡهِمۡ
તેઓ થોભી જાય છે = قَامُوۡاؕ
અને જો = وَلَوۡ
અલ્લાહ ચાહે = شَآءَ اللّٰهُ
(તો)અચાનક લઈ લે = لَذَهَبَ
તેમની સાંભળવાની શક્તિ = بِسَمۡعِهِمۡ
અને જોવાની શક્તિ = وَاَبۡصَارِهِمۡؕ
બેશક અલ્લાહ = اِنَّ اللّٰهَ
દરેક વસ્તુ પર = عَلٰى كُلِّ شَىۡءٍ
કુદરત(સામર્થ્ય)ઘરાવે છે = قَدِيۡرٌ
•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•
(20). નજીક છે કે વીજળીના ચમકારા તેઓની દ્રષ્ટી છીનવી લેશે, જયારે થોડો પણ પ્રકાશ તેમને દેખાય છે ત્યારે તેમાં ચાલવા લાગે છે અને જયારે એમની પર અંધકાર છવાય જાય છે ત્યારે થોભી જાય છે, અને જો અલ્લાહ ઈચ્છે તો તેઓના કાન અને આંખો બંને છીનવી લે, નિઃશંક અલ્લાહ દરેક વસ્તુ પર કુદરત ઘરાવે છે.
•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•
તફસીર(સમજૂતી)
•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•
આ કેટલાક મુનાફિકોના જૂથનો ઉલ્લેખ છે. જેમના પર ક્યારેક હક(સત્ય) સ્પષ્ટ હોય છે તો ક્યારેક તેઓ શંકાના દાયરામાં હોય છે. જેથી તેમના હૃદયમાં રહેલી શંકા કુફ્ર અને દંભ તે વરસતા વરસાદની જેમ છે જે અંધકારમાં શંકા, કુફ્ર અને દંભ રૂપે ઉતરે છે. થોડીક ગર્જના થાય તો તેમના દિલ કાંપી ઊઠે છે ડર માર્યા તેઓ પોતાની આંગળીઓ પોતાના કાનમાં નાંખી દે છે. પરંતુ તેમની આ કોશિશ તેમને અલ્લાહની ગિરફ્તારીથી નહીં બચાવી શકે કારણ કે તેઓને અલ્લાહે ચારેબાજુથી ઘેરી લીધા છે. ક્યારેક તેઓ હક(સત્ય) તરફ ઝુકી જાય છે પરંતુ જ્યારે ઈસ્લામ અથવા મુસલમાનો પર મુશ્કેલીઓ આવે છે તો હેરાન પરેશાન થઈને ઈસ્લામથી મોઢું ફેરવી લે છે (ઈબ્ને કષીર)
મુનાફિકોનુ આ જૂથ અંતિમ સમય સુધી શંકા માં અને ખચકાટમાં રહે છે અને હક કબૂલવાથી (એટલે કે ઈસ્લામથી) વંચિત રહે છે.
اِنَّ اللّٰهَ عَلٰى كُلِّ شَىۡءٍ قَدِيۡرٌ:
"નિઃશંક અલ્લાહ દરેક વસ્તુ પર કુદરત ઘરાવે છે:"
આ શબ્દોમાં એક ચેતવણી છે કે જો અલ્લાહ તઆલા ઈચ્છે તો તે પોતાની આપેલી ક્ષમતાઓને છીનવી લે. એટલા માટે જ મનુષ્યોએ અલ્લાહ તઆલાના આદેશોની અવગણના અને તેના અઝાબથી બેખૌફ રહેવું નહીં. (અહસનુલ બયાન)
No comments:
Post a Comment