પારા નં:- 01| (02. સૂરહ બકરહ)
આયત નં:- 30
==================
وَاِذۡ قَالَ رَبُّكَ لِلۡمَلٰٓئِكَةِ اِنِّىۡ جَاعِلٌ فِى الۡاَرۡضِ خَلِيۡفَةً ؕ قَالُوۡٓا اَتَجۡعَلُ فِيۡهَا مَنۡ يُّفۡسِدُ فِيۡهَا وَيَسۡفِكُ الدِّمَآءَۚ وَنَحۡنُ نُسَبِّحُ بِحَمۡدِكَ وَنُقَدِّسُ لَـكَؕ قَالَ اِنِّىۡٓ اَعۡلَمُ مَا لَا تَعۡلَمُوۡنَ (30)
•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•
અને જ્યારે કહ્યું = وَاِذۡ قَالَ
તારા રબે = رَبُّكَ
ફરિશ્તાઓને = لِلۡمَلٰٓئِكَةِ
બેશક હું = اِنِّىۡ
બનાવવાનો છું = جَاعِلٌ
જમીનમાં(પર) = فِى الۡاَرۡضِ
ખલીફા = خَلِيۡفَةً
તેઓ(ફરિશ્તાઓ)એ કહ્યું = قَالُوۡٓا
શું તુ બનાવીશ = اَتَجۡعَلُ
આમાં (એટલે કે જમીન પર) = فِيۡهَا
જેઓ ફસાદ કરશે = مَنۡ يُّفۡسِدُ
એમાં = فِيۡهَا
અને વહેવડાવે = وَيَسۡفِكُ
લોહી = الدِّمَآءَۚ
અને અમે તસ્બીહ
કરીએ છે = وَنَحۡنُ نُسَبِّحُ
તારા વખાણ સાથે = بِحَمۡدِكَ
અને અમે પાકી બયાન કરીએ છે = وَنُقَدِّسُ
તારા માટે (તારી) = لَـكَؕ
તેણે(અલ્લાહે) કહ્યું = قَالَ
બેશક હું જે જાણું છું = اِنِّىۡٓ اَعۡلَمُ
(તે) તમે નથી જાણતા = مَا لَا تَعۡلَمُوۡنَ
•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•
(30). અને (એ પયગંબર તે સમયને યાદ કરાવીએ છીએ..) જ્યારે તમારા રબે ફરિશ્તાઓને કહ્યું કે: હું જમીનમાં ખલીફા બનાવવાનો છું તો તેઓએ(એટલે કે ફરિશ્તાઓએ) કહ્યું કે એવા વ્યક્તિને બનાવીશ જે જમીનમાં ફસાદ અને રક્તપાત કરશે, અને અમે તારી તસ્બીહ અને પાકીઝગી બયાન કરીએ છીએ, અલ્લાહે ફરમાવ્યું: જે હું જાણું છું તે તમે નથી જાણતા.
•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•
તફસીર(સમજૂતી)
•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•
وَاِذۡ قَالَ رَبُّكَ لِلۡمَلٰٓئِكَةِ
"તમારા રબે ફરિશ્તાઓને ક્હ્યું..."
આ આયતથી એ માલૂમ થાય છે કે ફરિશ્તાઓ એક અલગ અલ્લાહની મખલૂક છે જે મનુષ્યથી પહેલાં જ મૌજુદ છે જેઓ આકાશમાં હોય છે અને અલ્લાહના દરેક આદેશનુ સંપૂર્ણ પાલન કરે છે અને તેની હમ્દ અને ઈબાદતમાં જ વ્યસ્ત રહે છે. ઈમાનના હિસ્સાઓ માંથી એક હિસ્સો એ પણ છે કે ફરિશ્તાઓ પર ઈમાન રાખવું...
اِنِّىۡ جَاعِلٌ فِى الۡاَرۡضِ خَلِيۡفَةً
"હું જમીનમાં ખલીફા બનાવવાનો છું"
ખલીફા એટલે કે વ્યક્તિના મૃત્યુ પછી અથવા તેના ગુમ થવાના કિસ્સામાં કોઈ અન્ય વ્યક્તિ અનુગામી બને છે(એટલે કે તેની જગ્યાએ આવે), અથવા જો તે તમામ બાબતોને જાતે ચલાવવામાં અસમર્થ હોય તો અમુક કિસ્સાઓમાં તેનો નાયબ હોય છે...
