Tuesday, August 30, 2022

2:03 ઈમાનવાળાઓના ગુણ

 પારા નં:- 01| સૂરહ બકરહ, આયત નં:- 03

==================


الَّذِيْنَ يُؤْمِنُوْنَ بِالْغَيْبِ وَ يُـقِيْمُوْنَ الصَّلٰوةَ وَ مِمَّا رَزَقْنٰھُمْ يُنْفِقُوْنَ (03)

•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•

જે લોકો = الَّذِيْنَ 

ઈમાન લાવ્યા છીએ = يُؤْمِنُوْنَ 

ગૈબ(પરોક્ષ) પર = بِالْغَيْبِ 

અને કાયમ કરે છે = وَ يُـقِيْمُوْنَ 

નમાઝ = الصَّلٰوةَ 

અને (તેમાં)થી જે = وَ مِمَّا 

અમે તેમને રોઝી આપી = رَزَقْنٰھُمْ 

તેઓ ખર્ચ કરે છે = يُنْفِقُوْنَ

•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•

(03). જે લોકો ગૈબ(પરોક્ષ) પર ઈમાન લાવે છે, અને નમાઝ કાયમ કરે છે, અને અમે આપેલ રીઝ્ક(માલમાંથી) ખર્ચ કરે છે.

•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•

 તફસીર(સમજૂતી)

•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•

"ગૈબ પર ઈમાન" થી આશય એવી વસ્તુઓ જેને અકલ અને બુધ્ધિથી પારખવું અશક્ય છે જેમકે અલ્લાહની જાત, વહી, જન્નત અને જહન્નમ, ફરિશ્તાઓ, કબ્રનો અઝાબ, અને હશ્ર (એટલે કે હિસાબ કિતાબ માટે મુત્યુ પછી જીવિત થવું) વગેરે આનાથી માલૂમ થાય છે કે અલ્લાહ અને તેના રસૂલ દ્રારા બતાવવામાં આવેલી એ વાતો જેને અકલ અને બુધ્ધિ થી પરખાવી ન શકાય તેના પર યકીન રાખવું ઈમાનનો હિસ્સો છે અને તેનો ઈન્કાર કરવો કુફ્ર છે.

"ઈકામતે સલાત" થી આશય નમાઝની પાબંદી નબી(ﷺ) ની સુન્નત પ્રમાણે અદા કરવી, નહીંતર નમાઝ તો મુનાફિક પણ પઢતા હતા.

"ઈનફાક" શબ્દ સામાન્ય છે જેમાં ફરજિયાત અને બિન-ફરજિયાત સદકા(દાન)નો સમાવેશ થાય છે. ઈમાનવાળા લોકો આજ્ઞાપાલન અનુસાર બંનેની ઉપેક્ષા કરતા નથી, પરંતુ માતા-પિતા અને પરિવારના સભ્યો પર યોગ્ય રીતે ખર્ચ કરવુ એ પણ તેનો એક ભાગ છે અને સવાબ છે.


No comments:

Post a Comment