પારા નં:- 01| (02. સૂરહ બકરહ)
આયત નં:- 26-27
==================
اِنَّ اللّٰهَ لَا يَسۡتَحۡـىٖۤ اَنۡ يَّضۡرِبَ مَثَلًا مَّا بَعُوۡضَةً فَمَا فَوۡقَهَا ؕ فَاَمَّا الَّذِيۡنَ اٰمَنُوۡا فَيَعۡلَمُوۡنَ اَنَّهُ الۡحَـقُّ مِنۡ رَّبِّهِمۡۚ وَاَمَّا الَّذِيۡنَ ڪَفَرُوۡا فَيَقُوۡلُوۡنَ مَاذَآ اَرَادَ اللّٰهُ بِهٰذَا مَثَلًا ۘ يُضِلُّ بِهٖ ڪَثِيۡرًا وَّيَهۡدِىۡ بِهٖ كَثِيۡرًا ؕ وَمَا يُضِلُّ بِهٖۤ اِلَّا الۡفٰسِقِيۡنَۙ (26)
•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•
બેશક અલ્લાહ = اِنَّ اللّٰهَ
નથી શરમાતો = لَا يَسۡتَحۡـىٖۤ
એ કે તે બયાન કરે = اَنۡ يَّضۡرِبَ
ઉદાહરણ = مَثَلًا
કોઈ પણ = مَّا
મચ્છરનું હોય = بَعُوۡضَةً
પછી જો = فَمَا
તેનાથી વધારે હોય = فَوۡقَهَا ؕ
પછી રહ્યા = فَاَمَّا
તે લોકો = الَّذِيۡنَ
જેઓ ઈમાન લાવ્યા = اٰمَنُوۡا
પછી તેઓ જાણે છે = فَيَعۡلَمُوۡنَ
કે બેશક તે હક છે = اَنَّهُ الۡحَـقُّ
તેમના રબ તરફથી = مِنۡ رَّبِّهِمۡۚ
અને રહ્યા તે લોકો = وَاَمَّا الَّذِيۡنَ
જેઓએ કુફ્ર કર્યું = ڪَفَرُوۡا
પછી તેઓ કહે છે = فَيَقُوۡلُوۡنَ
શું = مَاذَآ
ઈરાદો કર્યો અલ્લાહે = اَرَادَ اللّٰهُ
આ ઉદાહરણથી = بِهٰذَا مَثَلًا ۘ
તે ગુમરાહ કરે છે = يُضِلُّ
આનાથી = بِهٖ
અકસર લોકોને = ڪَثِيۡرًا
અને હિદાયત આપે છે = وَّيَهۡدِىۡ
આનાથી = بِهٖ
અકસર લોકોને = كَثِيۡرًا
અને નહીં = وَمَا
ગુમરાહ થતાં = يُضِلُّ
આનાથી = بِهٖۤ
સિવાય = اِلَّا
ફાસિકો(નાફરમાનો) = الۡفٰسِقِيۡنَۙ
•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•
(26). ખરેખર અલ્લાહ તઆલા કોઈ ઉદાહરણ બયાન કરવાથી શરમાતો નથી ભલે પછી તે મચ્છરની હોય અથવા તેનાથી પર હલકી વસ્તુ, ઈમાનવાળાઓ તો પોતાના રબ તરફથી (તેને) સત્ય સમજે છે અને કાફિરો કહે છે કે આવું ઉદાહરણ આપવાથી અલ્લાહનો મતલબ શું છે? આના દ્રારા ઘણા લોકોને ગુમરાહ કરે છે અને ઘણા લોકોને સત્ય માર્ગ પર લાવે છે. અને ગુમરાહ તો ફક્ત ફાસિકો(અનાદાર કરનારાઓ)ને જ કરે છે.
•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•
તફસીર(સમજૂતી)
•┈┈┈┈••✦✿✦••┈┈┈•
આના પહેલાં મુનાફિકો વિષે બે ઉદાહરણો રજૂ થયા, તેમજ કુરઆનમાં માખી(સૂરહ હજ્જ:- 73) તથા કરોળિયા (સૂરહ અન્કબૂત:- 41) તથા કૂતરું (સૂરહ આરાફ:- 176) અને ગધેડા (સૂરહ જુમ્આ:- 5) વગેરે જેવા ઉદાહરણો આપવામાં આવે છે....
તો કાફિરો અને મુનાફિકોએ જ્યારે કુરઆનના ચેલેન્જનો જવાબ આપી ન શક્યા તો વાંધો ઉઠાવીને કહેવા લાગ્યા કે અલ્લાહ તઆલાને આવા ઉદાહરણોની શું જરૂર હતી... (તફસીર અલ કુરઆન)
જ્યારે અલ્લાહ તઆલાએ સ્પષ્ટ દલીલથી કુરઆન ચમત્કાર છે તે સાબિત કરી દીધું તો કાફિરોએ એક બીજા તરીકાથી વાંધો ઉઠાવ્યો અને કહેવા લાગ્યા કે જો આ અલ્લાહનું કલામ હોય તો આટલી મોટી જાતના અવતરણ કરેલા કલામમાં નાની-નાની વસ્તુઓનું ઉદાહરણ ન હોય.
