Thursday, October 26, 2023

2:28 જીવન અને મુત્યુના ચાર વિભાગો...

 પારા નં:- 01| (02. સૂરહ બકરહ)

આયત નં:- 28

==================


كَيۡفَ تَكۡفُرُوۡنَ بِاللّٰهِ وَڪُنۡتُمۡ اَمۡوَاتًا فَاَحۡيَاکُمۡ‌ۚ ثُمَّ يُمِيۡتُكُمۡ ثُمَّ يُحۡيِيۡكُمۡ ثُمَّ اِلَيۡهِ تُرۡجَعُوۡنَ (28)

•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•

કઈ રીતે = كَيۡفَ

 

તમે બધા કુફ્ર કરો છો = تَكۡفُرُوۡنَ

 

અલ્લાહની સાથે = بِاللّٰهِ

 

જ્યારે કે તમે હતાં = وَڪُنۡتُمۡ

 

મુરદા = اَمۡوَاتًا

 

પછી તેણે જીવિત કર્યા = فَاَحۡيَاکُمۡ‌ۚ

 

પછી = ثُمَّ

 

પછી તમને મુત્યુ આપશે = يُمِيۡتُكُمۡ

 

પછી = ثُمَّ

 

તે તમને જીવિત કરશે = يُحۡيِيۡكُمۡ

 

પછી = ثُمَّ

 

તેની તરફ = اِلَيۡهِ

 

તમે બધા પાછા ફરશો = تُرۡجَعُوۡنَ

•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•

(28). તમે અલ્લાહ સાથે કઈ રીતે કુફ્ર છો? જ્યારે કે તમે નિર્જીવ હતાં, તેણે તમને જીવન આપ્યું, પછી તમને મુત્યુ આપશે પછી ‌જીવિત કરશે, પછી તેની‌ તરફ જ‌ (તમારે) પાછા ફરીને જવાનું છે.

•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•

 તફસીર(સમજૂતી)

•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•

સૂરહ બકરહની‌ આયત નંબર‌ એકવીસમાં

يٰۤاَيُّهَا النَّاسُ اعْبُدُوْا

ની સાથે તૌહીદની જે વાત શરૂ થઈ હતી તે જ વાતને આગળ વધારવામાં આવી રહી છે કે 


અલ્લાહ સાથે તમારા કુફ્ર પર આશ્ચર્ય થાય છે, જેણે તમને જીવન આપ્યું જ્યારે તમે નિર્જીવ હતા, એટલે કે તમારું અસ્તિત્વ જ‌ ન હતું, 

પછી તે તમને મૃત્યુ આપશે... 


જીવન અને મૃત્યુની આ શ્રેણી જે તમારી સામે છે તે અલ્લાહના અસ્તિત્વ અને તૌહીદ (એકેશ્વરવાદ)ની પણ દલીલ છે અને તમને ફરીથી જીવિત કરીને અને તેની સમક્ષ રજૂ કરવા માટેની પણ... (તફસીર અલ કુરઆન)


આયતમાં બે મૃત્યુ અને બે જીવનનો ઉલ્લેખ છે.  પ્રથમ મૃત્યુ અસ્તીત્વનો(એટલે કે જ્યારે મનુષ્યનુ અસ્તીત્વ ન હતું)તેનો ઉલ્લેખ કરે છે અને પ્રથમ જીવન માતાના ગર્ભથી મૃત્યુ સુધી છે. પછી મૃત્યુ આવશે, અને પછી આખેરતનું જીવન બીજું જીવન હશે, જેનો ઈનકાર કાફિરો અને કયામતનો ઈનકાર કરનારાઓ કરે છે...

(અહસનુલ બયાન)


No comments:

Post a Comment