Tuesday, January 7, 2025

2 : 75-77 યહૂદીઓના કપટનો પર્દાફાશ...

 પારા નં:- 01| (02. સૂરહ બકરહ)

આયત નં:- 75-77

================


اَفَتَطۡمَعُوۡنَ اَنۡ يُّؤۡمِنُوۡا لَـكُمۡ وَقَدۡ كَانَ فَرِيۡقٌ مِّنۡهُمۡ يَسۡمَعُوۡنَ کَلَامَ اللّٰهِ ثُمَّ يُحَرِّفُوۡنَهٗ مِنۡۢ بَعۡدِ مَا عَقَلُوۡهُ وَهُمۡ يَعۡلَمُوۡنَ‏ (75)

•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•

શું પછી તમે ઈચ્છો છો = اَفَتَطۡمَعُوۡنَ 

એ કે = اَنۡ

તેઓ ઈમાન લઈ આવશે = يُّؤۡمِنُوۡا

તમારા પર = لَـكُمۡ

જો કે = وَقَدۡ

હતું એક જૂથ = كَانَ فَرِيۡقٌ

તેમાંથી = مِّنۡهُمۡ

સાંભળીને = يَسۡمَعُوۡنَ

અલ્લાહનું કલામ = کَلَامَ اللّٰهِ

પછી = ثُمَّ

તેઓ તેમાં હેરફેર કરે છે = يُحَرِّفُوۡنَهٗ

તેના પછી કે = مِنۡۢ بَعۡدِ مَا 

તેઓને તેની સમજણ છે = عَقَلُوۡهُ

જો કે તેઓ જાણે છે = وَهُمۡ يَعۡلَمُوۡنَ‏

•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•

(75). (હે મુસલમાનો!) શું તમે ઈચ્છો છો કે તેઓ (યહૂદી) ઈમાનવાળા થઈ જાય, જો કે તેમનામાં એવા પણ છે જેઓ અલ્લાહના‌ કલામને  સાંભળીને, સમજદાર અને જ્ઞાની હોવા છતાંય તેમાં હેરફેર કરી દે છે, અને આવુ તેઓ જાણી જોઈને કરે છે.

•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•

 તફસીર(સમજૂતી)

•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•

"શું તમે ઈચ્છો છો કે તેઓ ઈમાનવાળા થઈ જાય..."

અહલે ઈમાન (એટલે કે ઈમાનવાળાઓને) સંબોધીને યહૂદીઓ વિશે કહેવામાં આવ્યું છે કે, શું તમને તેઓના ઈમાન લાવવાની આશા છે? જ્યારે કે તેમના પૂર્વજોમાં એક જૂથ એવું હતું જે અલ્લાહના કલામમાં જાણી જોઈને ફેરફાર કરતું હતું.


આ વિચાર નકારાત્મક છે, એટલે કે એવા લોકોના ઈમાન લાવવાની કોઈ આશા નથી. તેનો અર્થ એ થયો કે જે લોકો દુન્યવી લાભો અથવા પક્ષપાતના કારણે અલ્લાહના કલામમાં ફેરફાર કરવાથી પણ ગભરાતા નથી, તેઓ ગુમરાહીની એવી દલદલમાં ફસાઈ જાય છે કે તેમાંથી બહાર આવી શકતા નથી.

•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•

આયત નં : 76

•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•

وَاِذَا لَـقُوۡا الَّذِيۡنَ اٰمَنُوۡا قَالُوۡآ اٰمَنَّا  ۖۚ وَاِذَا خَلَا بَعۡضُهُمۡ اِلٰى بَعۡضٍ قَالُوۡآ اَ تُحَدِّثُوۡنَهُمۡ بِمَا فَتَحَ اللّٰهُ عَلَيۡكُمۡ لِيُحَآجُّوۡكُمۡ بِهٖ عِنۡدَ رَبِّكُمۡ‌ؕ اَفَلَا تَعۡقِلُوۡنَ (76)

