Saturday, February 18, 2023

2:05 સફળતા પ્રાપ્ત કરનારાઓ...

 પારા નં:- 01| સૂરહ બકરહ, આયત નં:- 05

==================

اُولٰٓئِكَ عَلٰى هُدًى مِّنۡ رَّبِّهِمۡ‌ وَاُولٰٓئِكَ هُمُ الۡمُفۡلِحُوۡنَ‏ (05)

•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•

તે લોકો જ = اُولٰٓئِكَ 

હિદાયત પર છે = عَلٰى هُدًى 

પોતાના રબ તરફથી = مِّنۡ رَّبِّهِمۡ‌ 

અને તે લોકો જ = وَاُولٰٓئِكَ 

સફળ થનારા છે = هُمُ الۡمُفۡلِحُوۡنَ‏

•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•

(05). આ જ લોકો પોતાના રબ તરફથી હિદાયત (સત્ય માર્ગદર્શન) પર છે અને આ જ લોકો ફલાહ(સફળ) અને નજાત(મોક્ષ) પ્રાપ્ત કરનારા છે.

•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•

 તફસીર(સમજૂતી)

•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•

આ તે ઈમાનવાળાઓનો અંજામ બયાન કરવામાં આવ્યો છે જેઓ ઈમાન લાવ્યા પછી તકવા અને અમલ અને સહીહ અકીદા પર પાબંદ રહે છે ફક્ત જુબાન થી ઈકરાર કે દાવો કરવો કાફી નથી સમજતા.

સફળતા થી આશય આખિરત માં અલ્લાહની રજા અને તેની રહેમત અને મગફિરત પ્રાપ્ત થવી અને તેની સાથે-સાથે દુનિયામાં પણ ખુશહાલી અને સફળતા મળી જાય તો (سبحان اللہ) નહીંતર અસલ સફળતા તો આખિરતની જ સફળતા છે અને તેના પછી અલ્લાહ તઆલાએ બીજા જૂથનું વર્ણન કરીને ફરમાવે છે જેઓ ફક્ત કાફિર જ નહીં પરંતુ તેમનું કુફ્ર અને દુશ્મની એ હદ સુધી પહોંચી ગઈ છે જેના પછી તેની સાથે ભલાઈ અને ઈસ્લામને કબૂલ કરવાની તેનાથી આશા રહેતી નથી.

 

No comments:

Post a Comment