Wednesday, January 22, 2025

2 : 78-79 યહૂદી વિદ્વાનોની છેતરપિંડી...

 પારા નં:- 01| (02. સૂરહ બકરહ)

આયત નં:- 78-79

================


وَ مِنۡهُمۡ اُمِّيُّوۡنَ لَا يَعۡلَمُوۡنَ الۡكِتٰبَ اِلَّاۤ اَمَانِىَّ وَاِنۡ هُمۡ اِلَّا يَظُنُّوۡنَ (78)

•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•

અને તેમનામાંથી કેટલાક = وَ مِنۡهُمۡ

અભણ છે = اُمِّيُّوۡنَ

તેઓ જાણતા નથી = لَا يَعۡلَمُوۡنَ

કિતાબને = الۡكِتٰبَ

સિવાય(માત્ર)અટકલો = اِلَّاۤ اَمَانِىَّ

અને નથી = وَاِنۡ

પરંતુ તેઓ (માત્ર) = هُمۡ اِلَّا

ગુમાન કરે છે = يَظُنُّوۡنَ

•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•


(78). અને તેમનામાંથી કેટલાક અભણ લોકો એવા પણ છે જે કિતાબના માત્ર શબ્દો પઢે છે,   અને ફક્ત અટકલ અને ગુમાન કરે છે.

•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•

 તફસીર(સમજૂતી)

•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•


وَمِنْهُمْ

"અને તેમનામાંથી કેટલાક," એટલે કે, અહલે કિતાબમાંથી...

أُمِّيُّون

અભણ લોકો," જે જ્ઞાનીઓમાં ગણાતા નથી.

અહીં સુધી યહૂદીઓના જ્ઞાની લોકોની વાતો હતી. રહ્યા તેમના અનપઢ લોકો, તેઓ તોરાતથી અજાણ છે, પણ તેઓ ઈચ્છાઓ રાખે છે અને અનુમાનો પર તેમનું ગુજરાન ચાલે છે, જેમાં તેમના વિદ્વાનઓએ તેમને ફસાવ્યા છે.  જેમ કે, "આપણે તો અલ્લાહના પ્રિય છીએ, જો આપણે જહન્નમમાં ગયા પણ, તો માત્ર થોડા દિવસ માટે જ, અને આપણા બુઝુર્ગ આપણને બચાવી લેશે," વગેરે. જેમ કે આજના જાહિલ મુસ્લિમોને પણ ગુમરાહ ઉલેમાઓએ આવી જ સુંદર માયાજાળમાં અને છેતરપિંડીભર્યા વચનોમાં ફસાવી રાખ્યા છે.

(અહસનુલ બયાન)

•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•

આયત નં : 79

•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•


فَوَيْلٌ لِّلَّذِينَ يَكْتُبُونَ الْكِتَابَ بِأَيْدِيهِمْ ثُمَّ يَقُولُونَ هَٰذَا مِنْ عِندِ اللَّهِ لِيَشْتَرُوا بِهِ ثَمَنًا قَلِيلًا ۖ فَوَيْلٌ لَّهُم مِّمَّا كَتَبَتْ أَيْدِيهِمْ وَوَيْلٌ لَّهُم مِّمَّا يَكْسِبُونَ (79)

•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•

 

બસ બરબાદી છે = فَوَيۡلٌ

તે લોકોની = لِّلَّذِيۡنَ

તેઓ કિતાબ લખે છે = يَكۡتُبُوۡنَ الۡكِتٰبَ

પોતાના હાથથી = بِاَيۡدِيۡهِمۡ 

પછી = ثُمَّ 

તેઓ કહે છે = يَقُوۡلُوۡنَ

આ અલ્લાહના‌ તરફથી‌ છે = هٰذَا مِنۡ عِنۡدِ اللّٰهِ

જેથી તેઓ હાસિલ કરે = لِيَشۡتَرُوۡا

તેના દ્રારા થોડી કિંમત = بِهٖ ثَمَنًا قَلِيۡلًا

બસ તેઓના માટે બરબાદી છે = فَوَيۡلٌ لَّهُمۡ

(આ કારણે) જે = مِّمَّا 

લખ્યું = کَتَبَتۡ 

તેમના હાથોએ = اَيۡدِيۡهِمۡ

અને હલાકત છે = وَوَيۡلٌ

તેઓના માટે = لَّهُمۡ

(આ કારણે) જે = مِّمَّا

તેઓ બધા કમાઈ છે = يَكۡسِبُوۡنَ

•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•


(79). તે લોકો માટે વૈલ(બરબાદી) છે, જેઓ પોતે પોતાના હાથે લખેલી કિતાબને અલ્લાહ તરફથી કહે છે અને આ રીતે દુનિયા(ધન) કમાય છે, તેમના હાથોના લખાણને અને કમાણીને કારણે વિનાશ અને બરબાદી છે.

