Thursday, February 22, 2024

2:38-39 જન્નતમાં દાખલ થવાનું માર્ગદર્શન...

 પારા નં:- 01| (02. સૂરહ બકરહ)

આયત નં:- 38-39

================


قُلۡنَا اهۡبِطُوۡا مِنۡهَا جَمِيۡعًا ‌‌ۚ فَاِمَّا يَاۡتِيَنَّكُمۡ مِّنِّىۡ هُدًى فَمَنۡ تَبِعَ هُدَاىَ فَلَا خَوۡفٌ عَلَيۡهِمۡ وَلَا هُمۡ يَحۡزَنُوۡنَ (38)


وَالَّذِيۡنَ كَفَرُوۡا وَكَذَّبُوۡا بِـاٰيٰتِنَآ اُولٰٓئِكَ اَصۡحٰبُ النَّارِ‌‌ۚ هُمۡ فِيۡهَا خٰلِدُوۡنَ (39)

•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•


અમે કહ્યું = قُلۡنَا

 

તમે બધા ઉતરી જાવ = اهۡبِطُوۡا

 

અહીંથી = مِنۡهَا

 

તમે સૌ = جَمِيۡعًا

 ‌‌

પછી જ્યારે = فَاِمَّا

 

આવે તમારી પાસે = يَاۡتِيَنَّكُمۡ

 

મારા તરફથી માર્ગદર્શન = مِّنِّىۡ هُدًى

 

તો જેણે = فَمَنۡ

 

અનુસરણ કર્યુ = تَبِعَ

 

મારા માર્ગદર્શન ની = هُدَاىَ

 

પછી ના = فَلَا

 

કોઈ ખૌફ હશે = خَوۡفٌ

 

તેના પર  = عَلَيۡهِمۡ

 

અને ના = وَلَا

 

તેઓ ગમગીન હશે = هُمۡ يَحۡزَنُوۡنَ

•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•


અને જે લોકોએ = وَالَّذِيۡنَ

 

ઈન્કાર કર્યો = كَفَرُوۡا

 

અને નકાર્યુ = وَكَذَّبُوۡا

 

અમારી આયતોને = بِـاٰيٰتِنَآ

 

તે લોકો = اُولٰٓئِكَ

 

જહન્નમી છે = اَصۡحٰبُ النَّارِ‌‌ۚ

 

તેઓ = هُمۡ 


તેમાં જ  = فِيۡهَا

 

હંમેશા રહેશે = خٰلِدُوۡنَ

•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•


(38). અમે કહ્યું તમે સૌ અહીંથી જાઓ, પછી ‌જો તમારી પાસે મારા તરફથી માર્ગદર્શન આવે તો તે(માર્ગદર્શન)નું અનુસરણ કરનારા પર કોઈ ખૌફ કે ગમ નહીં હોય.

•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•

(39). અને જે ઈનકાર કરીને અમારી‌ આયતોને નકારશે તે જહન્નમી‌ છે અને હંમેશા તેમાં જ રહેશે.

•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•

 તફસીર(સમજૂતી)

•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•


દુઆ કબૂલ કર્યા પછી પણ અલ્લાહ તઆલાએ તેમને બીજીવાર જન્નતમાં રહેવાના બદલે દુનિયામાં જ રહીને જન્નતમાં દાખલો મેળવવા માટેનો નિયમ બતાવ્યો અને હઝરત આદમ અ.સ. ના દ્રારા તમામ આદમની સંતાનોને આ જ રસ્તો બતાવવામાં આવે છે.

કે પયગંબરો દ્રારા મારું માર્ગદર્શન (એટલે કે દુનિયામાં જીવન બસર કરવાના આદેશો) તમારા સુધી પહોંચશે જે તેનું અનુસરણ કરશે તે જ જન્નતના હકદાર નહીંતર અલ્લાહના અઝાબની સજા પામશે.


"કોઈ ખૌફ કે ગમ નહીં હોય" થી આશય આખિરત માં છે....


No comments:

Post a Comment