અલ્લાહ તઆલાએ આના જવાબમાં ફરમાવ્યું કે કોઈ વાતને સ્પષ્ટ કરવા અથવા કોઈ હિકમતના કારણે (આ પ્રકારના) ઉદાહરણો બયાન કરવામાં કોઈ હરજ નથી એટલા માટે આમાં શરમ કે હયા પણ નથી.
શબ્દ "فَوْقَھَا" નો અર્થ આનાથી વધારે (એટલે કે મચ્છરથી ઉપર હોય) કે પછી મચ્છરની પાંખો હોય, શબ્દ "فَوْقَھَا" માં બન્ને ભાવાર્થ હોય શકે છે.
અલ્લાહના બયાનકર્તા ઉદાહરણોથી ઈમાનવાળાઓના ઈમાનમાં વધારો અને કાફિરોના કુફ્રમાં વધારો થાય છે અને આ બધું અલ્લાહની કુદરત, તથા કાનૂન અને મરજી પ્રમાણે હોય છે.
જેમકે કુરઆનમાં છે કે "જે તરફ કોઈ ફરે છે અમે તેને તે તરફ જ ફેરવી દઈએ છીએ" (સૂરહ નિસા, આયત નં:-115)
શબ્દ الۡفٰسِقِيۡنَۙ થી આશય આજ્ઞાપાલન થી પૂરેપૂરું નીકળી જવું એટલે કે કુફ્ર છે જેમકે આના પછીની આયતથી સ્પષ્ટ થાય છે...
==================
આયત નં:- 27
==================
الَّذِيۡنَ يَنۡقُضُوۡنَ عَهۡدَ اللّٰهِ مِنۡۢ بَعۡدِ مِيۡثَاقِهٖ وَيَقۡطَعُوۡنَ مَآ اَمَرَ اللّٰهُ بِهٖۤ اَنۡ يُّوۡصَلَ وَيُفۡسِدُوۡنَ فِى الۡاَرۡضِؕ اُولٰٓئِكَ هُمُ الۡخٰسِرُوۡنَ (27)
•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•
તે લોકો જે = الَّذِيۡنَ
તેઓ તોડે છે = يَنۡقُضُوۡنَ
અલ્લાહના વચનને = عَهۡدَ اللّٰهِ
તેને મજબૂત કર્યા પછી = مِنۡۢ بَعۡدِ مِيۡثَاقِهٖ
અને તેઓ કાપે(તોડે) છે = وَيَقۡطَعُوۡنَ
જેનો હુકમ અલ્લાહે આપ્યો = مَآ اَمَرَ اللّٰهُ
એનાથી = بِهٖۤ
કે જેને જોડવામાં આવે = اَنۡ يُّوۡصَلَ
અને તેઓ ફસાદ ફેલાવે છે = وَيُفۡسِدُوۡنَ
જમીન પર = فِى الۡاَرۡضِؕ
તે લોકો જ = اُولٰٓئِكَ
બધા નુકસાન ઉઠાવનારા છે = هُمُ الۡخٰسِرُوۡنَ
•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•
(27). તે લોકો અલ્લાહ તઆલા સાથે કરેલ મજબૂત વચન તોડે છે અને અલ્લાહ તઆલાએ જેને જોડાવાનો હુકમ આપ્યો છે, તેને તોડે છે અને ધરતી પર ફસાદ(બગાડ) ફેલાવે છે, આ જ લોકો નુકસાન ઉઠાવનારા છે.
•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•
તફસીર(સમજૂતી)
•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•
મુફસ્સિરીનએ "વચન" થી અલગ અલગ ભાવાર્થ બયાન કર્યા છે...
(૧). જેમકે અલ્લાહની તે વસીયત જે તેણે નેક કાર્ય કરવા અને બુરા કામોથી દૂર રહેવા માટે અંબિયા(સંદેષ્ટાઓ) દ્રારા કરી...
(૨). તે "વચન" જે એહલે કિતાબ (એટલે કે યહૂદી અને ઈસાઈઓ)થી તૌરાત માં લીધું કે આખરી નબી(ﷺ)ના આવ્યા પછી તમારા માટે એ જરૂરી છે કે તેમને સત્ય માનવું તથા તેમની નબૂવ્વત પર ઈમાન લાવવું...
(૩). તે "વચન" જે આદમની પીઠમાંથી તમામ આદમની ઔલાદ એટલે કે તમામ મનુષ્યો પાસે લેવામાં આવ્યું હતું જેનું વર્ણન કુરઆન માં પણ છે કે:
(وَاِذْ اَخَذَ رَبُّكَ مِنْۢ بَنِيْٓ اٰدَمَ مِنْ ظُهُوْرِهِمْ )
(સૂરહ અઆરાફ, આયત નં 172)
يَنۡقُضُوۡنَ
એટલે વચનની કોઈ પરવાહ ન કરવી (ઈબ્ને કષીર)
"આ જ લોકો નુકસાન ઉઠાવનારા છે.."
સ્વાભાવિક વાત છે કે નુકસાન તો અલ્લાહની નાફરમાની કરવાવાળાઓને જ થશે. અલ્લાહ કે તેના પયગંબરો અને સત્ય માર્ગ તરફ બોલાવનારાઓનુ કંઈ પણ બગડવાનું નથી...
No comments:
Post a Comment