અહીં, ખલીફાનો અર્થ અલ્લાહનો ખલીફા લેવો યોગ્ય નથી, કારણ કે અલ્લાહ પર ન તો મૃત્યુ આવશે, ન તો તે ગેરહાજર છે અને ન તો તે તેના કાર્યોમાં કોઈનો મોહતાજ છે...
પરંતુ ઈબ્ને કષીરના કથન મુજબ...
’’ قَوْمًا يَخْلُفُ بَعْضُهُمْ بَعْضًا قَرْنًا بَعْدَ قَرْنٍ جِيْلاً بَعْدَ جِيْلٍ‘‘
આમ બીજા શબ્દોમાં ખલીફાનો અર્થ એ છે કે જેઓ પેઢી દર પેઢી એકબીજાના વારસદાર બને. તેવી જ રીતે, ખલીફાથી આશય માત્ર આદમ નથી, પરંતુ સમગ્ર માનવજાતિ છે. તેની દલીલ એ છે કે પૃથ્વી પર ફસાદ અને રક્તપાત આદમનું કામ ન હતું, પરંતુ આદમના બાળકોનુ છે. (ઈબ્ને કષીર)
مَنۡ يُّفۡسِدُ فِيۡهَا وَيَسۡفِكُ الدِّمَآءَۚ
"જે જમીનમાં ફસાદ અને રક્તપાત કરશે"
ફરિશ્તાઓને કેવી રીતે ખબર પડી કે મનુષ્યો પૃથ્વી પર તબાહી મચાવશે..?
જવાબ એ છે કે અલ્લાહે તેમને કહ્યું હોય...
તેની દલીલ એ છે કે ફરિશ્તાઓ કહે છે, "તે અમને જે શીખવ્યું છે તે સિવાય અમારી પાસે કોઈ જ્ઞાન નથી." ફરિશ્તાઓનો પ્રશ્ન વાંધો ઉઠાવવાનો ન હતો, પરંતુ માનવ જન્મની હિકમત(શાણપણ) શોધવાનો હતો...
(તફસીર અલ કુરઆન)
મનુષ્યના જન્મ પહેલા આ ધરતી પર જિન્નો રહેતા હતા જેઓ ફસાદ, દુષ્કર્મ અને હત્યાઓ કરતા હતા, પછી અલ્લાહે ફરિશ્તાઓની ફોજ મોકલીને આ જીન્નોને સમુદ્ર તરફ ધકેલી દીધા અને આદમ (અ.સ.) તેમના ખલીફા બન્યા.
ફરિશ્તાઓની ધારણા હતી કે આદમના પુત્રો પણ ધરતીમાં ફસાદ અને વિનાશનું કારણ બનશે. આ એટલા માટે કે જેમણે(એટલે કે જીન્નોએ) પૃથ્વી પર પહેલા આ જ કાર્ય કર્યું હતું અથવા તે અર્થમાં કે જે વ્યક્તિને પોતાની મન-મરજીની સત્તા સોંપવામાં આવી રહી છે તે ગુનાહિત કૃત્ય અને અતિરેકથી બચી શકશે નહીં. અને આવી રીતે ધરતી પર ફિત્ના અને ફસાદ ફેલાવશે.
اِنِّىۡٓ اَعۡلَمُ مَا لَا تَعۡلَمُوۡنَ
"જે હું જાણું છું તે તમે નથી જાણતા..."
આ ફરિશ્તાઓને અલ્લાહનો ટૂંકમાં જવાબ છે. વિગતવાર જવાબ આગળ આવશે...
જો કે, આ આયત પરથી, એ જાણી શકાય છે કે ગૈબ(અદ્રશ્ય કે પરોક્ષ)નુ જ્ઞાન ફરિશ્તાઓને પણ ન હતું. (તયસુરુલ કુરઆન)
No comments:
Post a Comment