Thursday, August 17, 2023

2:17-18 મુનાફિકો નું ઉદાહરણ

 પારા નં:- 01| (02. સૂરહ બકરહ)

આયત નં:- 17-18

==================


مَثَلُهُمۡ كَمَثَلِ الَّذِى اسۡتَوۡقَدَ نَارًا ‌ۚ فَلَمَّاۤ اَضَآءَتۡ مَا حَوۡلَهٗ ذَهَبَ اللّٰهُ بِنُوۡرِهِمۡ وَتَرَكَهُمۡ فِىۡ ظُلُمٰتٍ لَّا يُبۡصِرُوۡنَ (17)

•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•

તેઓનું ઉદાહરણ = مَثَلُهُمۡ 

(તેના) ઉદાહરણ જેવું છે જેણે = كَمَثَلِ الَّذِى 

આગ સળગાવી = اسۡتَوۡقَدَ نَارًا ‌ۚ 

પછી જ્યારે = فَلَمَّاۤ 

પ્રકાશ થયો = اَضَآءَتۡ 

તેની આજુબાજુ = مَا حَوۡلَهٗ 

(તો) અલ્લાહે તે પ્રકાશ 

             લઈ લીધો       = ذَهَبَ اللّٰهُ بِنُوۡرِهِمۡ 

અને તેઓને છોડી દીધાં = وَتَرَكَهُمۡ 

(ખૂબજ)અંધકાર માં = فِىۡ ظُلُمٰتٍ 

નથી તેઓ જોઈ શકતાં = لَّا يُبۡصِرُوۡنَ 

•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•

(17). તેઓનું ઉદાહરણ તે વ્યક્તિ જેવું છે જેણે આગ સળગાવી, પછી જ્યારે આજુબાજુની વસ્તુઓ પ્રકાશિત થઈ તો  અલ્લાહે તે પ્રકાશને ઝૂંટવી લીધો અને તેઓને અંધકારમાં છોડી દીધા, (હવે) તેઓ જોઈ શકતાં નથી.

•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•

 તફસીર(સમજૂતી)

•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•

અબ્દુલ્લાહ બિન મસ્ઉદ(રઝી.) અને અન્ય સહાબા (રઝી.) એ આનો અર્થ એ બયાન કર્યો છે કે નબી(ﷺ) મદીના તશરીફ લાવ્યા તો કેટલાક લોકો મુસલમાન થઈ ગયા પછી જલ્દીથી તેઓ મુનાફિક બની ગયા...

આવા લોકોનું ઉદાહરણ તે વ્યક્તિ જેવું છે જે અંધકારમાં હતો અને તેણે આગ સળગાવી જેનાથી આજુબાજુની વસ્તુઓ પ્રકાશિત થઈ ગઈ જેથી તે નફા-નુકસાન વાળી વસ્તુઓને ઓળખી શકે અને પછી તરતજ તે આગ ઓલવાઈ ગઈ અને ખૂબજ અંધકારમય થઈ ગયો આવો જ હાલ મુનાફિકોનો છે તેઓ શિર્કના અંધકારમાં હતાં અને મુસલમાન થઈ ગયા તો તેમનો માહોલ (આગના પ્રકાશથી) રોશન થઈ ગયો અને તે રોશનીમાં તેઓ હલાલ એટલે કે (નફાકારક વસ્તુ) અને હરામ (નુકસાન કારક વસ્તુ) ઓળખી શકે. પછી પાછા તેઓ કુફ્ર માં પ્રવેશી ગયા જેનાથી તે રોશની જતી રહી  અને તેઓ ખૂબજ અંધકારમાં જતાં રહ્યાં એટલે તેઓ સત્યને જોવાં સક્ષમ રહ્યા નહીં

==================

આયત નં:- 18

==================


صُمٌّۢ بُكۡمٌ عُمۡىٌ فَهُمۡ لَا يَرۡجِعُوۡنَ ۙ‏  (18)

•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•

(તેઓ) બહેરા =صُمٌّۢ 

મૂંગા = بُكۡمٌ 

આંધળા = عُمۡىٌ 

બસ તેઓ(હવે) = فَهُمۡ 

પાછા ફરવાના નથી = لَا يَرۡجِعُوۡنَ

•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•

(18). (તેઓ) બેહરા, મૂંગા અને આંધળા છે, હવે તેઓ પાછા ફરવાના નથી.

•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•

 તફસીર(સમજૂતી)

•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•

તેઓના‌ બહેરા, મૂંગા, અને આંધળા હોવાનો મતલબ એ નથી કે તેઓની પાસે કાન, જુબાન, અને આંખો નથી પરંતુ આનો અર્થ એ છે કે આ બધું હોવા છતાંય તેનાથી ફાયદો ન ઉઠાવ્યો...

જેમકે અલ્લાહ તઆલા ફરમાવે છે કે:

"અને અમે તેમના માટે કાન અને આંખો અને દિલ બનાવ્યાં તો ના તેમના કાન‌ તેમને કોઈ કામમાં આવ્યાં અને ના આંખો અને ના દિલ, કારણકે તેઓ અલ્લાહની આયતોનો ઈનકાર કરતાં હતાં." (સૂરહ અહકાફ, આયત નં:- 26)

 فَهُمْ لَا يَرْجِعُوْنَ: 

તેઓ પાછા ફરવાના નથી:

એટલે કે તેઓએ એવી ગુમરાહીને ખરીદી બેઠા છે હિદાયતના બદલામાં... જ્યાંથી પાછા ફરી શકતાં નથી. (તફસીર અલ કુરઆન)


No comments:

Post a Comment