Thursday, December 5, 2024

2 : 67-68 ગાય ઝબેહ કરવાનો આદેશ

 પારા નં:- 01| (02. સૂરહ બકરહ)

આયત નં:- 67-68

================


وَاِذۡ قَالَ مُوۡسٰى لِقَوۡمِهٖۤ اِنَّ اللّٰهَ يَاۡمُرُكُمۡ اَنۡ تَذۡبَحُوۡا بَقَرَةً ‌ ؕ قَالُوۡآ اَتَتَّخِذُنَا هُزُوًۡا ‌ؕ قَالَ اَعُوۡذُ بِاللّٰهِ اَنۡ اَكُوۡنَ مِنَ الۡجٰـهِلِيۡنَ (67)

•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•

 

અને જ્યારે કહ્યું = وَاِذۡ قَالَ

મૂસાએ = مُوۡسٰى 

પોતાની કોમને = لِقَوۡمِهٖۤ 

બેશક અલ્લાહ = اِنَّ اللّٰهَ 

તમને આદેશ આપે છે = يَاۡمُرُكُمۡ  

એ કે તમે ઝબેહ કરો = اَنۡ تَذۡبَحُوۡا ‌

ગાય = بَقَرَةً 

તેઓએ કહ્યું = قَالُوۡ 

શું તમે કરો છો અમારી સાથે = آ اَتَتَّخِذُنَا ‌

મશ્કરી = هُزُوًۡا 

કહ્યું = قَالَ

હું પનાહ માગું છું અલ્લાહની = اَعُوۡذُ بِاللّٰهِ 

કે હું થઈ જાઉં = اَنۡ اَكُوۡنَ

અજ્ઞાની = مِنَ الۡجٰـهِلِيۡنَ

•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•


(67). અને જ્યારે હઝરત મૂસા (અ.સ.) એ પોતાની કોમને કહ્યું કે અલ્લાહ તઆલા તમને એક ગાય ઝબેહ (વધ) કરવાનો આદેશ આપે છે, તો તેઓએ કહ્યું અમારી સાથે મશ્કરી કેમ કરો છો? તો મૂસાએ જવાબ આપ્યો કે હું આવી અજ્ઞાનતાથી અલ્લાહ તઆલાની પનાહ માગું છું.

===============

આયત નં : 68

===============


قَالُوا ادۡعُ لَنَا رَبَّكَ يُبَيِّنۡ لَّنَا مَا هِىَ‌ؕ قَالَ اِنَّهٗ يَقُوۡلُ اِنَّهَا بَقَرَةٌ لَّا فَارِضٌ وَّلَا بِكۡرٌؕ عَوَانٌۢ بَيۡنَ ذٰلِكَ‌ؕ فَافۡعَلُوۡا مَا تُؤۡمَرُوۡنَ (68)

•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•


તેઓએ કહ્યું = قَالُوا  

તમે દુઆ કરો અમારા માટે = ادۡعُ لَنَا

પોતાના રબથી = رَبَّكَ  

તે બતાવી દે = يُبَيِّنۡ

અમારા માટે = لَّنَا 

તે કેવી હોય = مَا هِىَ‌ؕ 

(મૂસાએ)કહ્યું = قَالَ 

બેશક તે કહે છે = اِنَّهٗ يَقُوۡلُ

બેશક તે ગાય = اِنَّهَا بَقَرَةٌ  

ન ઘરડી હોય = لَّا فَارِضٌ 

અને ન વાછરડી = وَّلَا بِكۡرٌؕ 

જુવાન હોય = عَوَانٌۢ 

તેની વચ્ચે = بَيۡنَ ذٰلِكَ‌ؕ

બસ તમે કરી લો = فَافۡعَلُوۡا

જે તમને આદેશ આપ્યો છે = مَا تُؤۡمَرُوۡنَ

•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•


68. તેમણે કહ્યું, હે મુસા ! અલ્લાહથી દુઆ કરો કે અમને તેના વિષે બતાવી દે. મૂસાએ ફરમાવ્યું, સાંભળો! તે ગાય ન તો ઘરડી હોય અને ન વાછરડું, પરંતુ મધ્યમ ઉંમરની હોય, હવે તમને જે આદેશ આપવામાં આવે છે તેનું પાલન કરો.

No comments:

Post a Comment