Monday, June 26, 2023

2:13 મૂર્ખ લોકો કોણ?

 પારા નં:- 01| (02. સૂરહ બકરહ)

આયત નં:- 13

==================


وَاِذَا قِيۡلَ لَهُمۡ اٰمِنُوۡا كَمَاۤ اٰمَنَ النَّاسُ قَالُوۡاۤ اَنُؤۡمِنُ كَمَاۤ اٰمَنَ السُّفَهَآءُ‌ ؕ اَلَاۤ اِنَّهُمۡ هُمُ السُّفَهَآءُ وَلٰـكِنۡ لَّا يَعۡلَمُوۡنَ (13)

•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•

અને જ્યારે = وَاِذَا 

તેઓને કહેવામાં આવે છે = قِيۡلَ لَهُمۡ 

તમે ઈમાન લાવો = اٰمِنُوۡا 

જેમ(જેવી રીતે) = كَمَاۤ 

(તે) લોકો ઈમાન લાવ્યા = اٰمَنَ النَّاسُ 

તેઓ કહે છે = قَالُوۡاۤ 

શું અમે ઈમાન લાવીએ = اَنُؤۡمِنُ 

એવું (જેવી રીતે) = كَمَاۤ 

ઈમાન લાવ્યા મૂર્ખાઓ = اٰمَنَ السُّفَهَآءُ‌ ؕ 

ખબરદાર = اَلَاۤ 

બેશક = اِنَّهُمۡ 

તેઓ (પોતે જ) મૂર્ખાઓ છે = هُمُ السُّفَهَآءُ 

પરંતુ = وَلٰـكِنۡ 

નથી તેઓ જાણતાં = لَّا يَعۡلَمُوۡنَ

•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•

(13). અને જયારે તેમને કહેવામાં આવ્યું કે જે રીતે બીજા લોકો(એટલે કે સહાબા)ની જેમ તમે પણ ઈમાન લાવો તો તેઓ જવાબ આપે છે કે શું અમે પણ મુર્ખ લોકોની જેમ ઈમાન લાવીએ ? સાવધાન ! હકીક્ત માં તેઓ પોતે જ મુર્ખ છે પરંતુ તેઓ જાણતા નથી.


•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•

 તફસીર(સમજૂતી)

•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•


શબ્દ ”النَّاسُ“ થી આશય સહાબા રઝી. છે જે ખાલિસ દિલથી ઈમાન લાવ્યા અને પોતાના કંઈપણ પ્રકારના દુનિયાના નુકસાનની પરવા ન કરી. (તફસીર અલ કુરઆન)


તે મુનાફિકોએ સહાબા રઝી. ને મૂર્ખ કહ્યાં જેમણે અલ્લાહની રાહમાં જાન અને માલની કંઈ પણ પ્રકારની કુરબાની આપવાથી પાછળ નથી રહ્યાં. (અહસનુલ બયાન)


મુનાફિકો સહાબા રઝી. ને મૂર્ખ કહેતાં રહ્યા અને પોતાને અકલમંદ, કારણકે તેઓનો ખયાલ હતો કે અમે બન્ને બાજુ ફાયદો ઉઠાવ્યે છે અને પોતાની દુનિયાનું નુકસાન નથી થવા દેતા. 


અલ્લાહ મુનાફિકોને મૂર્ખ કહે છે કે કારણકે તેઓ મુસલમાનો સમક્ષ પણ ભરોસાને લાયક ન  રહ્યા અને ન કાફિરો સમક્ષ, અને થોડાક દિવસની દુનિયાના ફાયદા માટે કાયમી જીવનવાળી દુનિયાનું નુકસાન કરી‌ બેઠા અને ફરમાવ્યું કે આ એવા મૂર્ખાઓ છે કે તેમને પોતાની મૂર્ખામી નું જ્ઞાન પણ નથી.


આ આયતમા સહાબાઓની ફઝીલત બયાન કરીને કહેવામાં આવે છે કે તેમના જેવું ઈમાન હોવું જોઈએ. (તફસીર અલ કુરઆન)


No comments:

Post a Comment