પારા નં:- 01| (02. સૂરહ બકરહ)
આયત નં:- 49-50
================
وَاِذۡ نَجَّيۡنٰکُمۡ مِّنۡ اٰلِ فِرۡعَوۡنَ يَسُوۡمُوۡنَكُمۡ سُوۡٓءَ الۡعَذَابِ يُذَبِّحُوۡنَ اَبۡنَآءَكُمۡ وَيَسۡتَحۡيُوۡنَ نِسَآءَكُمۡؕ وَفِىۡ ذٰلِكُمۡ بَلَاۤءٌ مِّنۡ رَّبِّكُمۡ عَظِيۡمٌ (49)
•┈┈┈┈••✦✿✦ ••┈┈┈┈•
અને જ્યારે = وَاِذۡ
અમે નજાત આપી તમને = نَجَّيۡنٰکُمۡ
ફિરઔનવાળાઓથી = مِّنۡ اٰلِ فِرۡعَوۡنَ
તેઓ તમને પહોંચાડતા = يَسُوۡمُوۡنَكُمۡ
સખત યાતનાઓ = سُوۡٓءَ الۡعَذَابِ
તેઓ વધ કરતાં હતાં = يُذَبِّحُوۡنَ
તમારા બાળકોને = اَبۡنَآءَكُمۡ
તેઓ જીવિત છોડી દેતાં = وَيَسۡتَحۡيُوۡنَ
તમારી બાળકીઓને = نِسَآءَكُمۡؕ
અને તેમાં = وَفِىۡ ذٰلِكُمۡ
કસોટી હતી = بَلَاۤءٌ
તમારા રબ તરફથી = مِّنۡ رَّبِّكُمۡ
ખૂબજ મોટી = عَظِيۡمٌ
•┈┈┈┈••✦✿✦ ••┈┈┈┈•
(49). અને જ્યારે અમે તમને ફિરઔનવાળાઓની (ગુલામીમાંથી) મુક્તિ આપી જે તમને સખત યાતનાઓ આપતાં હતા, તમારા પુત્રોને કતલ કરતા હતા અને તમારી પુત્રીઓને જીવતી છોડી દેતા, અને એ સ્થિતિમાં તમારા રબ તરફથી તમારી મોટી કસોટી હતી.
•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•
તફસીર(સમજૂતી)
•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•
શબ્દ آل فرعون એટલે કે "ફિરઔનવાળાઓ" થી આશય ફક્ત ફિરઔન અને તેના ખાનદાનના લોકો નહીં પરંતુ ફિરઔનના તમામ અનુયાયીઓ છે... (અહસનુલ બયાન)
"તમારા પુત્રોને કતલ કરતા હતા"
ફિરઔનને એક સ્વપ્ન આવ્યું હતું જેનું અર્થઘટન તેના જ્યોતિષીઓએ કર્યું કે બની ઇસરાયલીઓમાં એક માણસનો જન્મ થશે જે તને અને તારા સમગ્ર રાજ્યને બરબાદ કરી દેશે.
ફિરઔને વિચાર્યું કે તેનો ઉકેલ એ છે કે તેણે પોતાના રાજ્યમાં આદેશ આપ્યો કે બની ઇસરાયેલીઓમા જો બાળકનો જન્મ થાય તો તેને મારી નાખવામાં આવે અને જો બાળકીનો જન્મ થાય તો તેને જીવિત છોડીને પોતાની દાસી બનાવી લેવામાં આવે.
પોતાની હુકુમત બચાવવા માટે તેની આ યોજના અત્યંત ક્રૂર હતી. પરંતુ અલ્લાહને જે મંજૂર હતું તે થયું અને તે ફિરઔનના માથા પર ચઢીને થયું.
મુસા (અ.સ.) નો જન્મ થયો. પછી અલ્લાહ તઆલાએ ફિરઔનના મોઢા પર થપ્પડ મારીને મુસા (અ.સ.)ની પરવરીશ પણ તેના જ ઘરે થઈ.
وَاللّٰهُ غَالِبٌ عَلٰٓي اَمْرِهٖ وَلٰكِنَّ اَكْثَرَ النَّاسِ لَا يَعْلَمُوْنَ
અલ્લાહ પોતાના ઈરાદા પર સંપૂર્ણ સામર્થ્ય ધરાવે છે પરંતુ ઘણાખરાં લોકો અજાણ છે
(સૂરહ યુસૂફ : 21)
================
وَاِذۡ فَرَقۡنَا بِكُمُ الۡبَحۡرَ فَاَنۡجَيۡنٰکُمۡ وَاَغۡرَقۡنَآ اٰلَ فِرۡعَوۡنَ وَاَنۡتُمۡ تَنۡظُرُوۡنَ (50)
•┈┈┈┈••✦✿✦ ••┈┈┈┈•
અને જ્યારે = وَاِذۡ
અમે ફાડી નાખ્યો = فَرَقۡنَا
તમારા માટે = بِكُمُ
સમુદ્રને = الۡبَحۡرَ
નજાત આપી તમને = فَاَنۡجَيۡنٰکُمۡ
અને અમે ગર્ક(ડૂબાડ્યા) કર્યો = وَاَغۡرَقۡنَآ
ફિરઔનવાળાઓને = اٰلَ فِرۡعَوۡنَ
જે તમે બધા જોઈ રહ્યા હતાં = وَاَنۡتُمۡ تَنۡظُرُوۡنَ
•┈┈┈┈••✦✿✦ ••┈┈┈┈•
(50). અને (યાદ કરો તે સમય) જ્યારે અમે સમુદ્રને ફાડીને તમારા માટે રસ્તો બનાવ્યો, પછી તેમાંથી તમને સલામતીથી પસાર કરાવી દીધા, પછી ત્યાં જ તમારી આંખો સામે ફિરઔનવાળાઓને ડૂબાડી દીધા.
•┈┈┈┈••✦✿✦ ••┈┈┈┈•
તફસીર(સમજૂતી)
•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•
જ્યારે મૂસા અ.સ. બની ઈસરાઈલીઓને ફિરઔનની કેદથી આઝાદ કરાવીને તેના દેશમાંથી નીકળી રહ્યા હતાં ત્યારે ફિરઔન અને તેના લશ્કરે તેમનો પીછો કર્યો અને પરિસ્થિતિ એવી બની કે એક જગ્યાએ જ્યાં ડાબી અને જમણી બાજુ પહાડો હતાં અને આગળ સમુદ્ર અને પાછળ ફિરઔન અને તેનું લશ્કર અને વચ્ચે મૂસા અ.સ. અને બની ઈસરાઈલીઓ, પરંતુ અલ્લાહે સમુદ્રને બે ભાગમાં કરીને વચ્ચે રસ્તો બનાવ્યો જેમાંથી બની ઈસરાઈલીઓ સલામતીથી પસાર થઈ ગયા, જ્યારે ફિરઔન અને તેનું લશ્કર તેમાં ઉતર્યું તો અલ્લાહે બે ભાગમાં વહેંચાયેલ સમુદ્રને એક કરી દીધો જેથી ફિરઔન અને તેનું લશ્કર તેમાં ડૂબી ગયું. આ ધટના નું વર્ણન આગળ પણ આવશે જેને આપણે આવરી લઈશું ઈન્ શાઅ્ અલ્લાહ...
No comments:
Post a Comment