Wednesday, August 7, 2024

2 : 51-54 બની ઈસરાઈલીઓએ મૂસા(અ.સ.)ની ગેરહાજરીમાં વાછરડાને ઉપાસ્ય બનાવી દીધો...

 પારા નં:- 01| (02. સૂરહ બકરહ)

આયત નં:- 51-54

================


وَاِذۡ وٰعَدۡنَا مُوۡسٰٓى اَرۡبَعِيۡنَ لَيۡلَةً ثُمَّ اتَّخَذۡتُمُ الۡعِجۡلَ مِنۡۢ بَعۡدِهٖ وَاَنۡـتُمۡ ظٰلِمُوۡنَ (51)

•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•

અને જ્યારે = وَاِذۡ

 અમે વાયદો કર્યો = وٰعَدۡنَا

 મૂસાથી= مُوۡسٰٓى

 ચાલીસ રાતોનો = اَرۡبَعِيۡنَ لَيۡلَةً

 પછી = ثُمَّ

 તમે (ઉપાસ્યો) ઘડ્યો = اتَّخَذۡتُمُ

 વાછરડાને = الۡعِجۡلَ

 તેના‌ પછી = مِنۡۢ بَعۡدِهٖ

 જો કે તમે જાલિમ હતાં = وَاَنۡـتُمۡ ظٰلِمُوۡنَ

•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•

(51). અને જ્યારે અમે વાયદો કર્યો મૂસાથી ચાલીસ ‌રાતોનો, પછી તમે લોકોએ તેમની ગેરહાજરીમાં વાછરડાને પોતાનો ઉપાસ્ય બનાવી દીધો. અને જાલિમ બની ગયા.

•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•

 તફસીર(સમજૂતી)

•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•

વાછરડાને ઉપાસ્ય બનાવવાની ઘટના ત્યારે થઈ જ્યારે બની ઈસરાઈલીઓ ફિરઔનવાળાઓની ગુલામીમાથી મુક્તિ મેળવીને સિનાઈ દ્વીપકલ્પ પહોંચ્યા, ત્યાં અલ્લાહ તઆલાએ હઝરત મૂસા અ.સ. ને તૌરાત (એટલે કે ધાર્મિક કિતાબ) આપવા માટે ચાલીસ રાત અને દિવસ માટે તૂર પર્વત પર બોલાવ્યાં, હઝરત‌ મૂસા(અ.સ.)ના‌ ગયા‌ પછી બની ઈસરાઈલીઓએ સામરી નામના વ્યક્તિની વાતોમાં આવીને વાછરડાની‌ પૂજા શરૂ કરી દીધી

મનુષ્ય કેટલો મૂર્ખ છે કે અલ્લાહ તઆલાની મોટી મોટી નિશાનીઓ જોયા પછી પણ અને હજુ તો નબીઓ (એટલે કે હઝરત મૂસા અને હારૂન અ.સ.) દુનિયામા હાજર છે તેમ છતાંય વાછરડાને ઉપાસ્ય બનાવી લીધો‌.


આજના મુસલમાનો પણ શિર્કીયા અકીદા અને અમલમાં એટલા ખરાબ રીતે ફસાઈ ગયા છીએ પરંતુ તેઓ સમજે કે મુસલમાન મુશરિક કેવી રીતે હોય શકે ? આવા મુસલમાનોએ તો શિર્કને પથ્થરની મૂર્તિઓની પૂજા માટે જ ખાસ કરી છે કે ફક્ત તે જ શિર્ક છે જ્યારે કે આવા ગુમરાહ મુસલમાનો પણ કબરો પર કબરની સાથે તેવું જ  કરે છે જે પથ્થરની મૂર્તિઓના પૂજારીઓ પોતાની મૂર્તિઓ સાથે કરે છે (અલ્લાહ તઆલા આપણા સૌને શિર્કથી સુરક્ષિત રાખે)

(અહસનુલ બયાન)

================

આયત નં : 52

================

 ثُمَّ عَفَوۡنَا عَنۡكُمۡ مِّنۡۢ بَعۡدِ ذٰلِكَ لَعَلَّكُمۡ تَشۡكُرُوۡنَ‏ (52)

•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•

 પછી અમે દરગુઝર કર્યા = ثُمَّ عَفَوۡنَا

 તમને = عَنۡكُمۡ

 તેના પછી = مِّنۡۢ بَعۡدِ ذٰلِكَ

જેથી તમે બધા શુક્ર ગુજાર બનો لَعَلَّكُمۡ تَشۡكُرُوۡنَ‏

•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•

(52). તેમ છતાં પણ અમે તમને માફ કરી દીધા કે જેથી તમે કૃતજ્ઞ(શુક્ર ગુજાર) બનો.

================

આયત નં : 53

================

 وَاِذۡ اٰتَيۡنَا مُوۡسَى الۡكِتٰبَ وَالۡفُرۡقَانَ لَعَلَّكُمۡ تَهۡتَدُوۡنَ (53)

•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•

 અને જ્યારે = وَاِذۡ

 અમે આપી = اٰتَيۡنَا

 મૂસાને કિતાબ = مُوۡسَى الۡكِتٰبَ

 અને ફુરકાન = وَالۡفُرۡقَانَ

જેથી તમે માર્ગદર્શન મેળવો = لَعَلَّكُمۡ تَهۡتَدُوۡنَ

•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•

(53). અને અમે મૂસા(અ.સ.)ને કિતાબ 'ફુરકાન' (માર્ગદર્શન અને ચમત્કાર) પ્રદાન કર્યું, જેથી તમે તેના દ્વારા સીધો માર્ગ પામી શકો.

