પારા નં:- 01| (02. સૂરહ બકરહ)
આયત નં:- 11,12
==================
وَاِذَا قِيۡلَ لَهُمۡ لَا تُفۡسِدُوۡا فِىۡ الۡاَرۡضِۙ قَالُوۡاۤ اِنَّمَا نَحۡنُ مُصۡلِحُوۡنَ (11)
اَلَا ۤ اِنَّهُمۡ هُمُ الۡمُفۡسِدُوۡنَ وَلٰـكِنۡ لَّا يَشۡعُرُوۡنَ (12)
•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•
આયત નં:- 11
•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•
અને જ્યારે કહેવામાં આવે છે = وَاِذَا قِيۡلَ
તેઓને = لَهُمۡ
ના (ફેલાવજો) = لَا
તમે ફસાદ = تُفۡسِدُوۡا
જમીન પર = فِىۡ الۡاَرۡضِۙ
તેઓ કહે છે = قَالُوۡاۤ
બેશક = اِنَّمَا
અમે = نَحۡنُ
સુધારણા કરનારા છીએ = مُصۡلِحُوۡنَ
•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•
આયત નં:- 12
•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•
ખબરદાર = اَلَا ۤ
ખરેખર તેઓ = اِنَّهُمۡ
બધા ફસાદ કરનારાઓ છો = هُمُ الۡمُفۡسِدُوۡنَ
અને પરંતુ = وَلٰـكِنۡ
નથી = لَّا
સમજ ધરાવતા = يَشۡعُرُوۡنَ
•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•
(11). અને જયારે તેઓને કહેવામાં આવે છે કે ધરતી ઉપર ફસાદ(બગાડ) ન ફેલાઓ તો તેઓે જવાબ આપે છે કે અમે તો સુધારણા કરનારા છીએ.
(12). સાવધાન ! હકીકત માં આ જ લોકો બગાડ પેદા કરવાવાળા છે પણ તેમને તેનું ભાન નથી.
•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•
તફસીર(સમજૂતી)
•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•
અહીં મુનાફિકોના બે અવગુણોનું વર્ણન કર્યું છે, એક તો ફસાદ એટલે જમીન પર બગાડ ફેલાવવો, આમાં અલ્લાહની દરેક પ્રકારની નાફરમાની શામેલ છે, કારણકે આનાથી જમીન પર બગાડ ઉત્પન્ન થાય છે. બીજું એ કે બગાડ ફેલાવીને સુધારણા કરીએ છીએ તેવું કહેવું અથવા પ્રચાર કરવો...
આ લોકો દીલમાં કુફ્ર રાખવાને કારણે કાફિરોથી દોસ્તી રાખતાં હતાં, અને મુસલમાનોના રાઝ તેમને બતાવતાં અને ઈસ્લામી અકીદા અને અહકામ પર એતરાજ કરતાં હતાં અને તેમને આવું કરવાની મનાઈ કરીએ તો પોતાના આ બુરા અમલને ઈસ્લાહ એટલે કે સુધારણાનું નામ આપતાં હતાં.
અને હાલમાં પણ મુસલમાનોમાં ઘણા
એવા લોકો છે જે અલ્લાહની સાથે શિર્કને ઔવલીયાનો અદબ, બિદઅતને કુર્બે ઈલાહી(અલ્લાહની નજીકતા) નો ઝરિયો, કાફિરોથી દોસ્તી અને તેમની તરક્કી માટેની કોશિશને સમયની માંગ કરાર કરે છે.
શબ્દ "لَا يَشْعُرُوْن" દિલ બિમાર હોય તો સારા-ખરાબ ની સમજ પણ ખતમ થઈ જાય છે, પછી માણસ સારા ને ખરાબ અને ખરાબને સારું સમજવા લાગે છે.
No comments:
Post a Comment