પારા નં:- 01| (02. સૂરહ બકરહ)
આયત નં:- 10
==================
فِىۡ قُلُوۡبِهِمۡ مَّرَضٌۙ فَزَادَهُمُ اللّٰهُ مَرَضًا ۚ وَّلَهُمۡ عَذَابٌ اَلِيۡمٌۙۢ بِمَا كَانُوۡا يَكۡذِبُوۡنَ (10)
•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•
તેમના દિલોમાં = فِىۡ قُلُوۡبِهِمۡ
બિમારી છે = مَّرَضٌۙ
(તેને) વધારી દીધી = فَزَادَهُمُ
અલ્લાહ એ = اللّٰهُ
બિમારી માં = مَرَضًا ۚ
અને તેમના માટે = وَّلَهُمۡ
અઝાબ છે = عَذَابٌ
દર્દનાક = اَلِيۡمٌۙۢ
(તે) કારણે જે = بِمَا
હતા તેઓ = كَانُوۡا
તેઓ જૂઠ બોલતાં = يَكۡذِبُوۡنَ
•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•
(10). તેઓના હૃદય માં એક રોગ હતો જેને અલ્લાહએ વધારી દીધો, અને જે જૂઠ તેઓ બોલે છે તેના બદલામાં તેમના માટે દર્દનાક અઝાબ છે.
•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•
તફસીર(સમજૂતી)
•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•
શબ્દ "મરજ" એટલે કે રોગ જેનાથી આશય તે કુફ્ર અને નિફાકનો રોગ છે જેનો ઈલાજ ન કરવામાં આવે તો તે વધતો જાય છે તેમ જ જૂઠ બોલવું મુનાફિકોની નિશાનીઓ માંથી છે જેનાથી બચવું જરૂરી છે.
No comments:
Post a Comment