પારા નં:- 01| (02. સૂરહ બકરહ)
આયત નં:- 69-70
================
قَالُوا ادۡعُ لَنَا رَبَّكَ يُبَيِّنۡ لَّنَا مَا لَوۡنُهَا ؕ قَالَ اِنَّهٗ يَقُوۡلُ اِنَّهَا بَقَرَةٌ صَفۡرَآءُۙ فَاقِعٌ لَّوۡنُهَا تَسُرُّ النّٰظِرِيۡنَ (69)
•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•
તેઓએ કહ્યું = قَالُوا
દુઆ કરો = ادۡعُ
અમારા માટે = لَنَا
પોતાના રબથી = رَبَّكَ
તે બતાવી દે = يُبَيِّنۡ
અમારા માટે = لَّنَا
કેવો હોય તેનો રંગ = مَا لَوۡنُهَا
કહ્યું = قَالَ
બેશક તે કહે છે = اِنَّهٗ يَقُوۡلُ
બેશક તે ગાય = اِنَّهَا بَقَرَةٌ
પીળા રંગની = صَفۡرَآءُۙ
ઘેરા = لَّوۡنُهَا
તેનો રંગ =
ખુશ કરી દે = تَسُرُّ
જોવાવાળાને = النّٰظِرِيۡنَ
•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•
69. તેઓ ફરીથી કહેવા લાગ્યા કે અલ્લાહથી દુઆ કરો કે તે અમને બતાવી દે કે એનો રંગ કેવો હોય? ફરમાવ્યું તે કહે છે કે ગાય ઘેરા પીળા રંગની હોય, અને તેનો રંગ જોનારાઓને ખુશ કરી દે.
===============
આયત નં : 70
===============
قَالُوا ادۡعُ لَنَا رَبَّكَ يُبَيِّنۡ لَّنَا مَا هِىَۙ اِنَّ الۡبَقَرَ تَشٰبَهَ عَلَيۡنَا ؕ وَاِنَّـآ اِنۡ شَآءَ اللّٰهُ لَمُهۡتَدُوۡنَ (70)
•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•
તેઓએ કહ્યું = قَالُوا
દુઆ કરો = ادۡعُ
અમારા માટે = لَنَا
પોતાના રબથી = رَبَّكَ
તે બતાવી દે = يُبَيِّنۡ
અમારા માટે = لَّنَا
તે કેવી હોય = مَا هِىَۙ
બેશક ગાય = اِنَّ الۡبَقَرَ
શંકાસ્પદ છે અમારા માટે = تَشٰبَهَ عَلَيۡنَا
અને બેશક અમને = وَاِنَّـآ
જો અલ્લાહે ચાહ્યું = اِنۡ شَآءَ اللّٰهُ
જરૂર હિદાયત મળશે = لَمُهۡتَدُوۡنَ
•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•
70. તેઓ કહેવા લાગ્યા કે પોતાના રબથી દુઆ કરો કે તે અમને સ્પષ્ટ બતાવી દે કે તે કેવી હોય? આ પ્રકારની ઘણી ગાયો છે ખબર નહીં પડે, જો અલ્લાહ ઈચ્છશે તો અમને માર્ગદર્શન પ્રાપ્ત થઈ જશે.
•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•
તફસીર(સમજૂતી)
•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•
બન ઈસરાઈલની કોમમાં એક વ્યક્તિ હતો જેની કોઈ ઔલાદ ન હતી અને તેનો એક જ ભત્રીજો હતો, એક રાત્રે તે ભત્રીજાએ પોતાના કાકાને કતલ કરીને તેની લાશને બીજા કોઈ વ્યક્તિના દરવાજા પર નાખી દીધી, અસલી કાતિલની શોધમાં તેઓ એકબીજાના પર આરોપ લગાવતાં હતાં, છેવટે આ મામલો હઝરત મૂસા અ.સ. સુધી પહોંચ્યો, તો તેમણે આ લોકોને એક ગાય ઝબેહ કરવાનો અલ્લાહનો આદેશ બતાવ્યો, અને પછી ગાયના માંસનો એક ટુકડો લાશ પર મારવામાં આવ્યો, જેનાથી તે જીવિત થયો અને કાતિલની ઓળખ બતાવીને મરી ગયો.... (ફત્હુલ કદીર)
No comments:
Post a Comment