પારા નં:- 01| (02. સૂરહ બકરહ)
આયત નં:- 47-48
================
يٰبَنِىۡٓ اِسۡرَآءِيۡلَ اذۡكُرُوۡا نِعۡمَتِىَ الَّتِىۡٓ اَنۡعَمۡتُ عَلَيۡكُمۡ وَاَنِّىۡ فَضَّلۡتُكُمۡ عَلَى الۡعٰلَمِيۡنَ (47)
وَاتَّقُوۡا يَوۡمًا لَّا تَجۡزِىۡ نَفۡسٌ عَنۡ نَّفۡسٍ شَيۡئًـا وَّلَا يُقۡبَلُ مِنۡهَا شَفَاعَةٌ وَّلَا يُؤۡخَذُ مِنۡهَا عَدۡلٌ وَّلَا هُمۡ يُنۡصَرُوۡنَ (48)
•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•
હે ઈસરાઈલની સંતાનો = يٰبَنِىۡٓ اِسۡرَآءِيۡلَ
તમે યાદ કરો = اذۡكُرُوۡا
મારી નેમતને = نِعۡمَتِىَ
જે = الَّتِىۡٓ
મેં ઈનામ કરી = اَنۡعَمۡتُ
તમારા પર = عَلَيۡكُمۡ
અને મેં તમને ફઝીલત આપી = وَاَنِّىۡ فَضَّلۡتُكُمۡ
સમગ્ર વિશ્વ પર = عَلَى الۡعٰلَمِيۡنَ
•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•
આયત નં:- 48
•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•
અને તમે ડરો = وَاتَّقُوۡا
તે દિવસથી = يَوۡمًا
ન કામ આવશે = لَّا تَجۡزِىۡ
કોઈ જીવ = نَفۡسٌ
કોઈ(બીજા) જીવને = عَنۡ نَّفۡسٍ
કંઈ પણ = شَيۡئًـا
અને ન = وَّلَا
કબૂલ કરવામાં આવશે = يُقۡبَلُ
તેના માટે = مِنۡهَا
કોઈ ભલામણ = شَفَاعَةٌ
અને ન = وَّلَا
લેવામાં આવશે = يُؤۡخَذُ
તેનાથી = مِنۡهَا
કોઈ મહેનતાણું = عَدۡلٌ
અને ન = وَّلَا
તેને મદદ કરવામાં આવશે = هُمۡ يُنۡصَرُوۡنَ
•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•
(47). હે ઈસરાઈલની સંતાનો! મારી તે નેઅમતને યાદ કરો, જે મેં તમારા પર ઈનામ કરી અને મેં તમને સમગ્ર વિશ્વ પર શ્રેષ્ઠતા આપી.
(48). અને તે દિવસથી ડરો જે દિવસે કોઈ કોઈને કામ નહીં આવે, ન તેની કોઈ ભલામણ સ્વીકારવામાં આવશે, ન તેનાથી કોઈ બદલો કબૂલ કરવામાં આવશે, અને ન તેને કોઈ મદદ આપવામાં આવશે.
•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•
તફસીર(સમજૂતી)
•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•
"હે ઈસરાઈલ(યાકૂબ અ.સ.)ની સંતાનો! મારી તે નેમતને યાદ કરો"
અહીં ફરીથી બની ઈસરાઈલને તે નેમતોની યાદ અપાવવામાં આવી છે જે તેમના પર કરવામાં આવી હતી અને તેમને કયામતના દિવસથી ડરાવવામાં આવે છે જે દિવસે ન કોઈ કોઈના કામમાં આવશે અને ન કોઈની સિફારિશ કબૂલ કરવામાં આવશે અને ન કોઈ વળતર ચૂકવીને છૂટકારો મેળવી શકશે અને ન કોઈ મદદ કરવાવાળો હશે.
"તમને સમગ્ર દુનિયા પર શ્રેષ્ઠતા આપી"
અહીં એક નેઅમતનુ વર્ણન છે કે તેમને તેમના જમાનામાં સમગ્ર વિશ્વ પર શ્રેષ્ઠતા આપવામાં આવી હતી એટલે કે ઉમ્મતે મુહમ્મદીયાથી પહેલાં તેઓને સમગ્ર વિશ્વમાં શ્રેષ્ઠતા આપવામાં આવી હતી જે તેમણે અલ્લાહની નાફરમાનીઓ કરીને તેનાથી વંચિત થઈ ગયા અને તેમના પછી ઉમ્મતે મુહમ્મદીયાને ખૈરે-ઉમ્મત સર્વ શ્રેષ્ઠ ઉમ્મત તરીકે નવાજવામાં આવે છે.
આ બાબતમાં એક ચેતવણી પણ છે કે અલ્લાહની નેમતો કોઈ ચોક્કસ પેઢી કે કોમ સાથે સંકળાયેલી હોતી નથી, પરંતુ તે ઈમાન અને નેક અમલના આધારે પ્રાપ્ત થાય છે અને ઈમાન અને સારા કાર્યના અભાવને કારણે તેને રદ કરવામાં આવે છે, જેમ કે ઉમ્મતે મુહમ્મદીયાની અકસરિયત(બહુમતી) પણ આ સમયમાં તેમના દુષ્કર્મોને કારણે અને શિર્ક અને બિદઅતોની પ્રતિબદ્ધતાને કારણે, ખૈરે ઉમ્મતના બદલે, શર્રે ઉમ્મત બની બેઠી છે.
(અલ્લાહ હિદાયત આપે)
આયત નંબર 48 માં છે કે...
બની ઈસરાઈલ(યહૂદીઓ) પણ આ ધોકામા હતાં કે અમે અલ્લાહની પ્રિય કોમ છીએ. તેથી, આખિરતના અઝાબથી અમે સુરક્ષિત રહીશું. અલ્લાહ તઆલાએ ફરમાવી દીધું કે આખિરતમા અલ્લાહના નાફરમાનો (અનાદર કરનારાઓને) કોઈ જ સહારો આપવામાં આવશે નહીં. અને આવા જ ધોકામા ઉમ્મતે મુહમ્મદિયા પણ આવી જ ભ્રમણાથી પીડિત છે અને પીરોની સિફારિશની આડમાં બદઅમલીઓ અને ગુનાહિત કૃત્ય કરતાં જાય છે.
આવા ગલત અકીદાનો આ આયતમા જવાબ આવે છે જે ચાર કામની શક્યતાનો ભ્રમ છે તે તમને અઝાબથી છુટકારો નહીં અપાવી શકે
જેમકે...
કોઈ કોઈને કામ નહીં આવે,
ન તેની કોઈ ભલામણ સ્વીકારવામાં આવશે,
ન તેનાથી કોઈ બદલો કબૂલ કરવામાં આવશે, અને ન તેમને મદદ આપવામાં આવશે.
No comments:
Post a Comment