(01). સુરહ ફાતિહા, આયત નં.:- 02
==================
اَلْحَمْدُ لِلّٰهِ رَبِّ الْعٰلَمِيْنَ (
2)
•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•
સમગ્ર પ્રશંસાઓ = اَلْحَمْدُ
અલ્લાહ માટે જ છે = لِلّٰهِ
રબ = رَبِّ
સમગ્ર સૃષ્ટિનો = الْعٰلَمِيْنَ
•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•
(2). તમામ વખાણ અલ્લાહ તઆલા માટે જ છે, જે સમગ્ર સુષ્ટિનો રબ છે.
•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•
તફસીર(સમજૂતી)
•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•
અલ-હમ્દુ માં, 'અલ' એ 'ખાસ' માટે છે કે તમામ વખાણ ખાસ કરીને અલ્લાહ માટે જ છે કારણ કે વખાણનો અસલ હક અને લાયક માત્ર અલ્લાહ તઆલા જ છે. જો કોઈ વ્યક્તિમાં કોઈ ગુણવત્તા, સુંદરતા અથવા સંપૂર્ણતા છે, તો તે પણ અલ્લાહ સર્વશક્તિમાન દ્વારા બનાવવામાં આવેલ છે, એટલા માટે જ પ્રશંસા માત્ર અલ્લાહ માટે જ છે.
અલ્લાહ(اللہ) એ અલ્લાહનું અંગત નામ છે, તેનો બીજા કોઈ માટે ઉપયોગ કરવો માન્ય નથી. બહેતરીન ઝિક્ર "لَا اِلٰہ" છે અને બહેતરીન દુઆ "اَلْحَمْدُ لِلّٰہِ " ને કહેવામાં આવે છે. (તિર્મિઝી, નસાઈ વગેરે)
સહીહ મુસ્લિમ અને નસાઈની રિવાયતમાં છે કે અલ-હમ્દુ લિલ્લાહ મિઝાન(ત્રાજવા) ને ભરી દે છે, તેથી જ બીજી હદીસમાં આવે છે કે અલ્લાહ આ પસંદ કરે છે કે બંદાઓ દરેક ખાવા તથા પીવા પર અલ્લાહની પ્રશંસા કરે, એટલે કે (اَلْحَمْدُ لِلّٰهِ) કહે. (સહીહ મુસ્લિમ)
રબ (رَبْ) અલ્લાહ તઆલાના અસ્મા-એ-હુસ્ના (સારા નામો) માંથી છે જેનો અર્થ દરેક વસ્તુનુ સર્જન કરીને તેની જરૂરિયાતને પૂરી કરે અને તેને પૂર્ણતા સુધી પહોંચાડવાવાળો.
આલમીન (الْعَالَمِيْنَ) તમામ સૃષ્ટિઓ નું બહુવચન છે. જેનાથી આશય તમામ જીવોની વિવિધ જાતિઓ, ઉદાહરણ તરીકે, જિન્નોની દુનિયા, મનુષ્યોની દુનિયા, ફરિશ્તાઓની દુનિયા અને પ્રાણીઓ અને પક્ષીઓની દુનિયા વગેરે. (અને એ સિવાય પણ જે આપણી જાણકારી માં નથી) અને આ તમામ જીવોની જરૂરિયાતો એકબીજાથી તદ્દન અલગ અલગ છે, પરંતુ રબ્બુલ આલમીન દરેકની જરૂરિયાતો, તેમના સંજોગો, પરિસ્થિતિઓ અને સ્વરૂપો તેમના શરીરો ને માફક અનુસાર પૂરી પાડે છે.
No comments:
Post a Comment