પારા નં:- 01| સૂરહ બકરહ, આયત નં:- 06
==================
اِنَّ الَّذِيۡنَ كَفَرُوۡا سَوَآءٌ عَلَيۡهِمۡ ءَاَنۡذَرۡتَهُمۡ اَمۡ لَمۡ تُنۡذِرۡهُمۡ لَا يُؤۡمِنُوۡنَ (06)
•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•
બેશક જે લોકોએ = اِنَّ الَّذِيۡنَ
કુફ્ર કર્યું = كَفَرُوۡا
બરાબર છે = سَوَآءٌ
તેમના પર (તેમને) = عَلَيۡهِمۡ
જો કે = ءَ
તમે તેઓને ડરાવો = اَنۡذَرۡتَهُمۡ
કે, ના = اَمۡ لَمۡ
તમે તેમને ડરાવો = تُنۡذِرۡهُمۡ
નથી તેઓ ઈમાન લાવવાનાં = لَا يُؤۡمِنُوۡنَ
•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•
(06). કાફિરોને તમારું ડરાવવુ કે ડરાવવુ બરાબર છે, આ લોકો ઈમાન નથી લાવવાનાં.
•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•
તફસીર(સમજૂતી)
•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•
નબી(ﷺ) ની ખૂબ જ ઈચ્છા હતી કે બધા મુસલમાન થઈ જાય અને તે હિસાબથી આપ(ﷺ) ખૂબજ કોશિશ કરતાં હતાં, પરંતુ અલ્લાહ તઆલાએ ફરમાવ્યું કે ઈમાન તેઓના નસીબમાં જ નથી આ તેવા લોકો છે જેમના દિલો પર મહોર મારી દેવામાં આવી છે (જેમ કે અબુ જહલ અને અબુ લહબ વગેરે જેવા) નહીંતર આપ(ﷺ) ની દાવત અને તબલીગ થી બેશુમાર (ઘણાં લોકો) મુસલમાન થઈ ગયા ત્યાં સુધી કે પછી આખેઆખું અરબ જજીરા ઈસ્લામના દાયરામાં આવી ગયું.
No comments:
Post a Comment