•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•

 તફસીર(સમજૂતી)

•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•


આ યહૂદી વિદ્વાનઓના અહંકાર અને રબના ભયથી મુક્તિની સ્પષ્ટતા છે કે તેઓ પોતાના હાથે મસલાઓ ગઢે છે અને જોરશોરથી લોકોને સમજાવે છે કે આ અલ્લાહ તરફથી છે.

(અહસનુલ બયાન)

لِیَشْتَرُوْا بِہٖ ثَــمَنًا قَلِیْلًا

"જેથી તેના દ્વારા થોડો ફાયદો મેળવી શકાય" 

પરંતુ સમગ્ર વિશ્વ શરૂઆતથી લઈને અંત સુધી અલ્લાહની કિતાબના મુકાબલામાં ખૂબ જ ઓછી કિંમત ધરાવે છે. 

 તેથી, તેઓએ પોતાના આ ખોટા કામને એક માયાજાળ બનાવી રાખ્યું છે જેમાં લોકોને ફસાવીને તેમનો માલ લૂંટી લે છે.  તેથી, તેઓ લોકો પર બે રીતે અત્યાચાર કરે છે: 

(૧) એક એ કે તેઓ લોકોના‌ સમક્ષ સત્ય ધર્મ છુપાવે છે. 

(૨) બીજું એ કે તેઓ લોકોનો માલ ખોટા અને ખૂબ જ ખરાબ રીતે લૂંટી લે છે, 

  તેથી, આ બે કારણોસર અલ્લાહ તઆલાએ તેમને ચેતવણી આપી છે.

 فَوَیْلٌ لَّھُمْ مِّمَّا کَتَبَتْ اَیْدِیْہِمْ

"તેથી, નાશ છે તેમના માટે જે તેમના હાથે લખાયું છે" 

એટલે કે, જે ફેરફાર કર્યો અને ખોટા લખાણો લખ્યા.

 وَوَیْلٌ لَّھُمْ مِّمَّا یَکْسِبُوْنَ

"અને નાશ છે તેમના માટે જે તેઓ ખોટા રીતે કમાય છે" 

વૈલ એટલે કે, તીવ્ર ત્રાસ અને અજાયબ સજા.

(તફસીર સઅદી)

હદીસ મુજબ, વૈલ જહન્નમની એક ખીણ છે, જે એટલી ઊંડી છે કે એક કાફિરને તેના તળિયે પહોંચવામાં ચાળીસ વર્ષ લાગશે. (મુસ્નદ અહેમદ, તિરમિજી, ઈબ્ને હિબાન અને હાકિમ ફતહુલ કદીરના હવાલા સાથે)

(અહસનુલ બયાન)


શૈખુલ ઇસ્લામ ઇબ્ને તૈમિયહ રહિમલ્લાહએ  

આયતની તફસીર કરતા ફરમાવ્યું... 

અલ્લાહ તઆલાએ અહીં કેટલાક લોકોની સખત નિંદા અને ચેતવણી આપી છે... 

(1). જે લોકો અલ્લાહની આયતોમાં ફેરફાર કરીને તેને તેના મૂળ અર્થથી હટાવી દે છે. 

(2). જે લોકો કિતાબ અને સુન્નતને પોતાની બિદઅતોનો આધાર બનાવે છે. 

(3). જે લોકો કિતાબનું ઈલ્મ નથી ધરાવતા અને કિસ્સાઓ અને કહાનીઓના સહારે પોતાની મનોકામનાઓ પૂરી કરે છે.

(4). જે લોકો ફક્ત દુનિયા કમાવા માટે કોઈ એવી કિતાબ લખે છે, જે કુરઆન અને સુન્નતના વિરૂદ્ધ છે અને કહે છે કે આ અલ્લાહ તઆલા તરફથી છે.

(5).  જે કિતાબ અને સુન્નતને ફક્ત આ કારણે છૂપાવે છે કે ક્યાંક તેમના વિરોધીઓ તેને પોતાના હકમાં દલીલ ન બનાવી લે.


No comments:

Post a Comment