•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•

અને જ્યારે = وَاِذَا

તેઓ મળે છે = لَـقُوۡا 

એ લોકોને = الَّذِيۡنَ 

જેઓ ઈમાનવાળા છે = اٰمَنُوۡا

તો કહે છે અમે ઈમાન લાવ્યાં = قَالُوۡآ اٰمَنَّا

અને જ્યારે એકલા = وَاِذَا خَلَا 

તેમના જેવા‌ 

કેટલાક પાસે જાય = بَعۡضُهُمۡ اِلٰى بَعۡضٍ

તો કહે છે = قَالُوۡآ 

શું તમે તેમને બતાવો છો = اَ تُحَدِّثُوۡنَهُمۡ

તે જે = بِمَا

ખોલ્યું છે અલ્લાહે = فَتَحَ اللّٰهُ

તમારા પર = عَلَيۡكُمۡ

જેથી તેઓ દલીલ

 આપે તમારા પર    = لِيُحَآجُّوۡكُمۡ 

તેના દ્રારા = بِهٖ

તમારા રબ પાસે = عِنۡدَ رَبِّكُمۡ‌ؕ 

તો શું = اَفَلَا

તમે અકલ નથી રાખતાં = تَعۡقِلُوۡنَ

•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•


(76). અને જ્યારે ઈમાનવાળાઓને મળે છે તો પોતાની ઈમાનદારી જાહેર કરે છે, અને જયારે પરસ્પર એકબીજાને મળે છે તો કહે છે કે મુસલમાનો સુધી કેમ તેવી વાતો પહોંચાડો છો જે અલ્લાહે તમને શીખવી છે, શું જાણતા નથી કે આ તો અલ્લાહના સમક્ષ તમારા પર એમની દલીલ થઈ જશે.

•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•

 તફસીર(સમજૂતી)

•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•

અહીં કેટલાક યહૂદીઓની કપટભરી યોજનાનો પર્દાફાશ થઈ રહ્યો છે. તેઓ મુસ્લિમો વચ્ચે તો પોતાના ઈમાનનો દાવો  કરે છે, પરંતુ જ્યારે એકબીજા સાથે મળે તો એ વાત પર‌ ટોકે છે કે તમે મુસ્લિમોને તમારી પોતાની કિતાબની એવી વાતો કેમ જણાવો છો જેનાથી અરબી નબીની સત્યતા સ્પષ્ટ થાય છે, આ રીતે તમે જાતે જ એક એવી દલીલ તેમના હાથમાં આપી રહ્યા છો જેને તેઓ તમારા વિરુદ્ધ અલ્લાહની કચેરીમાં રજૂ કરશે."

•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•

આયત નં : 77

•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•


اَوَلَا يَعۡلَمُوۡنَ اَنَّ اللّٰهَ يَعۡلَمُ مَا يُسِرُّوۡنَ وَمَا يُعۡلِنُوۡنَ (77)

•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•

અને  શું = اَوَلَا

તેઓ જાણે છે = يَعۡلَمُوۡنَ  

કે બેશક અલ્લાહ = اَنَّ اللّٰهَ

જાણે છે = يَعۡلَمُ 

જે તેઓ છુપાવે છે = مَا يُسِرُّوۡنَ 

અને જે તેઓ જાહેર કરે છે = وَمَا يُعۡلِنُوۡنَ

•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•


(77). શું તેઓ નથી જાણતા કે અલ્લાહ તઆલા તેમની છુપી અને જાહેર બધી વાતોને જાણે છે.

•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•

 તફસીર(સમજૂતી)

•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•


"અલ્લાહ તઆલા કહે છે કે તમે જણાવો કે અલ્લાહને તો દરેક વસ્તુનું જ્ઞાન છે અને તે બધી વાતો તમારા કહેવા વગર પણ મુસલમાનો પર જાહેર કરી શકે છે."





No comments:

Post a Comment