પારા નં:- 01| (02. સૂરહ બકરહ)
આયત નં:- 84-86
================
وَاِذۡ اَخَذۡنَا مِيۡثَاقَكُمۡ لَا تَسۡفِكُوۡنَ دِمَآءَكُمۡ وَلَا تُخۡرِجُوۡنَ اَنۡفُسَكُمۡ مِّنۡ دِيَارِكُمۡ ثُمَّ اَقۡرَرۡتُمۡ وَاَنۡـتُمۡ تَشۡهَدُوۡنَ (84)
•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•
અને જ્યારે = وَإِذْ
અમે લીધી = أَخَذْنَا
તમારી પ્રતિજ્ઞા કે = مِيثَاقَكُمْ
તમે ન રેડશો = لَا تَسْفِكُونَ
પોતાના લોકોનું લોહી = دِمَاءَكُمْ
અને તમે બહાર ન કાઢશો = وَلَا تُخْرِجُونَ
પોતાના લોકોને = أَنفُسَكُم
તેમના ઘરોમાંથી = مِن دِيَارِكُمْ
પછી તમે સ્વીકાર્યું = ثُمَّ أَقْرَرْتُمْ
અને તમે બધા = وَأَنتُمْ
સાક્ષી છો = تَشْهَدُونَ
•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•
(84). અને જ્યારે અમે તમારાથી વચન લીધું કે, પરસ્પર લોહી વહેવડાવશો નહીં(કતલ ના કરશો ) અને પોતાનાઓને ઘરથી ન કાઢશો, તમે સ્વીકાર્યું અને તમે એના સાક્ષી છો.
•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•
આયત નં : 85
•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•
ثُمَّ اَنۡـتُمۡ هٰٓؤُلَاۤءِ تَقۡتُلُوۡنَ اَنۡفُسَكُمۡ وَتُخۡرِجُوۡنَ فَرِيۡقًا مِّنۡكُمۡ مِّنۡ دِيَارِهِمۡ تَظٰهَرُوۡنَ عَلَيۡهِمۡ بِالۡاِثۡمِ وَالۡعُدۡوَانِؕ وَاِنۡ يَّاۡتُوۡكُمۡ اُسٰرٰى تُفٰدُوۡهُمۡ وَهُوَ مُحَرَّمٌ عَلَيۡڪُمۡ اِخۡرَاجُهُمۡؕ اَفَتُؤۡمِنُوۡنَ بِبَعۡضِ الۡكِتٰبِ وَتَكۡفُرُوۡنَ بِبَعۡضٍۚ فَمَا جَزَآءُ مَنۡ يَّفۡعَلُ ذٰلِكَ مِنۡکُمۡ اِلَّا خِزۡىٌ فِى الۡحَيٰوةِ الدُّنۡيَا ۚ وَيَوۡمَ الۡقِيٰمَةِ يُرَدُّوۡنَ اِلٰٓى اَشَدِّ الۡعَذَابِؕ وَمَا اللّٰهُ بِغَافِلٍ عَمَّا تَعۡمَلُوۡنَ (85)
•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•
પછી તમે = ثُمَّ اَنۡـتُمۡ
એવા છો = هٰٓؤُلَاۤءِ
ખૂન કરો છો = تَقۡتُلُوۡنَ
પોતાના (લોકોનાં)જીવ = اَنۡفُسَكُمۡ
અને કાઢો છો = وَتُخۡرِجُوۡنَ
એક જૂથને = فَرِيۡقًا
તમારામાંથી = مِّنۡكُمۡ
તેમના ઘરોમાંથી = مِّنۡ دِيَارِهِمۡ
તમે મદદ કરો છો = تَظٰهَرُوۡنَ
તેઓની વિરુદ્ધ = عَلَيۡهِمۡ
પાપથી = بِالۡاِثۡمِ
અને હદનું ઉલ્લંઘનથી = وَالۡعُدۡوَانِؕ
અને જો = وَاِنۡ
તેઓ તમારી પાસે આવે = يَّاۡتُوۡكُمۡ
કેદીઓ તરીકે = اُسٰرٰى
તમે તેઓને છોડાવો છો = تُفٰدُوۡهُمۡ
જ્યારે કે = وَهُوَ
હરામ છે તમારા પર = مُحَرَّمٌ عَلَيۡڪُمۡ
તેઓને કાઢવા = اِخۡرَاجُهُمۡؕ
શું તમે ઈમાન રાખો છો = اَفَتُؤۡمِنُوۡنَ
કેટલાક ભાગ પર = بِبَعۡضِ
કિતાબના = الۡكِتٰبِ
અને ઇનકાર કરો છો = وَتَكۡفُرُوۡنَ
કેટલાક ભાગનો = بِبَعۡضٍۚ
તો શું = فَمَا
સજા = جَزَآءُ
જે કરે છે = مَنۡ يَّفۡعَلُ
તેવું = ذٰلِكَ
તમારામાંથી = مِنۡکُمۡ
સિવાય અપમાન = اِلَّا خِزۡىٌ
દુનિયાના જીવનમાં = فِى الۡحَيٰوةِ الدُّنۡيَا
અને કયામતના દિવસે = وَيَوۡمَ الۡقِيٰمَةِ
તેઓને પાછા મોકલવામાં આવશે = يُرَدُّوۡنَ
