પારા નં:- 01| (02. સૂરહ બકરહ)
આયત નં:- 08-09
==================
وَمِنَ النَّاسِ مَنۡ يَّقُوۡلُ اٰمَنَّا بِاللّٰهِ وَبِالۡيَوۡمِ الۡاٰخِرِ وَمَا هُمۡ بِمُؤۡمِنِيۡنَۘ (08)
يُخٰدِعُوۡنَ اللّٰهَ وَالَّذِيۡنَ اٰمَنُوۡا ۚ وَمَا يَخۡدَعُوۡنَ اِلَّاۤ اَنۡفُسَهُمۡ وَمَا يَشۡعُرُوۡنَؕ (09)
•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•
અને લોકોમાંથી(કેટલાક એવા છે) = وَمِنَ النَّاسِ
જેઓ = مَنۡ
કહે છે = يَّقُوۡلُ
અમે ઈમાન લાવ્યા = اٰمَنَّا
અલ્લાહ પર = بِاللّٰهِ
અને આખિરતના દિવસ પર = وَبِالۡيَوۡمِ الۡاٰخِرِ
જોકે તેઓ = وَمَا هُمۡ
નથી ઈમાનવાળા = بِمُؤۡمِنِيۡنَۘ
•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•
આયત નં 09
•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•
તેઓ ધોકો આપે છે = يُخٰدِعُوۡنَ
અલ્લાહને = اللّٰهَ
અને તે લોકોને = وَالَّذِيۡنَ
જેઓ ઈમાન લાવ્યા છે = اٰمَنُوۡا ۚ
અને નથી = وَمَا
તેઓ ધોકો આપતાં = يَخۡدَعُوۡنَ
પરંતુ = اِلَّاۤ
પોતાની જાતને = اَنۡفُسَهُمۡ
અને નથી = وَمَا
તેઓ સમજ ધરાવતાં = يَشۡعُرُوۡنَؕ
•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•
(08). કેટલાક કહે છે કે અમે અલ્લાહ તઆલા પર અને કયામતના દિવસ પર ઈમાન રાખીએ છીએ, પરંતુ હકીકતમાં તેઓ ઈમાનવાળા નથી.
(09). તેઓ અલ્લાહ તઆલા અને ઈમાનવાળાઓને ધોકો આપે છે પરંતુ હકીકતમાં તેઓ સ્વયં પોતાને જ ધોકો આપી રહ્યા છે પરંતુ સમજતા નથી.
•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•
તફસીર(સમજૂતી)
•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•
અહીં ત્રીજું જૂથ એટલે મુનાફિકોનુ વર્ણન શરૂ થાય છે જેઓના દિલ ઈમાનથી તો વંચિત હતા પરંતુ તેઓ ઈમાનવાળાઓને ધોકો આપવા માટે જુબાનથી વ્યકત કરતા હતાં, અલ્લાહ તઆલાએ ફરમાવ્યું કે: તેઓ ન તો અલ્લાહને ધોકો આપવામાં સફળ થશે (કારણકે અલ્લાહ બધું જ જાણનાર છે) અને ન ઈમાનવાળાઓને ધોકો આપી શકે છે કારણકે અલ્લાહ વહી(પ્રકાશના) દ્રારા મુસલમાનોને તેઓના ફરેબથી સાવધાન કરી દે છે અને આવી રીતે તેમના ધોકાનું નુકસાન તેમને પોતાને જ પહોંચે છે કે તેઓએ પોતાની આખિરત બરબાદ કરી લીધી અને દુનિયામાં પણ બેઆબરૂ થઈ ગયા. (અહસનુલ બયાન)
તેઓ આ સમજતા નથી કે અલ્લાહ અને મુસલમાનો સાથે ધોકાબાજી કરવા ચાહે તો પણ કરી શકતા નથી કારણ કે અલ્લાહ તો દિલોના હાલ પણ જાણે છે અને તેમના ઈરાદાઓ મુસલમાનોને રસૂલ દ્રારા વહી મારફતે જાણ કરી દે છે આવી રીતે તેમની ધોકાબાજી નો વબાલ તેમના પર જ પડે છે અને તેઓ બેઆબરૂ અને ધૃણિત થાય છે. (તયસુરુલ કુરઆન)
No comments:
Post a Comment