Tuesday, August 30, 2022

2:04 ઈમાનના પ્રકાર

 પારા નં:- 01| સૂરહ બકરહ, આયત નં:- 04

==================


وَ الَّذِيْنَ يُؤْمِنُوْنَ بِمَآ اُنْزِلَ اِلَيْكَ وَمَآ اُنْزِلَ مِنْ قَبْلِكَ    ۚ   وَبِالْاٰخِرَةِ ھُمْ يُوْقِنُوْنَ (04)

•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•

અને તે લોકો જેઓ = وَ الَّذِيْنَ 

ઈમાન લાવે છે = يُؤْمِنُوْنَ 

(તેના) પર જે = بِمَآ 

અવતરણ થયું છે = اُنْزِلَ 

આપ(ﷺ) ની તરફ = اِلَيْكَ 

અને જે અવતરણ થયું છે = وَمَآ اُنْزِلَ 

આપ(ﷺ) થી પહેલાં = مِنْ قَبْلِكَ    ۚ   

અને આખિરત પર = وَبِالْاٰخِرَةِ 

અને તેઓ યકીન રાખે છે = ھُمْ يُوْقِنُوْنَ

•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•

(04). અને જે લોકો ઈમાન લાવે છે તેના પર જે આપ(ﷺ)ની તરફ અવતરણ થયું છે અને જે આપ(ﷺ)થી પહેલાં અવતરણ થયેલ છે અને તેઓ આખિરત પર પણ યકીન રાખે છે.

•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•

 તફસીર(સમજૂતી)

•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•

પાછલી કિતાબો પર ઈમાન લાવવાનો મતલબ એ છે કે પયગંબરો પર અવતરિત કરવામાં આવેલ તમામ કિતાબો સત્ય છે પરંતુ તે હવે પોતાની અસલ હાલતમાં દુનિયામાં નથી અને હવે તેમના પર અમલ પણ કરવામાં નહીં આવે, હવે અમલ ફક્ત કુરઆન અને તેની તશરીહ (એટલે કે નબી(ﷺ)ની હદીસો) પર જ કરવામાં આવે. આનાથી એ પણ માલૂમ થાય છે કે વહી અને રિસાલતનો સિલસિલો આપ(ﷺ) પર સમાપ્ત કરી દેવામાં આવ્યો છે.

No comments:

Post a Comment