પારા નં:- 01| (02. સૂરહ બકરહ)
આયત નં:- 65-66
================
وَلَقَدۡ عَلِمۡتُمُ الَّذِيۡنَ اعۡتَدَوۡا مِنۡكُمۡ فِىۡ السَّبۡتِ فَقُلۡنَا لَهُمۡ كُوۡنُوۡا قِرَدَةً خَاسِئِـيۡنَ ۚ (65)
•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•
فَجَعَلۡنٰهَا نَكٰلاً لِّمَا بَيۡنَ يَدَيۡهَا وَمَا خَلۡفَهَا وَمَوۡعِظَةً لِّلۡمُتَّقِيۡنَ (66)
•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•
આયત નં : 65
•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•
અને ખરેખર = وَلَقَدۡ
તમને જ્ઞાન છે = عَلِمۡتُمُ
જે લોકો હદથી વધી ગયા = الَّذِيۡنَ اعۡتَدَوۡا
તમારામાંથી = مِنۡكُمۡ
શનિવારના દિવસે = فِىۡ السَّبۡتِ
તો અમે કહ્યું = فَقُلۡنَا
તેઓને = لَهُمۡ
તમે બધા બની જાઓ = كُوۡنُوۡا
વાંદરા = قِرَدَةً
ધુત્કારેલા = خَاسِئِـيۡنَ
•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•
આયત નં : 66
•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•
તો અમે આ(ધટના) બનાવી દીધી = فَجَعَلۡنٰهَا
બોધપાઠ = نَكٰلاً
(તેના) માટે જે = لِّمَا
તેના સામે (આગળ) = بَيۡنَ يَدَيۡهَا
અને જે = وَمَا
તેના પછી હતાં (પાછળ) = خَلۡفَهَا
અને શિખામણ = وَمَوۡعِظَةً
પરહેજગારો માટે = لِّلۡمُتَّقِيۡنَ
•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•
(૬૫). અને ખરેખર તમે લોકોને તે લોકો(વિષે) પણ જાણ છે જેઓ તમારામાંથી શનિવારના દિવસે હદથી વધી ગયા હતાં અને અમે પણ કહીં દીધું કે તમે ધુત્કારેલ વાંદરા બની જાઓ. •┈┈┈┈••✦✿✦••┈┈┈┈•
(૬૬). તો આ (ઘટનાને) અમે આગલા અને પાછલા લોકો માટે બોધપાઠનું કારણ બનાવ્યું અને પરહેજગારો માટે નસીહત(શિખામણ) છે.
•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•
તફસીર(સમજૂતી)
•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•
સબ્ત (એટલે કે શનિવાર) ના દિવસે યહૂદીઓને માછલી પકડવા અથવા કોઈપણ દુન્યવી કાર્ય કરવાની મનાઈ હતી, પરંતુ તેઓએ યુક્તિ દ્વારા અલ્લાહના આદેશનું ઉલ્લંઘન કર્યું. અને (તેઓની પરીક્ષા કરવા માટે) શનિવારના દિવસે જ વધુ માછલીઓ આવતી, તો તેઓએ ખાડા ખોદ્યા, જેથી માછલીઓ તેમાં ફસાઈ જાય અને પછી રવિવારે તેઓ તેને પકડી લેતા.
આ વસ્તીમા ત્રણ જૂથો પડી ગયા. એક ગુનાહિત જૂથ હતું જે આ યુક્તિ દ્વારા માછલીઓ પકડે છે. બીજું જૂથ એ હતું કે જેણે તેમને આ યુક્તિ કરવાની મનાઈ કરી હતી અને ત્રીજું જૂથ તે હતું કે જેઓ પોતે માછલી પકડતા ન હતા પણ પકડનારાઓને મનાઈ કરતા નહોતા અને મનાઈ કરનારાઓને કહેતા કે તમે આ લોકોને કેમ મનાઈ કરો છો? જે રોકાવવાના નથી અને તેમના પર અઝાબ અવતરશે...
અને જેઓ મનાઈ કરતાં હતાં તેઓ જવાબ આપતાં કે અમે એટલા માટે આ લોકોને રોકીએ છીએ કે જેથી અમે અમારા રબ સમક્ષ અમે માફી માંગી શકીએ અને કદાચ આ લોકોને પસ્તાવો થાય અને રોકાઈ જાય. (સૂરહ અઅરાફ :164)
No comments:
Post a Comment