પારા નં:- 01| સૂરહ બકરહ, આયત નં:- 07
==================
خَتَمَ اللّٰهُ عَلَىٰ قُلُوۡبِهِمۡ وَعَلٰى سَمۡعِهِمۡؕ وَعَلٰىٓ اَبۡصَارِهِمۡ غِشَاوَةٌ وَّلَهُمۡ عَذَابٌ عَظِيۡمٌ (07)
•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•
અલ્લાહે મહોર મારી દીધી = خَتَمَ اللّٰهُ
તેમના દિલો પર = عَلَىٰ قُلُوۡبِهِمۡ
અને તેમના કાનો પર = وَعَلٰى سَمۡعِهِمۡؕ
અને તેમની આંખો પર = وَعَلٰىٓ اَبۡصَارِهِمۡ
પરદો છે = غِشَاوَةٌ
અને તેમના માટે = وَّلَهُمۡ
અઝાબ છે = عَذَابٌ
મોટો = عَظِيۡمٌ
•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•
(07). અલ્લાહ તઆલાએ તેમના દિલો પર અને તેમના કાનો પર મહોર મારી દીધી છે અને તેમની આંખ પર પરદો છે અને તેમના માટે મોટો અઝાબ છે.
•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•
તફસીર(સમજૂતી)
•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•
આ તેમના ઈમાન ન લાવવાનું કારણ બતાવવામાં આવ્યું છે કે સતત કુફ્ર અને પાપને કારણે તેમના હૃદયમાં સત્ય સ્વીકારવાની ક્ષમતા જતી રહી છે અને તેમના કાન સત્ય સાંભળવા માટે તૈયાર નથી અને તેમની આંખો બ્રહ્માંડમાં ફેલાયેલી રબની નિશાનીઓ જોવાથી વંચિત છે. તો તેઓ હવે કેવી રીતે ઈમાન લાવી શકે છે?
ઈમાન તો એવા લોકોના હિસ્સામાં આવે છે અને આવશે, જે અલ્લાહ તઆલાની આપેલી સલાહિયતો(બુધ્ધિ) નો સહીહ ઉપયોગ કરીને અને તેનાથી ક્ષમાયાચના મેળવે છે. આનાથી વિપરીત લોકો માટે હદીસનુ ઉદાહરણ છે જેમાં બયાન કરવામાં આવે છે કે મૉમિન જ્યારે ગુનાહ કરી બેસે છે તો તેના દિલમાં કાળું ટપકું પડી જાય અને જો તે તૌબા કરીને તે ગુનાહથી પરહેજ કરી લે તો તેનું દિલ પહેલાં ની જેમ સાફ-સુતરુ થઈ જાય છે.
અને જો તે તૌબાની જગ્યાએ ગુનાહ પર ગુનાહ કરતો રહે તો તે કાળું ટપકું તેના પૂરા દિલ પર ફેલાઈ જાય છે. નબી(ﷺ) એ ફરમાવ્યું: આ તે કાટ છે જેને અલ્લાહ તઆલાએ બયાન ફરમાવ્યું
(كَلَّا بَلْ ۫ رَانَ عَلٰي قُلُوْبِهِمْ مَّا كَانُوْا يَكْسِبُوْنَ 14) 83:14
"એટલે કે તેમના બૂરા કરતૂતોના લીધે તેમના દિલો પર કાટ ચઢી ગયો છે જે તેમની સતત બુરાઈઓનો નતીજો છે" (સૂરહ મૂતફ્ફિફીન, આયત નં14) (તિર્મીજી:- 3334)
No comments:
Post a Comment