Sunday, December 8, 2024

2 : 71-73 અને અલ્લાહને તમારી છુપાયેલી વાત જાહેર કરવી હતી...

 પારા નં:- 01| (02. સૂરહ બકરહ)

આયત નં:- 71-73

================


قَالَ اِنَّهٗ يَقُوۡلُ اِنَّهَا بَقَرَةٌ لَّا ذَلُوۡلٌ تُثِيۡرُ الۡاَرۡضَ وَلَا تَسۡقِى الۡحَـرۡثَ ‌ۚ مُسَلَّمَةٌ لَّا شِيَةَ فِيۡهَا ‌ؕ قَالُوا الۡــٴٰــنَ جِئۡتَ بِالۡحَـقِّ‌ؕ فَذَبَحُوۡهَا وَمَا كَادُوۡا يَفۡعَلُوۡنَ (71)

•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•

તેણે કહ્યું = قَالَ 

બેશક તે કહે છે = اِنَّهٗ يَقُوۡلُ

બેશક તે ગાય = اِنَّهَا بَقَرَةٌ 

ન કામ કરવાવાળી હોય = لَّا ذَلُوۡلٌ 

ખેતી કરતી હોય = تُثِيۡرُ

જમીન = الۡاَرۡضَ  

અને ન પાણી પાતી હોય = وَلَا تَسۡقِى ‌

ખેતીને = الۡحَـرۡثَ 

તંદુરસ્ત હોય = مُسَلَّمَةٌ 

ન કોઈ દાગ = لَّا شِيَةَ

તેમાં હોય = فِيۡهَا 

તેઓએ કહ્યું = قَالُوا 

હવે = الۡــٴٰــنَ

તમે આવ્યાં = جِئۡتَ 

હકની સાથે = بِالۡحَـقِّ‌ؕ  

પછી તેઓએ ઝબેહ કર્યું તેને = فَذَبَحُوۡهَا

અને ન તેઓ કરશે તેવું લાગતું = وَمَا كَادُوۡا 

પણ તેઓએ કર્યું = يَفۡعَلُوۡنَ

•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•

71. તેણે (મૂસાએ)કહ્યું કે અલ્લાહનો આદેશ છે કે તે ગાય ખેતીવાળી જમીનમાં હળ જોતવાવાળી અને ખેતીને પાણી પીવડાવવાવાળી નહીં, તે સ્વસ્થ અને

બેદાગ છે. તેઓએ કહ્યું હવે આપે સ્પષ્ટ કરી દીધું, પછી પણ તેઓ આદેશોનું પાલન કરનાર ન હતા, પરંતુ તેમણે માન્યું અને ગાયને ઝબેહ કરી.

•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•

 તફસીર(સમજૂતી)

•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•

તેઓને આદેશ તો તે આપવામાં આવ્યો હતો કે એક ગાય ઝબેહ કરી દે, ભલે તે ગાય કોઈ પણ હોય તેને ઝબેહ કરી દેતાં તો આદેશનું પાલન થઈ જાત, પરંતુ તેઓએ અલ્લાહના આદેશનું સરળ રીતે પાલન કરવાના બદલે ખામીઓ અને ખૂબીઓ શોધવા લાગ્યા અને અલગ અલગ સવાલ કરવા લાગ્યા, જેના લીધે અલ્લાહે પણ તેમના પર કઠીનાઈઓ કરવા લાગ્યો...

એટલા માટે જ દિનમાં કઠીનતા અપનાવવાની મનાઈ છે...