•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•

 તફસીર(સમજૂતી)

•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•


"ફુરકાન" એટલે કે તૌરાત ગ્રંથને ફુરકાન કહેવામાં આવે છે કારણ કે દરેક આસમાની કિતાબ હક અને બાતિલમાં ફરક કરનારી હોય છે અથવા તો મોઅજીજાત(ચમત્કાર)ને પણ ફુરકાન કહેવામાં આવ્યું હોય કારણકે હક અને બાતિલની ઓળખ પારખવા માટે તે અગત્યનો ભાગ ભજવે છે. (અહસનુલ બયાન)

==================

આયત નં : 54

==================


 وَاِذۡ قَالَ مُوۡسٰى لِقَوۡمِهٖ يٰقَوۡمِ اِنَّكُمۡ ظَلَمۡتُمۡ اَنۡفُسَکُمۡ بِاتِّخَاذِكُمُ الۡعِجۡلَ فَتُوۡبُوۡآ اِلٰى بَارِئِكُمۡ فَاقۡتُلُوۡٓا اَنۡفُسَكُمۡؕ ذٰ لِكُمۡ خَيۡرٌ لَّـكُمۡ عِنۡدَ بَارِئِكُمۡؕ فَتَابَ عَلَيۡكُمۡ‌ؕ اِنَّهٗ هُوَ التَّوَّابُ الرَّحِيۡمُ (54)

•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•

અને જ્યારે = وَاِذۡ 

કહ્યું = قَالَ 

 મૂસાએ = مُوۡسٰى

 પોતાની કોમને = لِقَوۡمِهٖ

 હે મારી કોમ = يٰقَوۡمِ

 તમે લોકોએ = اِنَّكُمۡ

 ઝુલ્મ કર્યો છે = ظَلَمۡتُمۡ

 પોતાની જાત પર = اَنۡفُسَکُمۡ

 તમે ઉપાસ્ય બનાવીને = بِاتِّخَاذِكُمُ

 વાછરડાને = الۡعِجۡلَ

 તમે તૌબા‌ કરો = فَتُوۡبُوۡآ

 પોતાના રબ સમક્ષ = اِلٰى بَارِئِكُمۡ

 બસ તમે કતલ કરો = فَاقۡتُلُوۡٓا

 પોતાના પ્રાણોને = اَنۡفُسَكُمۡؕ

 આમાં જ = ذٰ لِكُمۡ

 ભલાઈ છે = خَيۡرٌ

 તમારા માટે = لَّـكُمۡ

 નજીક = عِنۡدَ

 તમારા રબની = بَارِئِكُمۡؕ

 તૌબા સ્વીકારી = فَتَابَ

 તમારી = عَلَيۡكُمۡ‌ؕ

 બેશક તે જ તૌબા કબૂલ કરે છે اِنَّهٗ هُوَ التَّوَّابُ

ઘણો દયાળુ છે = الرَّحِيۡمُ

•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•

(54). અને જ્યારે મૂસાએ (પાછા આવીને) પોતાની કોમને કહ્યું હે મારી કોમ ! તમે લોકોએ વાછરડાને ઉપાસ્ય બનાવીને પોતાના ઉપર ઝુલ્મ કર્યો છે એટલા માટે તમે લોકો પોતાના સર્જનહારની (અલ્લાહની) સમક્ષ માફી માંગો (તૌબા કરો) અને તમારામાંથી ગુનેહગારોને કતલ કરો, આમાં જ તમારા સર્જનહારની નજીક તમારી ભલાઈ છે, તે વખતે તમારા સર્જનહારે તમારી તોબા (માફી) સ્વીકારી કારણકે તે મોટો ક્ષમા આપનાર અને દયાળુ છે.

•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•

 તફસીર(સમજૂતી)

•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•


જ્યારે હઝરત મૂસા અ.સ. પાછા આવ્યાં અને તેમને બની ઈસરાઈલીઓના શિર્કની જાણ થઈ તો તેમણે તે લોકોને ખૂબ ફિટકાર લગાવી અને તે લોકોને પોતાના ગુનાહનો એહસાસ થયો તો તેમણે તૌબા કરવાનું નક્કી કર્યું અને તૌબા કરવાનો તરીકો હતો

 (فَاقْتُلُوْٓا اَنْفُسَكُمْ )

(પોતાના પ્રાણોને કતલ કરો) 

જેની સમજૂતી એ છે કે તેનો એક તરીકો એ છે કે દરેકને બે જૂથો માં અલગ કરવામાં આવે પછી તેઓ એકબીજાને કતલ કરે, બીજો તરીકો એ કે શિર્ક કરનારાઓને ઉભા‌ રાખ્યાં અને જેઓ શિર્કથી બચી ગયેલા હતા તેઓએ શિર્ક કરનારાઓને કતલ કર્યા, બન્ને માંથી જે હોય પરંતુ તેમણે કતલ કર્યા, કતલ થનારાઓની સંખ્યા લગભગ સિત્તેર હજાર હતી.

 (ઇબ્ને કષીર)







No comments:

Post a Comment