પારા નં:- 01| (02. સૂરહ બકરહ)
આયત નં:- 29
==================
هُوَ الَّذِىۡ خَلَقَ لَـكُمۡ مَّا فِى الۡاَرۡضِ جَمِيۡعًا ثُمَّ اسۡتَوٰۤى اِلَى السَّمَآءِ فَسَوّٰٮهُنَّ سَبۡعَ سَمٰوٰتٍؕ وَهُوَ بِكُلِّ شَىۡءٍ عَلِيۡمٌ (29)
•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•
તે જેણે = هُوَ الَّذِىۡ
પૈદા કર્યા = خَلَقَ
તમારા માટે = لَـكُمۡ
જે = مَّا
જમીનમાં = فِى الۡاَرۡضِ
દરેક વસ્તુ = جَمِيۡعًا
પછી ઈરાદો કર્યો = ثُمَّ اسۡتَوٰۤى
આકાશની તરફ = اِلَى السَّمَآءِ
તો તેને ઠીકઠાક બનાવ્યું = فَسَوّٰٮهُنَّ
સાત આકાશ = سَبۡعَ سَمٰوٰتٍؕ
અને તે = وَهُوَ
દરેક વસ્તુને = بِكُلِّ شَىۡءٍ
સારી રીતે જાણે છે = عَلِيۡمٌ
•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•
(29). તે અલ્લાહ જેણે તમારા માટે જમીનની દરેક વસ્તુઓને પૈદા કરી, પછી આકાશ તરફ ઈરાદો કર્યો, અને તેને ઠીકઠાક સાત આકાશો બનાવ્યા અને તે દરેક વસ્તુઓને જાણે છે.
•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•
તફસીર(સમજૂતી)
•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•
"જમીનની દરેક વસ્તુઓને પૈદા કરી..."
આનાથી એ દલીલ પકડી શકાય છે કે અલ્લાહે બનાવેલ જમીનની દરેક વસ્તુઓ ફાયદાકારક છે સિવાય તેના જેને કુરઆન અને હદીસમાં હરામ કહેવામાં આવી હોય...
"ઠીકઠાક સાત આકાશો બનાવ્યા..."
આનાથી માલૂમ થાય છે કે સાત આકાશો છે...
No comments:
Post a Comment