પારા નં:- 01| (02. સૂરહ બકરહ)
આયત નં:- 14, 15
==================
وَاِذَا لَقُوۡا الَّذِيۡنَ اٰمَنُوۡا قَالُوۡاۤ اٰمَنَّا ۖۚ وَاِذَا خَلَوۡا اِلٰى شَيٰطِيۡنِهِمۡۙ قَالُوۡاۤ اِنَّا مَعَكُمۡۙ اِنَّمَا نَحۡنُ مُسۡتَهۡزِءُوۡنَ (14)
اَللّٰهُ يَسۡتَهۡزِئُ بِهِمۡ وَيَمُدُّهُمۡ فِىۡ طُغۡيَانِهِمۡ يَعۡمَهُوۡنَ (15)
•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•
અને જ્યારે = وَاِذَا
તેઓ મળે છે = لَقُوۡا
એ લોકોથી જેઓ = الَّذِيۡنَ
ઈમાન લાવ્યા છે = اٰمَنُوۡا
તેઓ કહે છે = قَالُوۡاۤ
અમે ઈમાન લાવ્યા છે = اٰمَنَّا ۖۚ
અને જ્યારે = وَاِذَا
તેઓ એકાંતમાં હોય છે = خَلَوۡا
પોતાના શયતાનો સાથે = اِلٰى شَيٰطِيۡنِهِمۡۙ
(તો) તેઓ કહે છે =قَالُوۡاۤ
બેશક અમે =اِنَّا
તમારી સાથે જ છે =مَعَكُمۡۙ
બેશક =اِنَّمَا
અમે તો મજાક કરીએ છે = نَحۡنُ مُسۡتَهۡزِءُوۡنَ
(આયત નં:- 14)
•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•.
અલ્લાહ = اَللّٰهُ
મજાક કરે છે = يَسۡتَهۡزِئُ
તેઓનો = بِهِمۡ
અને ઢીલ આપી રહ્યો છે = وَيَمُدُّهُمۡ
પોતાની સરકશી માં = فِىۡ طُغۡيَانِهِمۡ
તેઓ ભટકી રહ્યા છે = يَعۡمَهُوۡنَ
(આયત નં:- 15)
•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•
(14). અને જયારે તેઓ ઈમાનવાળાઓને મળે છે તો કહે છે અમે પણ ઈમાનવાળા છીએ, અને જ્યારે એકાંત માં પોતાના સરદારો(શૈતાનના ગુણ ધરાવતા લોકો) ને મળે છે ત્યારે કહે છે અમે તમારી સાથે છીએ, અમે તો ફક્ત આ લોકો સાથે મજાક કરીએ છીએ.
(15). અલ્લાહ તઆલા પણ તેઓની સાથે મજાક કરે છે અને તેમને સરકશી તથા બહેકવામાં વધારે ઢીલ આપે છે.
•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•
તફસીર(સમજૂતી)
•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•
وَ اِذَا لَقُوا الَّذِيْنَ اٰمَنُوْا:
"અને જયારે ઈમાનવાળાઓને મળે છે"
આનાથી જાણવા મળે છે કે ઈમાનવાળાઓની સાથે મુનાફિકોની મુલાકાતો જાહેરમાં તો ક્યારેક કોઈ મજલિસમાં થાય છે. (અલ કુરઆન અલ કરીમ)
قَالُوۡاۤ اٰمَنَّا
"કહે છે ઈમાન લાવ્યા"
ઈમાનવાળાઓને માત્ર દેખાવા પૂરતુ ”اٰمَنَّا“ કહે છે. (અલ કુરઆન અલ કરીમ)
وَاِذَا خَلَوۡا اِلٰى شَيٰطِيۡنِهِمۡۙ
"અને જ્યારે એકાંત માં પોતાના શૈતાનોને મળે છે"
પોતાના શયતાનોની સાથે મુલાકાત અદબ અને એકાંતમાં કરે છે, (અલ કુરઆન અલ કરીમ)
શયતાન થી આશય કુરૈશના સરદારો અને યહૂદી છે જેમની આગેવાનીમાં તેઓ ઈસ્લામ અને મુસલમાનો વિરુદ્ધ કાવતરાં કરતાં હતાં, અથવા મુનાફિકોના પોતાના જ સરદારો. (અહસનુલ બયાન)
اِنَّا مَعَكُمۡۙ:
"બેશક અમે તમારી સાથે જ છીએ"
પોતાના શયતાન સરદારોને ”اِنَّا“ કહીને ખૂબજ ભારપૂર્વક પોતાના કુફ્રનું યકીન કરાવતાં હતાં કે અમે અકીદામાં નિ:શક તમારા સાથી છે અને રહી ઈમાનની વાત તો તે માત્ર મજાક જ છે. (અલ કુરઆન અલ કરીમ)
=====================
આયત નં 15
=====================
اَللّٰهُ يَسۡتَهۡزِئُ بِهِمۡ
"અલ્લાહ તઆલા પણ તેઓની સાથે મજાક કરે છે"
અલ્લાહ તઆલા પણ તેઓની સાથે મજાક કરે છે એનો એક તો મતલબ એ છે કે જેવી રીતે મુસલમાનોની સાથે મજાકનો મામલો કરે છે તો અલ્લાહ તઆલા પણ તેઓની સાથે આવો જ મામલો કરે છે તેમને અપમાનિત કરે છે અને આ મજાક કહેવા પૂરતી છે નહીંતર હકીકતમાં આ મજાક નહીં પરંતુ સજા છે.
અને બીજો મતલબ કયામતના દિવસે અલ્લાહ તેમને કહેશે જેમકે સૂરહ હદીદ આયત નં 13
(يَوْمَ يَقُوْلُ الْمُنٰفِقُوْنَ)
સ્પષ્ટતા કરવામાં આવી છે.
(અહસનુલ બયાન)
======================
No comments:
Post a Comment