પારા નં:- 01| (02. સૂરહ બકરહ)
આયત નં:- 83
================
وَاِذۡ اَخَذۡنَا مِيۡثَاقَ بَنِىۡٓ اِسۡرَآءِيۡلَ لَا تَعۡبُدُوۡنَ اِلَّا اللّٰهَ وَبِالۡوَالِدَيۡنِ اِحۡسَانًا وَّذِى الۡقُرۡبٰى وَالۡيَتٰمٰى وَالۡمَسٰکِيۡنِ وَقُوۡلُوۡا لِلنَّاسِ حُسۡنًا وَّاَقِيۡمُوا الصَّلٰوةَ وَاٰتُوا الزَّکٰوةَ ؕ ثُمَّ تَوَلَّيۡتُمۡ اِلَّا قَلِيۡلًا مِّنۡکُمۡ وَاَنۡـتُمۡ مُّعۡرِضُوۡنَ (83)
•┈┈┈┈••✦✿✦••┈┈┈┈
وَاِذۡ - અને જ્યારે
اَخَذۡنَا - અમે લીધો
مِيۡثَاقَ - વચન
بَنِىۡٓ اِسۡرَآءِيۡلَ - ઇઝરાયલના પુત્રો
لَا - નહીં
تَعۡبُدُوۡنَ - તમે બંદગી કરો
اِلَّا - સિવાય
اللّٰهَ - અલ્લાહ
وَبِالۡوَالِدَيۡنِ - અને માતાપિતા સાથે
اِحۡسَانًا - સારું વર્તન
وَّذِى - અને જે
الۡقُرۡبٰى - નજીકના સગા
وَالۡيَتٰمٰى - અને અનાથો
وَالۡمَسٰکِيۡنِ - અને ગરીબો
وَقُوۡلُوۡا - અને કહો
لِلنَّاسِ - લોકોને
حُسۡنًا - સારી વાત
وَّاَقِيۡمُوا - અને કાયમ કરો
الصَّلٰوةَ - નમાજ
وَاٰتُوا - અને આપો
الزَّکٰوةَ - જકાત
ثُمَّ - પછી
تَوَلَّيۡتُمۡ - તમે ફરી ગયા
اِلَّا - સિવાય
قَلِيۡلًا - થોડાક
مِّنۡکُمۡ - તમારામાંથી
وَاَنۡـتُمۡ - અને તમે
مُّعۡرِضُوۡنَ - મોઢું ફેરવનારા
•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•
(83). અને જ્યારે અમે ઈસરાયલના પુત્રો પાસેથી વચન લીધો કે તમે અલ્લાહ સિવાય કોઈની બંદગી ન કરશો અને માતાપિતા સાથે સારું વર્તન કરો, અને (એવી જ રીતે) નજીકના સગા સંબંધીઓ, અનાથો અને ગરીબો સાથે પણ, અને લોકોને સારી વાત કહો અને નમાજ કાયમ કરો અને જકાત આપો, પછી તમે થોડાક સિવાય બધા ફરી ગયા અને તમે મોઢું ફેરવનારા હતા.
•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•
તફસીર(સમજૂતી)
•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•
"અને જ્યારે અમે ઈસરાયલના પુત્રો પાસેથી વચન લીધું "
આ આયતમાં ફરીથી તે વચનનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જે બની ઈસરાયલ સાથે લેવામાં આવ્યો હતો, પરંતુ તેમણે આ વચનથી પણ મુખ ફેરવી લીધું હતું. આ વચનમાં સૌપ્રથમ માત્ર એક અલ્લાહની ઇબાદત પર જોર આપવામાં આવ્યું છે, જે દરેક નબીની મૂળભૂત અને સૌ પ્રથમ દાવત રહી છે (જેમ કે સૂરહ અલ-અંબિયા, આયત 21:25 અને અન્ય આયતોમાં સ્પષ્ટ છે).
وَمَآ اَرْسَلْنَا مِنْ قَبْلِكَ مِنْ رَّسُوْلٍ اِلَّا نُوْحِيْٓ اِلَيْهِ اَنَّهٗ لَآ اِلٰهَ اِلَّآ اَنَا فَاعْبُدُوْنِ
તે પછી માતા-પિતા સાથે સારા વર્તનનો આદેશ છે. અલ્લાહની ઇબાદત પછી બીજા નંબરે માતા-પિતાની આજ્ઞાપાલન અને તેમની સાથે સારા વર્તન પર જોર આપીને સ્પષ્ટ કરી દેવામાં આવ્યું છે કે જે રીતે અલ્લાહની ઇબાદત ખૂબ જ જરૂરી છે, તે જ રીતે તે પછી માતા-પિતાની આજ્ઞાપાલન પણ ખૂબ જ જરૂરી છે અને તેમાં કોઈ ખામી કે કમીની જગ્યા નથી.
કુરઆનમાં અનેક જગ્યાએ અલ્લાહ તઆલાએ પોતાની ઇબાદત પછી બીજા નંબરે માતા-પિતાની આજ્ઞાપાલનનો ઉલ્લેખ કરીને તેના મહત્ત્વને સ્પષ્ટ કરી દીધું છે. તેના પછી સગા સંબંધીઓ, અનાથો અને ગરીબો સાથે સારા વર્તનની ફરજ પાડવામાં આવી છે અને સારી વાત કરવાનો આદેશ છે. ઇસ્લામમાં પણ આ બાબતો પર ખૂબ જોર આપવામાં આવ્યું છે, જેમ કે રસૂલ ﷺ ની હદીસોમાં સ્પષ્ટ છે.
આ વચનમાં નમાજ કાયમ કરવાની અને જકાત આપવાનો પણ આદેશ છે, જેથી સ્પષ્ટ થાય છે કે આ બંને ઇબાદતો પાછલી શરીઅતોમાં પણ હતી. જેનાથી તેમની મહત્ત્વતા સ્પષ્ટ થાય છે. ઇસ્લામમાં પણ આ બંને ઇબાદતો ખૂબ જ મહત્ત્વની છે, એટલું જ નહીં, તેમાંથી કોઈ એકનો ઇનકાર અથવા તેમાંથી મુખ ફેરવવાને કુફ્રની સમાન ગણવામાં આવે છે. જેમ કે અબૂબકર સિદ્દીક (રદિયલ્લાહુ અન્હુ)ના ખિલાફતના સમયમાં જકાત ન આપનારાઓ સામે જિહાદ કરવાથી સ્પષ્ટ થાય છે.
No comments:
Post a Comment