સખત યાતના તરફ = اِلٰٓى اَشَدِّ الۡعَذَابِؕ
અને નથી અલ્લાહ બેખબર = وَمَا اللّٰهُ بِغَافِلٍ
જે તમે કરો છો = عَمَّا تَعۡمَلُوۡنَ
•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•
85. પછી પણ તમે પોતાનાઓના કતલ કર્યા અને પોતાના એક જૂથને તેમના ઘરથી કાઢ્યા અને ગુનાહ તથા ઈર્ષા કરવાના કામમાં તેમના વિરુધ્ધ બીજાનો પક્ષ લીધો. હા, જયારે તેઓ કેદી બનીને તમારા પાસે આવ્યા તો તમે એમના બદલામાં માલ આપ્યો (જેને ફિદિયા કહે છે) પરંતુ તેમને કાઢવાનુ જે તમારા પર હરામ હતુ (એની કોઈ ચિંતા ન કરી) શું તમે કિતાબની કેટલીક વાતો માનો છો અને કેટલીકને નકારો છો? તમારામાંથી જે કોઈ આવું કરે તેની સજા એના સિવાય શું હોઈ શકે કે દુનિયામાં અપમાન અને કયામતના દિવસે કઠિન સજાઓની માર! અને અલ્લાહ તમારા કાર્યોથી અજાણ નથી.
•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•
આયત નં : 86
•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•
اُولٰٓئِكَ الَّذِيۡنَ اشۡتَرَوُا الۡحَيٰوةَ الدُّنۡيَا بِالۡاٰخِرَةِ فَلَا يُخَفَّفُ عَنۡهُمُ الۡعَذَابُ وَلَا هُمۡ يُنۡصَرُوۡنَ (86)
•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•
તે લોકો = اُولٰٓئِكَ
જેઓ = الَّذِيۡنَ
ખરીદ્યું = اشۡتَرَوُا
જીવન = الۡحَيٰوةَ
દુનિયાનું = الدُّنۡيَا
આખિરત(પરલોક) ના બદલે = بِالۡاٰخِرَةِ
તો નહીં = فَلَا
હળવો કરવામાં આવશે = يُخَفَّفُ
તેમનાથી = عَنۡهُمُ
યાતના = الۡعَذَابُ
અને નહીં = وَلَا
તેઓ = هُمۡ
મદદ કરવામાં આવશે = يُنۡصَرُوۡنَ
•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•
86. આ તે લોકો છે જેમણે દુનિયાની જિંદગીને આખિરતના બદલે ખરીદી લીધી છે, તેથી તેમની ન સજાઓ ઓછી થશે કે ન તેમની મદદ કરવામાં આવશે.
•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•
તફસીર(સમજૂતી)
•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•
આ આયતમાં ઉલ્લેખિત વર્ણન તે લોકોનું હતું જેઓ વહીના ઉતર્યાના સમયે મદીનામાં હાજર હતા. અને તેઓ બે કબીલા ઔસ અને ખઝરજ, જે અનસાર તરીકે જાણીતા છે, તેઓ રસુલુલ્લાહ (સલ્લાલ્લાહુ અલયહી વસલ્લમ) ના પયગંબર બન્યા પહેલા મુશરિક હતા અને જાહિલિયતની આદત મુજબ એકબીજા સાથે લડતા હતા. આ લોકો દરમિયાન, યહૂદીઓના ત્રણ કબીલા, બનુ કુરાઈઝા, બનુ નઝીર અને બનુ કૈનુકા, મદીનામાં આવીને ત્યાં રહેવા લાગ્યા. તેમાંથી દરેક કબીલાએ મદીનાના કોઈ કબીલા સાથે (રક્ષણાત્મક) કરાર કર્યો હતો.
જ્યારે પણ કબીલા ઔસ અને ખઝરજ વચ્ચે લડાઈ થતી, ત્યારે એક યહૂદી કબીલો તેમના વિરોધીઓની મદદ કરતો, જેમને બીજો યહૂદી કબીલો મદદ કરતો હોય. આમ, યહૂદીઓ એકબીજાને મારતા હતા. ઘણી વખત તેઓ એકબીજાને દેશનિકાલ પણ કરતા અને એકબીજાની સંપત્તિ લૂંટી લેતા. પછી જ્યારે યુદ્ધ સમાપ્ત થઈ જતું, ત્યારે યુદ્ધના પક્ષકારોએ એકબીજાના જે લોકોને યુદ્ધ કેદી બનાવ્યા હોય, તેઓ તેમને ખંડણી આપીને મુક્ત કરાવતા.
