Sunday, July 30, 2023

2:16 હિદાયતના બદલામાં ગુમરાહી

 પારા નં:- 01| (02. સૂરહ બકરહ)

આયત નં:- 16

==================


اُولٰٓئِكَ الَّذِيۡنَ اشۡتَرَوُا الضَّلٰلَةَ بِالۡهُدٰى فَمَا رَبِحَتۡ تِّجَارَتُهُمۡ وَمَا كَانُوۡا مُهۡتَدِيۡنَ‏ (16)

•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•

આ તે લોકો છે = اُولٰٓئِكَ 

જેમણે = الَّذِيۡنَ 

ખરીદી લીધી છે = اشۡتَرَوُا 

ગુમરાહીને = الضَّلٰلَةَ 

હિદાયતના બદલામાં = بِالۡهُدٰى 

પરંતુ ન = فَمَا 

(કોઈ)ફાયદો પહોંચાડ્યો = رَبِحَتۡ 

તેમનો સોદો = تِّجَارَتُهُمۡ 

અને ન = وَمَا 

તેઓ હતાં = كَانُوۡا 

હિદાયત મેળવનારાઓ = مُهۡتَدِيۡنَ‏

•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•

(16). આ તે લોકો છે જેમણે માર્ગદર્શનના બદલામાં પથભ્રષ્ટતા ખરીદી લીધી છે, પરંતુ આ સોદો તેમના માટે નફાકારક નથી અને તેઓ કદાપિ સીધા માર્ગ ઉપર નથી.

•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•

 તફસીર(સમજૂતી)

•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•

આયત માં શબ્દ تِّجَارَتُهُمۡ તિજારત એટલે કે..

વેપાર(સોદો) થી આશય હિદાયત(માર્ગદર્શન) ના બદલામાં ગુમરાહી(પથભ્રષ્ટતા)ને ખરીદી લીધી જે બિલકુલ ખોટનો સોદો છે...


મુનાફિકોએ જે નિફાકનો લિબાસ પહેરીને ખોટ વાળો સોદો કર્યો જે આખિરતના નુકસાનનો સોદો છે જરૂરી નથી કે દુનિયામાં જ તેઓને તે નુકસાનની માહિતી મળી જાય, પરંતુ દુનિયામાં તો તે નિફાકના કારણે તેમને તુરંત જે ફાયદો પ્રાપ્ત થયો હતો તેના પર તેઓ ખુશ છે અને તે કારણે જ તેઓ પોતાને અકલમંદ અને મુસલમાનોને મૂર્ખ સમજતા હતાં. (અહસનુલ બયાન)


No comments:

Post a Comment