•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•

આયત નં : 72

•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•

وَ اِذۡ قَتَلۡتُمۡ نَفۡسًا فَادّٰرَءۡتُمۡ فِيۡهَا ‌ؕ وَاللّٰهُ مُخۡرِجٌ مَّا كُنۡتُمۡ تَكۡتُمُوۡنَۚ (72)

•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•

અને જ્યારે = وَ اِذۡ 

તમે ‌કતલ કર્યું = قَتَلۡتُمۡ 

એક વ્યક્તિ = نَفۡسًا 

પછી તમે ઝઘડો કર્યો = فَادّٰرَءۡتُمۡ ‌

આ વિશે = فِيۡهَا 

અને અલ્લાહ = وَاللّٰهُ

જાહેર કરવાનો હતો તે = مُخۡرِجٌ مَّا 

જે તમે છુપાવતા હતાં = كُنۡتُمۡ تَكۡتُمُوۡنَۚ

•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•

72. અને જ્યારે તમે એક જીવને કતલ કરી દીધો, પછી એકબીજા પર આરોપ મુકવા લાગ્યા, અને અલ્લાહને તમારી છુપાયેલી વાત જાહેર કરવી હતી.

•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•

 તફસીર(સમજૂતી)

•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•

આ હત્યાની ઘટના જેના લીધે બની ઈસરાઈલને ગાય ઝબેહ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો અને આ રીતે અલ્લાહ તઆલાએ તે હત્યાનો પર્દાફાશ કરી દીધો, જે રાતના અંધારામાં લોકોથી છુપાવીને કરાઈ હતી.


મતલબ સ્પષ્ટ છે કે નેકી હોય કે ગુનાહ તમે ગમે તેટલી છુપાવીને કરો અલ્લાહના ઈલ્મમાં છે અને અલ્લાહ તઆલા તેને લોકો સમક્ષ જાહેર કરવાની કુદરત ધરાવે છે. એટલા માટે તનહાઈમાં અથવા જાહેરમાં દરેક સમયે અને દરેક જગ્યાએ નેક કામો જ કરો જેથી તે કોઈ પણ સમયે જાહેર થઈ જાય અને લોકો સુધી તેની જાણ પણ થાય તો શર્મદગી ન થાય. પરંતુ તેમાં વધારો થાય અને ગુનો ગમે તેટલો પણ છુપાવીને કરો તેનો પર્દાફાશ થવાનો જ છે જેનાથી વ્યક્તિની બદનામી થાય છે.

•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•

આયત નં : 73

•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•

فَقُلۡنَا اضۡرِبُوۡهُ بِبَعۡضِهَا ‌ؕ كَذٰلِكَ يُحۡىِ اللّٰهُ الۡمَوۡتٰى ۙ وَيُرِيۡکُمۡ اٰيٰتِهٖ لَعَلَّكُمۡ تَعۡقِلُوۡنَ (73)

•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•

પછી અમે કહ્યું = فَقُلۡنَا

તમે મારો તેને = اضۡرِبُوۡهُ

તેના ટુકડાંને = بِبَعۡضِهَا

એવી રીતે = كَذٰلِكَ

જીવિત કરશે = يُحۡىِ 

અલ્લાહ = اللّٰهُ 

મડદાંઓને = الۡمَوۡتٰى 

અને તે તમને દેખાડે છે = وَيُرِيۡکُمۡ

નિશાનીઓ = اٰيٰتِهٖ

જેથી તમને સમજબૂઝ આવે = لَعَلَّكُمۡ تَعۡقِلُوۡنَ

•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•

73. અમે કહ્યું તે ગાયનો એક ટુકડો મડદાના શરીર પર મારો (તે જીવતો થઈ જશે) આ રીતે અલ્લાહ તઆલા મડદાને જીવતા કરીને તમારી અકલમંદી માટે નિશાનીઓ બતાવે છે.

•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•

 તફસીર(સમજૂતી)

•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•

મરનાર વ્યક્તિનું બીજીવાર જીવિત થવું એ સાબિત કરે છે કે અલ્લાહ તઆલા કયામતના દિવસે તમામ મનુષ્યોને બીજીવાર જીવિત કરવાની પોતાની કુદરતનું એલાન કરે છે, કયામતના દિવસે મડદાઓનુ જીવિત થવું કયામતનો ઈન્કાર કરનારાઓ માટે વિચાર વિમર્શ કરવા માટેનું કારણ બનાવે છે. એટલા માટે અલ્લાહ તઆલાએ કુરઆનમાં ઘણી જગ્યાએ આ વિશે વર્ણન કર્યું છે.






No comments:

Post a Comment