આ ત્રણેય બાબતો, જેનું તેઓ ઉલ્લંઘન કરી રહ્યા હતા, તેમના પર ફરજિયાત કરવામાં આવ્યાં હતા:
(1) એકબીજાનું લોહી ન વહાવો
(2) એકબીજાને ઘરોમાંથી ન કાઢો.
(3) જ્યારે તેઓ પોતાનામાંથી કોઈને કેદી જુએ, તો તેની ખંડણી આપીને તેને છોડાવવો તેમના માટે આ નિયમ જરૂરી છે.
તો આ લોકોએ છેલ્લી વાત પર અમલ કર્યો અને પહેલી બે વાતોને અવગણી દીધી. તેથી તેમના વર્તન પર અલ્લાહ તાઆલાએ ઠપકો આપતા ફરમાવ્યું:
افتومنون ببعض الکتب
"શું તમે કિતાબની એક વાત પર ઈમાન લાવો છો?" તેનો મતલબ કે કેદીઓની મુક્તિ માટે ખંડણી આપવી.
وتکفرون ببعض
"અને બીજી વાતો સાથે કુફ્ર(ઈન્કાર) કરો છો?" તેનાથી મતલબ છે એકબીજાને મારવા અને એકબીજાને ઘરોમાંથી કાઢવા.
આ આયત એ વાતનો પુરાવો છે કે ઈમાનના પરીપૂર્ણ માટે અલ્લાહના દરેક આદેશોનું પાલન કરવું અને તેણે આપેલ દરેક પ્રતિબંધોથી બચવું જરૂરી છે. તેમજ, તમામ ફરજો ઈમાનનો ભાગ ગણાય છે.
•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•
આયત નં : 85 તફસીર
•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•
અલ્લાહ તઆલાએ ફરમાવ્યું:
فما جزآء من یفعل ذلک منکم الا خزی فی الحیوۃ الدنیا
"તમારામાંથી જે પણ આવું કરશે, તેને દુનિયામાં અપમાન સિવાય કોઈ સજા નહીં મળે."
અને તેઓએ આ અપમાનનો સામનો કરવો પડ્યો. અલ્લાહ તાઆલાએ તેમને અપમાનિત કર્યા અને તેમના રસૂલને તેમના પર વિજય અપાવ્યો. તેઓમાંથી કેટલાકને મારી નાખવામાં આવ્યા અને કેટલાકને ગુલામ બનાવવામાં આવ્યા અને કેટલાકને દેશનિકાલ કરવામાં આવ્યા.
ویوم القیمۃ یردون الی اشد العذاب
"અને કયામતના દિવસે સખત સજા તરફ પાછા લાવવામાં આવશે." એટલે કે કયામતના દિવસની સજા દુનિયાની સજા કરતાં પણ વધી જશે.
وما اللہ فغافل عما تعلمون
"અને અલ્લાહ તાઆલા તમારા કાર્યોથી બેખબર નથી."
•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•
આયત નં : 86 તફસીર
•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•
પછી અલ્લાહ તાઆલાએ ફરમાવ્યું કે શું કારણ હતું જેના લીધે તેઓ અલ્લાહની કિતાબના કેટલાક હિસ્સા પર ઈમાન લાવે અને કેટલાક હિસ્સાનો ઈન્કાર કરે? તો ફરમાવ્યું:
اولئک الذین اشتروا الحیوۃ الدنیا بالاخرۃ
"આ એ લોકો છે જેમણે દુનિયાનું જીવન આખિરતના બદલામાં ખરીદી લીધું." એટલે કે તેમને વહેમ હતો કે જો તેઓ તેમના સાથીઓની મદદ નહીં કરે તો આ શરમની વાત છે. તેથી તેઓએ શર્મના બદલામાં આગ પસંદ કરી. તેથી અલ્લાહ તાઆલાએ ફરમાવ્યું:
فلا یحفف عنھم العذاب
"તો તેમનાથી અઝાબ હળવો કરવામાં નહીં આવે." એટલે કે અઝાબની તીવ્રતા હંમેશા રહેશે અને તેમને ક્યારેય રાહત નહીં મળે
ولا ھم ینصرون
"અને તેમની મદદ કરવામાં આવશે નહીં." એટલે કે તેમનાથી અઝાબ દૂર કરવામાં નહીં આવે.
No comments:
Post a Comment